Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 356
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પણ કૌટિલ્યના આ ગ્રંથનો પ્રભાવ હોવાનું જરૂર કહી શકાય. તે રીતે એ બંને કવિઓનાં મહાકાવ્યોના વિવિધ અંશો પર ‘અર્થશાસ્ત્ર'ના તે-તે અંશોની અસર જરૂર વિગતવાર તારવી શકાય. આમાં વધુ તપાસપાત્ર બાબત શાસ્ત્રગ્રંથના આ-તે અંશોના જે-તે કવિકૃતિ પરના સ્થૂળ પ્રભાવની વિગતો ઉપરાંત તે કવિવરો દ્વારા પૂર્વાચાર્યના શાસ્ત્રગ્રંથમાં જે-તે સ્થાને વ્યક્ત થયેલી સહૃદય ચિંતનશીલતા પ્રત્યે કેવો ને કેટલો આદર વ્યંજિત થાય છે તે, અથવા જે-તે શાસ્ત્રીય મુદ્દા પરત્વે આત્મીયભાવે સંભવિત વક્ર કવિકર્મ પણ કરાયું છે તે છે; એક સુંદર કૌતુકવિષય છે. બીજો પ્રશ્ન છે : “ચાણક્યે ગુન્હાઓની સજા વ્યક્તિલક્ષી કરી છે કે સમાજલક્ષી ?” સંભવતઃ આધુનિક સમાજશાસ્ત્રીય, માનવતાલક્ષી અપરાધશાસ્ત્ર-સંબંધી કે સર્વોદયી વિચારધારાઓ પ્રત્યેના અનુરાગના પ્રભાવ નીચે આ પ્રશ્ન કરાયો લાગે છે; પણ તેથી પ્રશ્નમાં તર્કસંગતિ ચૂકી જવાઈ છે. બીજી શક્યતા એ પણ છે કે ‘વ્યક્તિલક્ષી’ અને ‘સમાજલક્ષી’ શબ્દો પ્રશ્નકારે ભૂલથી અનુક્રમે ‘બદલાલક્ષી’ અને ‘સુધારણાલક્ષી’ અર્થો મનમાં રાખીને વાપર્યા હોય. ગમે તેમ પણ પ્રશ્ન બરોબર આકારાયો નથી. તેમ છતાં પ્રશ્ન પાછળની ઉદાર ભાવના અભિનંદનીય છે. ઉત્તરમાં પહેલી વાત તો એ કે સજા તો, જ્યાં સુધી પરંપરાગત ન્યાયતંત્રનો સંદર્ભ છે, ત્યાં સુધી વ્યક્તિલક્ષી જ હોય; સમાજલક્ષી સજા કયા ધોરણે અને કયા સ્વરૂપે કરવી ? આજે પણ ઉદાર વિચારોના અપૂર્વ વ્યાપ છતાં પણ સજા તો વ્યક્તિલક્ષી જ ચાલુ રહી છે. પ્રશ્નકારનો હૃદ્ગત ઉદાર વિચાર એ છે કે પ્રાયઃ ગુન્હાઓના પાયામાં, કહેવાતા ગુન્હેગારને થયેલો સામાજિક અન્યાય જવાબદાર હોય છે. એટલે ખરેખર તો દોષ સમાજનાં ખોટાં ધારાધોરણો સ્થાપનારા ને બળજોરીથી તેને સતત નિભાવનારા એવા કહેવાતા સમાજ-અગ્રણીઓનો હોય છે. એમને લોકજાગૃતિથી, અવળા સ્વાર્થકેન્દ્રી એકાંગી નિર્ણયો લાદતાં ક્રમશઃ રોકવા જોઈએ; એમના ઇરાદાઓ નિષ્ફળ કરવા જોઈએ. પણ એ કામ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તરનું છે; ન્યાયતંત્રનું નહિ. વળી અનેક ગુન્હાઓ એવા પણ છે, જેમાં કોઈ સામાજિક અન્યાયને જવાબદાર લેખી શકાય નહિ. તેમાં તો ગુન્હેગારની અસાધારણ મનોવિકૃતિ જવાબદાર હોય છે. તેવા ગુન્હાનું નિવારણ તો અસાધારણ આત્મશુદ્ધિ પામેલા વિરલ સંતો જ કરી શકે. કૌટિલ્ય પોતે ગુન્હાના આવા સામાજિક કે બાહ્ય મૂળ બાબત ઊંડે ઊંડે સભાન હોવાના કેટલાક સંકેતો મળે છે; દા.ત. તેઓ કેટલીક રિબામણીવાળી વધની પરંપરાગત સજાઓને સ્થાને સાદા વધની ભલામણ કરે છે. વળી વધાદિ કેટલીય આકરી સજાઓની અવેજી(નિય)રૂપે ધનદંડ, સેવાદંડ વગેરેની પણ ભલામણોવાળો એક અધ્યાય પાર્વનિય: (ઋ. ૪.૬૦) પણ છે. વળી સજારૂપે મોટા ભાગે ધનદંડો જ ગ્રંથમાં દેખાય છે; ક્યાંય બંધનદંડ(જેલવાસ)ની ભલામણ નથી દેખાતી. અપરાધી અપરાધ કબૂલે તે માટેની વિવિધ રીતોમાં પણ રિબામણીનો અતિરેક નિવારવાનો પ્રબળ અનુરોધ કરાયો છે. અપરાધોના મૂળમાં રાજ્યતંત્ર દ્વારા મહત્તમરૂપે રોજગારીલક્ષી વ્યવસ્થાઓ ન હોવાની પરિસ્થિતિ એ સૌથી મોટી બાબત છે એ તો કૌટિલ્ય ખૂબ જાણે છે. તેથી ગ્રામીણ અર્થતંત્રની એમની સમગ્ર વિભાવના આખા ગ્રંથમાં સૌથી વધારે મહત્ત્વની બની Jain Education International ૩૩૯ - For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374