Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 345
________________ ૩૨૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હોઈ શકે કે જયાં જે લક્ષણ અનુરૂપ હોય, તેનાથી વિપરીત લક્ષણ દાખવવું. (આ દોષનું સાચું સ્વરૂપ સમજાતું ન હોઈ, પ્રાચીન અન્ય ગ્રંથોમાં આના સગડ શોધવા વગેરે પ્રકારનું સંશોધન-કાર્ય જરૂરી લાગે છે. ચર્ચા મહત્ત્વની છે, એટલે તેનો સાચો અર્થ જાણવો ખૂબ જરૂરી લાગે છે.) આ ગુણ-દોષચર્ચા સરવાળે રાજપત્રની બૌદ્ધિક અને હાર્દિક (I.Q. અને E.Q.ને લગતી) સમાન ઉચ્ચતાનો આદર્શ રજૂ કરે છે. આ પ્રકરણમાં, પત્રના વિષયવસ્તુમાં વિવિધ દૃષ્ટિએ મળતાં તે-તે વૈવિધ્યની ચર્ચા પણ છે. તે કૌટિલ્યના બહોળા અનુભવનું પ્રતિબિંબ પાડતી હોઈ રસપ્રદ પણ બની રહે છે અને વ્યવહારબોધક પણ છે. આવા પત્રોમાં સંસ્કારની ઉચ્ચતા કે વિનીતતા તો જરૂર જાળવવાની હોય, પણ તેથી લખનારના ચૂંટાયેલા આગવા, પ્રાણવાનું મનોભાવના કે આશયના પ્રકાશન ઉપર કોઈ પ્રતિબંધ લદાતો નથી; ઊલટું, લખનારની પ્રતિભાનું સામર્થ્ય કે લખનારનું, મહાકવિ માધે ચીંધી બતાવેલું શાંત પણ પ્રતાપી તેજ” એમાં જરૂર વ્યક્ત થવું જોઈએ, લખનારનો પ્રસંગાનુસારી આશય કે સામા સાથે કરવાની સારી-નરસી કામગીરી બાબતનો નિશ્ચય પણ ચોખેચોખે પ્રગટ થવો જોઈએ. આવા પત્રો તો નજીકના સમયગાળામાં પ્રસ્તુત એવા મહત્ત્વના રાજકીય કદમના ધ્વજ સમાન હોય છે. નિર્ભયતા અને સંકલ્પ-સ્વાતંત્ર્ય એનો સ્થાયી-ભાવ હોય છે. સામાનું માન જાળવીને પણ એના ઉપર પોતાની તાતી પ્રતિભાનું શાસન કાં તો આજ્ઞાથી, કાં તો તેના અકાર્યની નિંદાથી, કાં તો કરડાકીભર્યા રોકડા પ્રશ્નથી, કાં તો કાઠા ઠપકાથી, કાં તો સપ્ત મનાઈહુકમથી, કાં તો દુષ્ટ શત્રુ પ્રત્યેની ભર્સનાથી (એટલે કે વાજબી રીતે અવજ્ઞાપૂર્વક વરસાવાતી તિરસ્કાર-વચનોની કે નક્કર ધમકીઓની ઝડીઓથી) પ્રવર્તાવવાનું છે, અને એ દ્વારા પોતાનું અનિવાર્ય રાજનૈતિક કર્તવ્ય પૂરેપૂરા સામર્થ્યથી પાર પાડવાનો માર્ગ સાફ કરવાનો છે. તેથી ઊલટું, સામા પક્ષની યોગ્યતાની બરોબર ખબરદારી અને કદર દાખવીને તેના પ્રત્યે પ્રશંસા, નમ્ર યાચના (વિનંતી), સાત્ત્વનક્રિયા (આશ્વાસન), સહાય-તત્પરતા, પ્રેમળ મનામણાં, સત્રેરણા – આવી ભાવાભિવ્યક્તિ પૈકી જે અનુરૂપ કે કર્તવ્યરૂપ હોય, તે પૂરેપૂરા માનત્યાગ સાથે કરવાની હોય છે. “રઘુવંશ' મહાકાવ્યના પ્રથમ સર્ગમાં કાલિદાસે દિલીપરાજાનું ઉચ્ચ રાજત્વ વર્ણવતાં તેના ભયાવહ (મીમ) અને પ્રીતિજનક (વન્ત ) એમ ઉભયવિધ ગુણની વાત કરી છે. રાજાની સ્વરાષ્ટ્રીય સર્વોપરિતા અને સંસ્કારિતા ખાસ કરીને સ્વરાષ્ટ્રમાં વિવિધ વ્યક્તિવિશેષો, સંસ્થાઓ કે સરકારી અધિકારીઓ માટે લખાયેલા વિવિધલક્ષી ઘોષણાપત્રોમાં પણ પ્રતિબિંબિત થાય છે; અલબત્ત, એ પ્રાય: ટૂંકા અને માહિતીલક્ષી હોય છે. પણ એમાં ય ભાષાની અને ભાવની એમ બંને પ્રકારની ઉચ્ચતા હોય છે. એવા આઠ પ્રકારના ઘોષણાપત્રો કૌટિલ્ય સદૃષ્ટાંત બતાવ્યા છે. કાર્યબજવણી (function) પરત્વે આ આઠ પ્રકારો પડે છે : સવિશેષ નિવેદન (કોઈ પ્રસ્તુત વિશિષ્ટ હકીકતની જાણકારી), આજ્ઞા, ગુણીજનને આપત્તિ-પ્રસંગે કે ગુણપૂજા અર્થે કરાતું પરિદાન (કાયમી દાન), જાતિપુર-ગ્રામ-દેશવિશેષને કર વગેરેમાંથી અપાતી હેતુલક્ષી મુક્તિ (રીહાર), કર્તવ્યબજવણી માટે કોઈને અપાતી સત્તા (નિવૃષ્ટિ – delegation of power), દેવવશ બનેલી કોઈ અસાધારણ ઘટના – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374