Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 343
________________ ૩૨૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યક્તિને જે-તે બાબતમાં વાજબીપણે ગુરુપદ આપીને પોતાની બુદ્ધિને, સમજણને સત્વગામી અને આવેગમુક્ત બનાવે છે. આનાથી પ્રજાજનોમાં પડેલી શ્રેષ્ઠ બુદ્ધિનું શાસન સ્થપાય છે. રાજકીય પત્રના ઇચ્છનીય ગુણોની અને શક્ય દોષોની કૌટિલ્ય રજૂ કરેલી યાદી ધ્યાનથી તપાસતાં, એમ લાગે છે કે આવો પત્ર બૌદ્ધિક તેજસ્વિતા અને રજૂઆતની સંસ્કારિતાને કારણે બે પક્ષો વચ્ચે સમજણના સેતુરૂપ બની રહે. એમાં નિખાલસતા અને સ્પષ્ટભાષિતા સાથે સામા પક્ષ પ્રત્યેનો પાયાનો સ્થાયી આદર પણ જળવાય છે. મિથ્યાભિમાન, ઉદ્ધતાઈ અને સામા પ્રત્યેનો અકડાઈભર્યો તિરસ્કાર તો બુદ્ધિમત્તાનું જબરું દેવાળું પણ ગણાય અને પેટ ચોળીને શૂળ પેદા કરવા જેવી બેવકૂફી પણ. કર્મમાં જ યથેચ્છ શૂરત્વ બતાવી શકાય છે, તો બોલી બગાડવું શાને ? વાણીમાં નમ્રતા અને સામા પ્રત્યેનો પાયાનો સ્થાયી આદર એ નિર્બળપણું નહિ પણ સમર્થપણું છે; પોતાની નિર્ભયતાનો પુરાવો છે. સમર્થ વાણી સામાના દોષને જરૂર લક્ષ્ય બનાવે, પણ એ, વ્યક્તિને ઉતારી પાડવાની જરૂર ન જ જુએ. એવી અહિંસક, સૌમ્ય વાણી સામાને સુધરવાની કે સારા બનવાની પ્રેરણા પણ આપી શકે. સામાનું માન જાળવીને પોતાની વાત સર્વાગી રીતે, એટલે કે સર્વ પાસાંની પૂરી વિગત સાથે કહેવાથી તેની વિચારશક્તિ જગાડવાની પૂરી તક મળે છે. વળી એનાથી એને, ઊભી થનાર પરિસ્થિતિનું પૂરું ભાન પણ થાય છે, અને જો તે સરળ પ્રકૃતિનો હોય, તો પોતાનાં ખોટાં-વૃત્તિવલણોને અનુરૂપ રીતે બદલવા પણ તૈયાર થાય છે. એ રીતે યુદ્ધ કે સંઘર્ષ વિના જ દુશ્મનાવટનો છેડો આવી શકે છે. ઘણાં ધનવ્યય, માનવક્ષય અને સૈન્યની લાંબા અંતરની આવનજાવન અટકી શકે છે. એ દૃષ્ટિએ જ છ પૈકીની પ્રથમ ત્રણ લેખસંપત્” (પત્રની ગુણસંપત્તિ) બતાવી છે. પ્રથમ ગુણ છે ‘અર્થક્રમ' એટલે કે કહેવાની આખી વાત પૂરેપૂરી સમજાય એ માટે કહેવા-યોગ્ય મુદ્દા જિજ્ઞાસાના ક્રમમાં કહેવા – મુખ્ય વાત પ્રથમ કહેવી ને તેની સાથે જોડાયેલી વાત પછી, જેથી બધા મુદ્દાનું યોગ્ય જોડાણ થઈ આખી વાત બરોબર સમજાઈ જાય. બીજો ગુણ છે “સંબંધ'. પૂર્વે રજૂ થયેલો મુદો ગૂંચવાય નહિ તે રીતે તેની સાથે સંગતિ જાળવીને પછીનો મુદ્દો રજૂ કરવાનું લેખની સમાપ્તિ સુધી જાળવવું, જેથી બધા મુદ્દા એકરસ થઈ આખી વાત પૂર્ણ રીતે કહેવાઈ જાય. ત્રીજો ગુણ છે પરિપૂર્ણતા'. તેનાં ત્રણ પાસાં છે : કહેવાની વાત કે વિગત (અર્થ) જરૂરી કોઈ પણ શબ્દ કે અક્ષર ખૂટે નહિ કે કોઈ શબ્દ કે અક્ષર વધારાનો પણ ન હોય તેમ કહેવી તે એક પાસું. બીજું પાસું છે યોગ્ય દલીલ (હેતુ), શાસ્ત્રનું અવતરણ અને દાખલા સાથે કહેવું છે. ત્રીજું પાસું છે. શબ્દોમાંથી ખેંચી-ખેંચીને અર્થ કાઢવો ન પડે તેમ કહેવું. આવાં પાસાં સહિતનો આ ‘પરિપૂર્ણતા'રૂપ ગુણ એટલે કાવ્યશાસ્ત્રના વાણીના આદર્શનું – વાણીમાં ન્યૂનતા કે અતિરેક એ બંનેના અભાવ(અન્યૂનાનતિરિક્તત્વ)નું – રાજનીતિક્ષેત્રે સ્થાપન. આ છે સામા પક્ષની હૃદય-તંત્રીને બરોબર ઝંકૃત કરીને તેનાં સાનભાન જગાડે તેવો વાણીનો ક્રાંતિકારક ને વળી શાંતિકારક એવો આદર્શ ! છ ગુણો પૈકીના આ બાકીના ત્રણ ગુણો પત્રનાં પદોની તે-તે ઉપકારક લાક્ષણિકતાઓ ચીંધી ઉપરના ત્રીજા ગુણને જ પોષતા જણાય છે : (૪) પદો સરળ રીતે સુંદર આકારના અર્થનો બોધ કરાવે તેવાં હોય, (૫) સ્ટેજે તોછડાઈ કે અશ્લીલતાનું સંવેદન ન થાય તેવાં (પ્રાણ) પદો હોય અને (૬) જેનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374