Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 342
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૨૫ પારખે છે. રાજનીતિમાં ખાનદાની અને પ્રતાપ (જળહળતું આત્મગૌરવ) – એ બંનેનો સમન્વય સધાય તે રીતની રાજાની ભાવાત્મક કુશળ રાહબરી નીચે શાસનક્રિયાની એક મહત્ત્વની કડીરૂપ લેખક' નામના (આજના “સ્ટેનોને મળતા) અધિકારી દ્વારા લખાયેલા ગૌરવયુક્ત રાજકીય પત્ર(શાસન)નું ભારે મહત્ત્વ છે. તેથી તો આ અધ્યાયના આરંભે જ એક ચોટદાર વાક્ય મુકાયું છે : “રાજ-અભિપ્રાયના વાહક રાજકીય પત્ર પર જ રાજસત્તાનું પ્રવર્તન (શાસનમ) આધારિત છે – એમ કહેવાય છે” (શાને શાસનમત્યવક્ષ7). વળી એ પણ ધ્યાનમાં રહે કે આવા મહત્ત્વના ચૈતન્યવાહી પત્રને એવી જ ચૈતન્યસભર વ્યક્તિ દ્વારા પાઠવવામાં આવે છે. જૈમ પત્રનો લેખક' તેમ પત્ર અન્ય રાજાને પાઠવનારો એટલે કે “દૂત' - ત્રણ પ્રકારના દૂતો પૈકી શ્રેષ્ઠ ‘નિસૃષ્ટાર્થ” (“જેને કહેવાની વાતની રજૂઆત પોતાની આગવી રીતે કરવાની પૂરી છૂટ અપાઈ છે તેવો') દૂત – પણ અમાત્ય જેવી ને જેટલી ગુણસંપત્તિ ધરાવનારો હોવો જોઈએ એવું નક્કી કરેલું ધોરણ ઉચ્ચ પરિણામ (સફળતા) મેળવવાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. (ગૉળ નાખો એટલું ગળ્યું થાય !) એ આવશ્યક નથી કે આવો પત્ર “સામ” ઉપાયનો જ વાહક હોય. સામા રાજાની કે લાગતા-વળગતા રાજય-અધિકારીની રૂઢ-મૂઢ રીતિ-નીતિ સમજીને પત્રપ્રેષક રાજાએ એકંદરે તો પોતાના રાજત્વનો નિગૂઢ પણ દાહક પ્રતાપ પણ, સામા પ્રત્યેની જરા ય તોછડાઈ કે હીન તિરસ્કારવૃત્તિનું આલંબન લીધા વિના (એટલે કે પ્રગભૂતાથી, વિનયયુક્ત અત્મિગૌરવથી) પ્રગટ કરવાનો છે. આમ પત્ર સામ, દાન, ભેદ કે દંડ પૈકીં, સામી જે-તે વ્યક્તિ મુજબ કે દેશ-કાળ મુજબ, યથાયોગ્ય ઉપાયને અનુરૂપ ભાષા અને મનોભાવ સાથે લખાય છે. પત્રમાં ગમે તે મનોભાવ કે વલણ વ્યક્ત થાય, પણ તે કદી સાવ નીચી કક્ષાની તોછડી કે ઊઝૂડ) ભાષામાં ન પ્રગટે; કારણ કે આવેગયુક્ત હિંસકતા કે વાણીની તોછડાઈ તો, ખરેખર, બોલનારની તુચ્છતા અને પાયાની નબળાઈનો સંકેત જ સામા પક્ષને આપે છે. વળી એવી વાણીથી ભલભલો સામો પક્ષ પોતાની સમતુલા ગુમાવી સામાને ખૂબ ગૂંગળાવે તેવી જફા, વાણી ઉપરાંત અતિરંજિત રાજદ્વારી ચેષ્ટાઓ દ્વારા પણ પહોંચાડે છે. ત્યારે ઠરેલ મુત્સદ્દીપણાવાળો પત્ર, લખનારના આવેગોને કે પ્રકોપને પણ પ્રભાવશાળી, પ્રમાણસરના અને લાઘવ(ટૂંકાણ)થી પરિણામ આપે તેવા રચનાત્મક બનાવે છે અને સામાને પણ મર્યાદામાં રહેવા પ્રેરે છે. આવા પત્રો રાજા પોતે ન લખે, પણ અમાત્યની ગુણસંપત્તિ ધરાવતો રાજાનો “લેખક' લખે એવી પરંપરા પણ સાર્થક છે. આમ તો સામાને મોકલવાના સંદેશની ગુપ્તતા જાળવવાની દષ્ટિએ રાજા પોતે જ પત્ર લખે તે પ્રાથમિક દૃષ્ટિએ કોઈને યોગ્ય લાગે. પરંતુ ભારતીય રાજત્વની આખી મૂળ કલ્પના જ એવી ઉચ્ચ છે, કે એમાં રાજાનું મનસ્વીપણું કે આપખુદપણું અસરકારક રીતે મર્યાદામાં રહીને, રાજાનાં અને તંત્રનાં એમ બંનેનાં ગૌરવ અને પ્રભાવ સમાન રીતે જળવાય છે. લેખક'ની પ્રતિભા જ ગુપ્તતાની જાળવણીમાં સહયોગી બની રહે છે. અલબત્ત, એ માટે એની નિમણૂક પૂરી કસોટી કરીને કરવામાં આવે છે; એટલું જ નહિ, એના સમગ્ર કાર્યકાળ દરમિયાન, ફરી ફરી એનાં વૃત્તિ-વલણોની પરીક્ષા થતી રહે છે. “લેખકની પ્રભાવશાળી પત્ર તૈયાર કરવાની આગવી શક્તિનો પણ ખાસ લાભ મળે છે. આવી યોજનાથી સૌથી મોટો લાભ એ છે કે રાજા મિથ્યાભિમાનથી મુક્ત રહી અન્ય સુયોગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374