Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 340
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા એ ન ભુલાય કે નિષ્ઠાવાન્ અધિકારીઓમાં કે આખા તંત્રમાં ભેદ-દંડરૂપ ઉપાયો પ્રયોજવાની અહીં કોઈ વાત નથી. કેવળ ભ્રષ્ટતાથી સડી ગયેલા તંત્ર તરફની ગુન્હાહિત ઉપેક્ષાનો છેડો આણીને, એવા તંત્રને એની વિધિનિર્મિત વાસ્તવિક નિયતિએ પહોંચાડીને પ્રજાજીવનને વહેલી તકે ઉદ્ધારવાની જ આ વાત છે. પ્રબુદ્ધ રાજત્વ સરવાળે ગીતાએ આદેશેલા ‘લોકસંગ્રહ’(લોકનાં હિતોની વૃદ્ધિ)રૂપ રાજધર્મને વરેલું હોય એ ન ભુલાય. ૩૨૩ દુષ્ટ અધિકારીઓના ગુપ્તવધની જે વિવિધ યુક્તિઓ વર્ણવી છે, તેમાં અસાધ્ય કામદોષને જ મુખ્ય નિશાન બનાવ્યાનું જોવા મળે છે; માત્ર પ્રથમ યુક્તિ મિથ્યાભિમાનના દોષને લક્ષ્ય બનાવે છે. લોભ કે ભય જેવા દોષોને વધપાત્ર ગણ્યા નથી લાગતા. ખરેખર, લોભ તો કામુકતાથી ય વધુ રાષ્ટ્રહાનિકારક દોષ ગણાય. વળી એવું પણ જરૂર કહી શકાય કે કામદોષ કરતાં રાષ્ટ્રદ્રોહ જેવો દોષ તો અવશ્ય વધયોગ્ય ગણાય. અહીં એમ કેમ નહિ વિચારાયું હોય ? વળી ભેદનાં કુસંપસાધક પ્રકાર ઉપરાંત ભયની ઓથાર ખડી કરતાં અન્ય પ્રકાર (તર્ઝન અર્થાત્ ધમકી) તરફ અહીં લક્ષ્ય કેમ નહિ અપાયું હોય ? અહીં કામદોષની ગંભીરતાના પક્ષમાં પેલી પ્રસિદ્ધ ઉક્તિ જરૂર ટાંકી શકાય : “કામાતુરોને નથી હોતો ભય કે નથી હોતી લજ્જા' (ામાતુરાળાં ન મયં ન તખ્તા). બીજી પણ એક ઉક્તિ છે : “કામ અધમ હોય છે” (જામો વામ:). કૌટિલ્યે પોતાના દેશ-કાળ પ્રમાણે શુદ્ધ બુદ્ધિયોગથી રાજાશાહીને ઉત્તમ પદ્ધતિ તરીકે પુરસ્કારી હોવા છતાં, મનુષ્યત્વના અનુરૂપ વિકાસની તેમની ખેવના જરા ય નબળી લાગતી નથી. પૂર્વવિચારકોને માન્ય હોવા છતાં રાજનીતિને મલિન બનાવતા જણાયેલા અનેક પરંપરાગત આચારવિચારોને ‘અર્થશાસ્ત્ર'માં કૌટિલ્યે તે-તે સ્થાને પડકાર્યા જ છે અને તેને સ્થાને નવા મતો પ્રસ્થાપ્યા છે. આ જ રીતે યુગફેરે કૌટિલ્ય રાજાશાહીને પણ પડકારીને એકાધિક પ્રબુદ્ધ-જનોના સહયોગથી ચાલતા શાસનને જરૂર આવકારે એ તો આ અધિકરણના આરંભનાં અને અંતનાં ઉપર્યુક્ત વિધાનો પરથી પણ તારવી શકાય એમ છે. વળી ગાંધીજીની જેમ તેઓ પણ પશ્ચિમની પાર્લમેન્ટરી પદ્ધતિવાળી કહેવાતી લોકશાહીના દંભ ઉઘાડા પાડીને ગ્રામસ્વરાજ્ય પર આધારિત, આમપ્રજાની પ્રત્યક્ષ સામેલગીરીવાળી લોકશાહી(Participatary Democracy)ને જરૂર પુરસ્કારત. કૌટિલ્યે બતાવેલા સંઘોના બે પ્રકારો પૈકી ‘વાર્તાશસ્રોપજીવી' પ્રથમ પ્રકાર લોકતંત્ર, બલ્કે ગ્રામસ્વરાજ્ય તરફ ઢળતો વધુ અનૌપચારિક માનવીય પ્રયોગ જણાય છે. અલબત્ત, તેમાં શાસનસહાયક વર્ગ વિશેષે ક્ષત્રિયવર્ણનો હોય તેમ લાગે છે. એવો પણ સંભવ છે કે વૈશ્યાદિ અન્ય વર્ણ પણ શસ્ત્રપ્રયોગમાં દક્ષ હોય. બાકી એટલું ચોક્કસ કે એમાં શાસન-નિર્વાહ કરનાર વર્ગ – ક્ષત્રિય કે અન્ય – આમપ્રજા સાથે એકરસ બની રહી સામાન્ય રીતે સંસ્કૃતિવિધાયક એવી પાયાની અર્થોત્પાદક પ્રવૃત્તિ(વાર્તા)માં જ જીવનની સાર્થકતા સમજે છે; રાજનીતિ ઔપચારિક વ્યવસાય તરીકે તેમને ઇષ્ટ નથી. કૌટિલ્યે જેમ અહીં સંધશાસનને વાસ્તવિકતાની એરણ પર નિર્મમપણે કસ્યું છે, તેમ તેઓ આજના કહેવાતા પ્રજાતંત્રના ખોખાનો પણ અંતરના પુણ્યપ્રકોપથી ઉધડો લીધા વિના રહેત નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374