Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 338
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૨ ૧ જોનારું પણ છે. “સ #િ સ્ત યુને” (“કળિયુગમાં લોકસંગઠનમાંથી કે સમૂહ-કર્મમાંથી ખરી શક્તિ પ્રગટે છે”) એવા ‘ભાગવત'વચનનો મર્મ કૌટિલ્ય પણ સ્વીકારે છે. તેઓ રાજાશાહીને પણ એકહથ્થુ સત્તા (autocracy) તરીકે નથી જ જોતા. ભારતમાં ઋષિસંસ્કૃતિના સંવર્ધક અંગ તરીકે સહજ ક્રમે ગુણ-કર્માશ્રિત અને સરવાળે સામ્યપોષક એવું જે ચાતુર્વર્ય (ચાર વર્ણો પર આધારિત સમાજબંધારણ) સ્થિર થયું, તેમાંના જ ક્ષત્રિયવર્ણના ઋષિપ્રણીત કર્તવ્ય તરીકે રાજધર્મ ઊપજી આવ્યો. ક્ષત્રિયવર્ણની, પોતાનાં દેહ-મન-બુદ્ધિનાં વૈશિસ્ત્રો પ્રમાણે સમાજ અને સમસ્ત રાષ્ટ્રની સંરક્ષક અને પાલક એવી જે પ્રકૃતિ અને શક્તિ સાકાર થઈ, તેનો પ્રકર્ષ જે શ્રેષ્ઠ નર(નર-વર, નર-ઇન્દ્ર)માં કે તેવી કુળપરંપરામાં પ્રગટ થયો તે અનુક્રમે “રાજા” અને “રાજવંશ' સંજ્ઞાથી પ્રસિદ્ધ થયાં. પોતાના અભિજાત (ખાનદાન) અને લોકનિષ્ઠ વર્તનથી તે બંને, લોકમાં સહજ પ્રતિષ્ઠા પામ્યા. ઋષિઓએ અને બ્રાહ્મણવર્ણ સ્વઅનુભૂતિ અને આચરણ દ્વારા જે લોકઆરાધક કર્તવ્ય આકારી આપ્યું, તેને જ ક્ષત્રિયવર્ણ પોતાની પ્રતિભાથી આચરે અને ખીલવે એવી પરંપરા સહજપણે સ્થપાઈ. આમ રાજાનું પદ સમગ્ર સમાજવ્યવસ્થાની એક નિયમબદ્ધ કડી તરીકે સ્થિર થયું; એક આપખુદ વ્યક્તિ તરીકે નહિ. આવા સંદર્ભે કૌટિલ્ય પણ રાજાશાહીને પોતાના દેશ-કાળ પ્રમાણે સૌથી વધુ કાર્યક્ષમ શાસન-પદ્ધતિ તરીકે પુરસ્કારી અને પોતાનો ગ્રંથ પણ પોતાના પ્રત્યક્ષ ગાઢ અનુભવને આધારે રાજાના માર્ગદર્શન અર્થે રચ્યો. પરંતુ કૌટિલ્ય કોઈ રૂઢ ગ્રંથિથી બંધાયેલા ન હોઈ માનવકેન્દ્રી કોઈ પણ વિચારપરંપરાને અને તે પર આધારિત અભિનવ પ્રયોગને આવકારવા અને મૂલવવા તત્પર હતા. તેથી પોતાના દેશકાળ પ્રમાણે આવી સંઘીય (ગણતંત્રીય) શાસનપદ્ધતિની ઊપસી આવેલી કક્ષાના અન્વયે એક જ અધ્યાયના અધિકરણ દ્વારા એ પદ્ધતિ અંગેનું પોતાનું વ્યવહારુ ચિંતન રજૂ કર્યું છે; એ છે “સધવૃત્તમ્' (“સંઘની વર્તન-પદ્ધતિ) નામનું અગિયારમું અધિકરણ. સંઘરાજ્યનું સંસ્કૃતિકવર્ધક તત્ત્વ છે “એકરાય’ને સ્થાને અનેકોની પ્રતિભાશીલ એકમતી કે એકરસતાથી થતી સમૂહસાધના. એ જ છે “સદ વીર્ય રવીવ' (અમે બે સાથે ઉત્કટ કર્મ ઉપાસીએ”)ની ભાવનાનો અમલ. એ વખત સુધીમાં વિકસેલાં કે આરંભાયેલાં થોડાંક સંઘરાજ્યોની આદરભરી નોંધ લેતાં કૌટિલ્ય એના બે પ્રકારો તારવ્યા છે : (૧) વાર્તાશોપનવિન એટલે કે શાંતિકાળમાં વાર્તા(આજીવિકા-સાધક વ્યવસાય – મુખ્યત્વે ખેતી, પશુપાલન કે વેપાર)નું ખેડાણ કરનાર અને રાષ્ટ્ર પરના પરરાષ્ટ્રના આક્રમણ વગેરે પ્રસંગે જાતે જ શસ્ત્ર ધારણ કરીને ક્ષત્રિયધર્મનું પરિપાલન કરનાર પિંગો-લચીલો સમુદાય. પ્રજાની બહુમુખી ધિંગી પ્રતિભાથી રાષ્ટ્રના ગ્રામસંસ્કૃતિ જળવાઈ રહે તેવો સંઘરાજ્યનો આ પ્રકાર પ્રાથમિક સાદા સમાજમાં પ્રવર્તનારો જણાવા છતાં ધ્યાનપાત્ર વૈશિષ્ટટ્ય ધરાવે છે. (૨) રનિશબ્દોપનાવિન – પોતાને મળેલા “રાન કે “ન્ય' એવા સામાજિક બિરુદ પ્રમાણે રાજ્યશાસનનો વ્યવસાય કરનારો વર્ગ. આ વર્ગ પરંપરાગત બંધારણમાળખા મુજબ રાજયતંત્ર ચલાવી જાણે છે. આ રાજનીતિનો પૂરા સમયનો વ્યવસાય કરનારા (અર્થાત્ ધંધાદારી રાજકારણી) દ્વારા પ્રવર્તતો શાસનપ્રકાર છે. આ પ્રકારને એક પ્રકારની ઉમરાવશાહી (Oigarchy) તરીકે પણ ઓળખાવી શકાય. આ રાજન્યો લોક દ્વારા પસંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374