________________
૩૨૦
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
તેજસ્વી અધ્યયન દ્રષના અને તેના કારણરૂપ ભયના શમનનો પાકો ઉપાય છે તે વાત આપણા પ્રસિદ્ધ ઔપનિષદિક શાન્તિપાઠમાંના આ વાક્ય દ્વારા સૂચવાય છે : “તેસ્વિ નાવધીતમસ્તુ | મી વિદ્રિષાવહૈ ” (“અમારા બંનેનું અધ્યયન તેજસ્વી થાવ; [જેથી] અમે બે [પરસ્પર] ષમાં ન સંડોવાઈએ.”) એ ન ભૂલીએ કે સંસ્કૃતિ એકોત્થાનથી નહિ, પણ સમુદાયોત્થાનથી પાંગરે છે અને સર્વોત્થાનથી પૂર્ણ બને છે.
(૭) ગણતંત્ર-ચિંતન સુખશાંતિસ્થાપક ભૌતિક સમૃદ્ધિના યોગ દ્વારા રાષ્ટ્રનાં વિવિધ પ્રજાજૂથોની (‘તીર્થોની) સર્વાગી માનવીય ઉન્નતિ કેમ થાય એ મનીષી કૌટિલ્યનું અચળ લક્ષ્ય છે. વિવિધ સમાજોના બનેલા રાષ્ટ્રના સર્વાગી ઉન્નયન માટે જે-તે દેશકાળમાં જેવું રાષ્ટ્રીય નિયમન-તંત્ર (રાજકીય પદ્ધતિ) ખરેખર ઉત્તમ રીતે કાર્યસાધક હોય, તેવું કૌટિલ્યને ખપનું અને મક્કમપણે અપનાવવા જેવું લાગે છે. પ્રાચીન ભારતમાં કૃષિયુગ બાદના ગ્રામ-નગરાદિ-નિર્માણકાળમાં આ માટે જુદા-જુદા સામાજિક ગૃહીતો (અવધારણાઓ – axioms) કે તત્ત્વકલ્પના મુજબ “એકરાજ', દ્વરાજય', “બહુરાજન્ય રાજ્ય (ઉમરાવશાહી - Oligarchy), “વૈરાય” જેવી વિવિધ રાજ્યવ્યવસ્થા(શાસન-પદ્ધતિ)ઓના પ્રયોગો થયા હોવાનાં પ્રાચીન સાહિત્યિક પ્રમાણો કે સંકેતો મળે છે. કૌટિલ્ય પોતાની ધિંગી લોકનિષ્ઠા તેમ જ અધ્યયન-શીલતાને કારણે, આવા ઐતિહાસિક યત્નોના વિનમ્ર-તટસ્થ જિજ્ઞાસુ અને તેમાંથી પોતાને ઉત્તમ લાગતી પદ્ધતિના દક્ષ પ્રયોક્તા પણ હતા. એમની રાજનૈતિક કર્મશીલતા અનાસક્ત કર્મયોગની કક્ષાની હતી; બિન-અંગત એટલે કે “લોકસંગ્રહ'ને લક્ષનારી હતી.
એમણે પોતાના દેશકાળની સાંસ્કૃતિક વિકાસકક્ષાના અન્વયે સુપ્રયુક્ત રાજાશાહીને સૌથી વધુ કાર્યક્ષમ માની હતી. તેથી તેને કેન્દ્રમાં રાખીને જ “અર્થશાસ્ત્રમાં સર્વ કર્તવ્યવિચારણા થયેલી છે. અને ભાતીગળ પ્રાચીન-ભારતીય લલિત કે ધાર્મિક સાહિત્યને પ્રાચીન ભારતના સૌથી વધુ આધારભૂત સાંસ્કૃતિક દસ્તાવેજ તરીકે સ્વીકારીએ, તો ભારતવર્ષમાં રાજપદનો બહુમુખી મહિમા પરીક્ષકો અને આમપ્રજા બંનેમાં સ્થિર થયો હતો. પ્રાચીન-ભારતીય રસીલું કથાસાહિત્ય, નાટ્યસાહિત્ય પણ પ્રતિભાશીલ રાજાઓની રસપોષક કથાઓથી ભરપૂર છે. પોતાના દેશકાળ પ્રમાણે, રાજત્વની ઉચ્ચ-ઉદાર વિભાવનાને (કલ્પનાને) જાળવે તેવી વિધિસરની રાજાશાહી કૌટિલ્યને સૌથી વધુ લોકોપકારક અને સંસ્કૃતિવર્ધક લાગી હતી.
ભારતવર્ષ પ્રાચીનકાળથી સવિશેષ રીતે માનવસંસ્કૃતિના ઉત્થાન અને વિકાસ માટેની મુક્ત પ્રયોગભૂમિ રહ્યું છે. વિચારક્ષેત્રે તે અનેકાન્ત(એકાત્તવાદ-ત્યાગ)ની દઢ આધારભૂમિ બનવા સાથે આચારક્ષેત્રે નિશ્ચયલક્ષી પણ રહ્યું છે. એ મુજબ ભારતમાં શાસનપદ્ધતિ તરીકે ગણતંત્રના પ્રયોગો પણ થયા હોવાનું ઇતિહાસ-પ્રસિદ્ધ છે. (કૌટિલ્ય “ગણતંત્ર' શબ્દ નહિ, પણ “સંઘ” શબ્દ વાપર્યો છે.)
આ “સંઘ' તરફનું કૌટિલ્યનું વલણ એકંદરે તટસ્થ પણ છે અને વાસ્તવિકતાને આધારે આરપાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org