Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 336
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ગ્રંથમાં એક સ્થળે, કૌટિલ્યે બહુ જ યથાર્થપણે, લાઘવથી, રાષ્ટ્ર પર પ્રત્યક્ષ યુદ્ધથી આવતા અંતરાયો ચીંધ્યા છે : “[રાષ્ટ્રની ભૌતિક સંપત્તિનો અને માનવરૂપ ચૈતન્ય-સંપત્તિનો] ક્ષય, ધનનો વ્યય અને સૈન્યની લાંબી-લાંબી ખેપો – રાષ્ટ્રજીવન પરની આ મહાબાધાઓ [યુદ્ધથી] આવી પડે છે” (ક્ષયવ્યયપ્રવાસપ્રત્યવાયા મવન્ત). સાવ સાદું લાગતું આ વર્ણન જગત્ના કોઈ પણ દેશ-કાળના ઠરેલ રાજપુરુષના કે પીઢ સેનાપતિના ચૂંટાયેલા સમાન મતને જ પુષ્ટિ આપે છે. વિજ્ઞાનને પગલે વિકસેલા સંકુલ યંત્રપ્રવિધિઓ (ટૅકનોલોજી) દ્વારા અમર્યાદપણે ખડકાયેલાં પરમાણુ-બોંબ સહિતનાં શસ્ત્રાસ્ત્રોએ તો હવે, વિચક્ષણ રાજપુરુષ ચર્ચિલ કહે છે તેમ, યુદ્ધને નરી ખતરનાક બેવકૂફી જ બનાવી દીધી છે અને વિનોબાની દૃષ્ટિએ અહિંસાની આધ્યાત્મિક ગણાતી વિભાવનાને જાગતિક (જગસ્તરની) રાજનૈતિક વ્યૂહરચનાના મજબૂત પાયા તરીકે ઉપસાવી આપી છે. કૌટિલ્યના આ ગ્રંથમાં કે પ્રાચીન-ભારતીય રાજનીતિના અન્ય ગ્રંથોમાં પરદેશનીતિના ભાગરૂપ શત્રુ-ઉચ્છેદ-કર્મમાં જે અનેક કપટ, કાવા-દાવા, વિશ્વાસઘાત, વિવિધ પ્રકારના ગુપ્તવધ ઇત્યાદિ (અધિકરણ ક્ર. ૧૪ : ઔપનિષવિમ્, અધ્યાય ક્ર. ૫.૧ વાઙમિમ્) બર્બર (જંગલી) લાગતા ઉપાયો કે આચારો વાસ્તવિકતાના અનુભવને આધારે વર્ણવાયેલા છે, એને ધિંગા મનોવિજ્ઞાન પર આધારિત ઇતિહાસજ્ઞાનને આધારે વધારે સમત્વથી મૂલવવાની જરૂર છે. એ ન ભુલાય કે ટકાઉ અને ઇતિહાસમાં નામના પામેલી સંસ્કૃતિઓ નિર્ભયતાના, ચિત્તની સ્વાધીનતાના, આત્મગૌરવ કે આત્મનિષ્ઠાના પાયા પર જ પાંગરી છે. ઇતિહાસ-પથ પર જોવા મળેલા વિવિધ શુભાશુભ માનવ-આચારોનું સમગ્રલક્ષી, તટસ્થ, મૌલિક અને ઉદાર એવું મૂલ્યાંકન જ માનવતાના પ્રગતિમાર્ગને ખુલ્લો કરે છે. ‘પંચતંત્ર’માંની એક શ્લોકોક્તિ આમ કહે છે : “પોતાની દીન-હીન દશામાં શુભ કે અશુભ ગમે તે ઉપાયથી પોતાની જાતને દીન-દશામાંથી બહાર કાઢવી; પોતે સમર્થ થયે ધર્મ આચરવો.” ધિંગા શાણપણથી ભરપૂર કેવી સમતોલ, નિઃશંક ઉક્તિ ! આ દૃષ્ટિએ જ ઉક્ત વિચિત્ર લાગતા રાજનૈતિક વહેવારોને યોગ્ય રીતે મૂલવી શકાય. ૩૧૯ આ રક્ષાકર્તવ્યની કઠણાઈનો ખ્યાલ એ વસ્તુસ્થિતિ સમજવાથી આવશે કે વિવિધ રાષ્ટ્રોની, ભૌગોલિક રીતે કે ક્યારેક ઇતિહાસ દ્વારા નિર્મિત અલગતાસાધક સીમાઓને કારણે, પરસ્પરના પરિસ્થિતિજન્ય અપરિચયના કારણે અને વળી રાજ્યકર્તા-વર્ગના સત્તાભોગજન્ય અતિમદને કારણે, રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસજન્ય પરસ્પર-દ્વેષ ઘણી ઊંચી માત્રામાં હોય છે. આમાં ભય અને વૈર જોડિયા ભાઈ બની રહે છે. રાષ્ટ્રો વચ્ચેના દ્વેષ મુખ્યત્વે પરસ્પરની ભૌતિક, માનસિક અને સાંસ્કૃતિક સ્થિતિના અજ્ઞાનને કારણે જન્મે છે. ભય અજ્ઞાનના ઢાંકપિછોડારૂપ બેફામ કલ્પના દ્વારા ખૂબ ફાલેફૂલે છે. ‘રામાયણ’ની એક પ્રસિદ્ધ ઉક્તિ છે : “મયં મીતાદ્ધિ ગાયતે” (“ભય કે આતંક ઊભો થાય છે ભયભીત વ્યક્તિ દ્વારા"). ડરેલી વ્યક્તિની કલ્પના અને ઉત્તેજના બંને બેફામપણે વધે છે. એને કારણે તે જોરાવર અહમ્ અને સ્વાર્થવૃત્તિથી સામા માટે અનેકગણો આતંક ઊભો કરે છે. (આજના આતંકવાદનું મૂળ પણ આ જ છે !) આવા આતંકનો ભૌતિક મુકાબલો, તેના ભોગ બનનારે, તાત્કાલિક અનિવાર્ય ઉપાય તરીકે પૂરા સામર્થ્યથી કરવો જ રહ્યો. બાકી, પરિસ્થિતિનું તટસ્થ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374