________________
૩૨૪
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
ગાંધી હોય કે કૌટિલ્ય, માનવોચિત શુદ્ધ બુદ્ધિયોગ અનેક બુદ્ધિમાનોને સમાન તારણ પર દોર્યા વિના ન રહે; જુઓ ગીતાનું આ અણમોલ તારણ : “હે કુરુનંદન, નિશ્ચયગામી (યથાર્થદર્શી) બુદ્ધિ આ લોકમાં એકરૂપ જ હોય છે. પ" આપણે અગાઉ ખાસ કરીને બીજા વ્યાખ્યાનમાંના લોકપૂજકતાના મુદ્દામાં અને પ્રાસંગિક રીતે અન્ય ચર્ચાઓ દરમિયાન પણ કૌટિલ્યની અનન્ય લોકારાધકતા તો જોઈ જ છે. એમને લોકશાહી કે અન્ય ગમે તે ઉપરચોટિયું માળખું ઇષ્ટ નથી; એમને તો ઈષ્ટ છે જેતે દેશકાળ પ્રમાણે શક્ય એવી લોકનિષ્ઠા, લોકચેતના અને શક્ય એટલો વધારે લોકશક્તિનો આવિર્ભાવ. એટલે જ સપ્ત-પ્રકૃતિમાં લોકનિષ્ઠ રાજા અને મંત્રીની બે ચૈતન્યશક્તિઓની તરત પછી એમણે જનપદરૂપ પ્રકૃતિનો અગ્રતાક્રમ આકાય છે.
કૌટિલ્યની વિભાવનાની રાજાશાહીનો પાયો છે સંગીન વિનયગ્રહણનો રાજકાજ સાથે સંકળાયેલા ઉચ્ચાવચ સર્વ મનુષ્યોમાં અને આમપ્રજામાં પણ સારી પેઠે સાધવામાં આવેલો વ્યાપ. આવો વ્યાપ એમને જ્ઞાતિ પૂર્વકાલીન કે સમકાલીન સંઘોમાં – ખાસ કરીને “રાજશબ્દોપજીવી’ પ્રચલિત પ્રકારમાં – જોવા ન મળ્યો. એથી જ એમણે એ પ્રયોગને વિશેષ રૂપે ન અભિનંદો. અલબત્ત, એ પ્રકારની ધોરણસરની ખિલવટની શક્યતા જરૂર પ્રમાણી છે. બાકી, કૌટિલ્યને ધંધાદારી રાજકારણ જે કહેવાતા સંઘરાજય, ગણતંત્ર કે લોકતંત્રના ઓઠે ચાલે અને પ્રજા વધુ ને વધુ સીદાતી (રીબાતી) જાય એ સ્થિતિ સામે પરિણામદાયી બેઠો પુણ્યપ્રકોપ છે એ નક્કી.
(૮) આદર્શરૂપ રાજકીય પત્રો માનવીય રાજનીતિ સંસ્કૃતિનાં શ્રેષ્ઠ તત્ત્વોને પચાવીને રાજકીય વિવાદો કે કલહોને પણ સંવાદિતા અને મૃદુતાના પાશ દ્વારા દેશ અને દ્વેષથી યથાશક્ય મુક્ત કરી સ્થાયી ઉકેલ તરફ લઈ જઈ શકે છે – એવો આદર્શ, સમન્વયના પ્રેમી કૌટિલ્યને હૈયે વસેલો છે. તે સૂચવતી એક ઘાટીલી ચર્ચા સુંદર શાસ્ત્રીય ઢબે “અર્થશાસ્ત્ર'માં મળે છે; એ ચર્ચા છે રાજદ્વારી પત્રોનાં ઉચ્ચ ધારા-ધોરણો અંગેની. કૌટિલ્યની આ પ્રકરણ (શાસનધl :) અંગેની વિશિષ્ટ મમતા એ અધ્યાય(ર.૧૦)ના અંતિમ શ્લોકમાં ૫૧ અંકિત થઈ છે, જેમાં કહેવાયું છે : “સર્વ [લાગતા-વળગતાં] શાસ્ત્રોને તપાસીને અને વાસ્તવિક પ્રયોગો (વહેવારોના નમૂનાઓ)ને જોઈને કૌટિલ્ય રાજાઓ માટે રાજદ્વારી પત્રો(શાસન)નો વિધિ બતાવ્યો છે.” આ અધ્યાયને આમ તેમણે મુખ્ય ગ્રંથમાં સ્થાન પામેલ અલગ લધુ ગ્રંથ તરીકે નવાજીને એનું ઉચ્ચ મહત્ત્વ ચીંધ્યું છે.
ઋગ્વદ'માં સુપ્રસિદ્ધ “વાવરૃવત’ (કે વિદ્યાભૂત -ઋ. ૧૦.૭૧) મળે છે, જે વાણીનો આદર્શરૂપ વ્યવહાર રજૂ કરીને તેનો મહિમા ચીંધે છે. વાણીને સેતુ (જોડનારું તત્ત્વ) પણ કહેવામાં આર્વ છે. એક સુભાષિતમાં કહેવાયું છે : “જયારે-જયારે વ્યક્તિ વાક્યરૂપી બાણ છોડે છે, ત્યારે ત્યારે તેનાં જાતિ અને કુળનો બોધ થાય છે. પર” રાજનીતિને વધુ ને વધુ માનવીય અને સંસ્કૃતિનિષ્ઠ બનાવવાની ઉચ્ચ રુચિને વરેલા કૌટિલ્ય, પેલું ‘વાવમૂક્ત’ સુંદર રીતે બતાવે છે તેમ, વાણીના વિધાયક, સંયોજક સામર્થ્યને બરોબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org