Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 344
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૨૭ સારી પેઠે (કાયમી) પરિચય હોય એવાં પદોનો પ્રયોગ હોય, જેથી વાક્યમાંથી સ્પષ્ટ (શંકામુક્ત) અર્થ સમજાય. આ ચર્ચામાં સમાપદો ચારથી વધારે પેટા પદો ન હોય તેવાં, અર્થાત્ મધ્યમ કદનાં વાપરવા ભલામણ કરાઈ છે. ભાષાની સૂક્ષ્મ વિશેષતાઓના મહિમાની રાજનૈતિક ક્ષેત્રે કેવી અનુરૂપ કદર ! આ ગુણચર્ચા દ્વારા બે પક્ષો વચ્ચે સેતુનું, વિશ્વાસસ્થાપનનું કામ કરે તેવા મર્માળા સંસ્કૃતિવાહક પત્રનો આદર્શ રજૂ થયો છે. પત્રગુણોની આ ચર્ચા પૂર્ણ બને છે પત્રના સંભવિત દોષોની ચર્ચાથી. પાંચ દોષો બતાવ્યા છે : (૧) પ્રથમ દોષ પત્રના કલેવરના પાસાને ખૂબ વ્યવહારુ રીતે સ્પર્શે છે. આ દોષને નામ આપ્યું છે અકાન્તિ', એટલે કે પત્રને જોતાવેંત અણગમો પેદા થાય તેવું કદરૂપાપણું. તે પેદા થવાનાં કારણો મુખ્યત્વે ત્રણ બતાવ્યાં છે : કાગળ, શાહી અને અક્ષરો – આ ત્રણેયનું રેઢિયાળપણું. સુરુચિસૂચક સુંદરતા એ મનુષ્યોને જોડનારું સર્વોચ્ચ માધ્યમ છે. કાગળ ઊજળો ને સુંદર ન હોતાં મેલો કે હલકી કક્ષાનો હોય, શાહી ઝાંખી હોય, અક્ષરો અસુંદર કે નાના-મોટા હોય – આ છે પત્રનો “અકાન્તિ” -દોષ (ફિક્કાશ કે અસુંદરતા). કેવી વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક વાત ! (૨) “વ્યાધાત” એટલે કે સ્વતોવિરોધ (self-contradiction) – આગળ-પાછળનાં કથનો વચ્ચે વિસંવાદ. આનાથી કાં તો પત્ર મોકલનારનું દંભીપણું કે કપટીપણું પ્રગટ થઈને વાચકમાં બેદિલી (વૈમનસ્ય) પેદા કરે છે, કાં તો આ વ્યાઘાત, લખનારની સંશયગ્રસ્તતા પ્રગટ કરીને વાતને બુઠ્ઠી બનાવે છે. ક્યારેક આ વ્યાઘાત વિગતોના સ્વતોવિરોધરૂપ નહિ, પણ પત્રના ભાગો કે અંશો વચ્ચે દેખાતા મનોભાવોના વિરુદ્ધપણારૂપ પણ હોય, જે વધુ હાનિકારક બની રહે. (૩) ત્રીજો દોષ થોડો મોળો છે – પુનરુક્તિ', અર્થાત્ ખાસ કારણ વિના એક ને એક વાત ફરી કહેવી. તેનાથી લખનારની બૌદ્ધિક દરિદ્રતા પણ સૂચવાય છે. (૪) ચોથો “અપશબ્દ નામનો દોષ પદપ્રયોગસંબંધી કે ભાષાકીય છે, જે પ્રથમ દોષની જેમ અસુંદરતાનું કે લખનારની અનાવડતનું પ્રતિકૂળ સંવેદન જન્માવે છે. અહીં અપશબ્દ' પદનો અર્થ વિશિષ્ટ છે : શબ્દનાં લિંગ, વચન, ક્રિયાકાળ કે કારક (વિભક્તિ) ખોટાં પ્રયોજવાં તે. તેથી વાંચનાર અર્થબોધમાં વિક્ષેપ પણ અનુભવે છે અને પત્રલેખકની અનાવડત કે અદક્ષતા પણ અનુભવે છે. ઉચ્ચ બૌદ્ધિકો વચ્ચે બુદ્ધિની કે દક્ષતાની ન્યૂનતા, સંબંધની ખિલવટમાં પૂરેપૂરી બાધક બને છે એ ન ભુલાય. વળી જેમાં બે પક્ષો વચ્ચે સંબંધ તનાવભર્યો હોય, ત્યાં આવા સામાન્ય લાગતા દોષો પણ ખૂબ હાનિકારક બની શકે છે. આ ચર્ચા દ્વારા વ્યાકરણશાસ્ત્રનું વ્યવહારુ મહત્ત્વ એ રીતે સમજાય છે કે વ્યાકરણશાસ્ત્ર અર્થ બાબત નિઃશંકતા સધાય તેવી ભાષાનો એકધારો કે સ્થાપિત ધોરણો પ્રમાણેનો વપરાશ સ્થિર કરીને ભાષાનું સેતુકાર્ય (જોડવાનું કામ) દઢ બનાવે છે. વ્યાકરણનો મહિમા રાજનીતિક્ષેત્રે પણ આ રીતે પ્રમાણાય એ છે એ શાસ્ત્રની સાર્વભૌમતા. (૫) “સંપ્લવ'-દોષ (ભેળસેળ કે ઊંધાચતાપણું). આની કૌટિલ્યોક્ત વ્યાખ્યા અસ્પષ્ટ હોઈ તેનો જુદા-જુદા ટીકાકારો જુદો જુદો અર્થ આપે છે. આમાં પાયાની વાત લાગે છે અપેક્ષિત લક્ષણથી ઊલટું લક્ષણ. એ ઊલટાપણું કાં તો સમાસ(વા ?)ના પ્રયોગ બાબતે હોય – સમાસ જરૂરી હોય ત્યાં વ્યસ્ત છુટ્ટા) પદો વાપરવા અને વ્યસ્ત પદો જરૂરી હોય ત્યાં સમાસ વાપરવો. અથવા બીજો સંભવિત અર્થ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374