Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 329
________________ ૩૧ ૨. કૌટિલ્ય અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યવહારુ ચર્ચા સાત અધ્યાયોમાં કરે છે. “ સામિમ્' (‘યુદ્ધવિધિ') એ દસમું અધિકરણ છે અધ્યાયોમાં, યુદ્ધ દરમિયાન કરવાનાં કામો અને ધ્યાનમાં લેવા યોગ્ય બાબતો રજૂ કરે છે. પાંચ અધ્યાયના બારમાં ‘વિનીયમ્' (‘અવનીયમ્ એટલે બળમાં ઊણપવાળો રાજા; તેણે પ્રાપ્ત યુદ્ધ પ્રસંગે અજમાવવા યોગ્ય વિશિષ્ટ વિજયયત્નો') અધિકરણમાં યુદ્ધસામગ્રી વગેરેમાં ઊણા રાજાએ ઓછાં સાધનો છતાં દક્ષતા અને ચપળતાથી અમલમાં મૂકવાની, સાફલ્યસાધક એવા બુદ્ધિપ્રયુક્ત પરોક્ષ યુદ્ધ (ગેરીલા યુદ્ધ') માટેની મથામણોની ખૂબ રસપ્રદ ચર્ચા કરી છે. આમાં કૌટિલ્યની માનવમાત્ર માટેની ચૂંટાયેલી સનભાવી આસ્થા પણ પ્રગટ થઈ છે. વસ્તુસ્વરૂપની દષ્ટિએ આને મળતા પણ આનાથી ઊલટી પરિસ્થિતિવાળા (અર્થાત્ સબળ) રાજાને ઉદ્દેશેલા તેરમા સુત્રાપોપાય: (‘કિલ્લો કબ્બે કરવાના ઉપાયો') નામના અધિકરણમાં આક્રમણકારી રાજાએ અગાઉ કરેલા યુદ્ધયત્નોને ધારેલા લક્ષ્યની સિદ્ધિ દ્વારા વિજયી બનાવવા માટે ખપના, છેવટના બળબુદ્ધિપ્રયુક્ત વિશિષ્ટ ઘનિષ્ઠ ઉપાયોનું આલેખન થયું છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મોટું કામ સફળતા સુધી પહોંચાડવા માટે છેવટ સુધી અપ્રમાદ અને સામર્થ્યને તો ખપમાં આણવાનાં જ છે; પરંતુ છેવટના તબક્કે એ બંનેને તીવ્રતમ બનાવી (‘રના હો રઘુન પાની' એ સંકલ્પ સાથે !), છેલ્લી ઘડીએ પણ નિષ્ફળતા આવી ન પડે તે માટે બધું ઉચ્ચતમ સામર્થ્યથી કરી છૂટવાનું જરૂરી હોય છે. પ્રયત્નમાં કોઈ છીંડા કે કચાશ ન રહી જાય તે માટે ભાગ્યદેવતાને ચરણે અંતિમ તબક્કાનો પ્રખર પુરુષાર્થ સમર્પવો જરૂરી છે. (ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં પણ નાટ્યપ્રયોગની સિદ્ધિ અર્થે છેવટના આવા ઉત્કૃષ્ટ ધ્યાનયોગ અને કર્મયોગની ચર્ચા કરી છે.) આ અધિકરણનો છેલ્લો તબ્ધપ્રશ-નમ્ (‘પ્રાપ્ત કરેલા શત્રુરાજ્યમાં વિશ્વાસ-સ્થાપન દ્વારા શાંતિ-સ્થાપના') નામનો અધ્યાય આ આખી યુદ્ધક્રિયા સરવાળે કેવી માનવીય અને સંસ્કૃતિરક્ષક છે તે વાત તૃપ્તિકર રીતે પ્રસ્થાપી આપે છે. જિતાયેલા રાષ્ટ્રમાં સર્વાગી શાંતિ સ્થાપના : આ સમગ્ર યુદ્ધસંબંધી ચર્ચા વિગતે પ્રથમ વ્યાખ્યાનમાંના ગ્રંથવસ્તુપરિચયમાં આપી હોઈ એટલું જ ઉમેરીએ કે પ્રવાહપ્રાપ્ત પરિમિત યુદ્ધ રાજનૈતિક પરિશુદ્ધિ સાધીને સંસ્કૃતિવર્ધક પ્રજાનિષ્ઠાને જ અંકે કરે છે. હમણાં જોયું તેમ, સાચું યુદ્ધ દ્વેષરહિત, અભિમાનરહિત વિરકર્મ છે; દ્રોહયુક્ત દૂરકર્મ નહિ. વીરત્વ તો સરવાળે સર્વકલ્યાણકર જ બની રહે છે. આના જીવંત પુરાવારૂપે નવ્યપ્રશમનમ્ (અધ્યાય ક. ૨૩.૫) અને અન્ય કેટલીક વાતો થોડી વિગતે તપાસીએ. વૈદિક સાહિત્યના મહત્ત્વના ભાગરૂપ છ વેદાંગો પૈકીના “કલ્પ' વેદાંગના એક વિષયાંગરૂપ ધર્મસૂત્રોમાં, તેમાંથી વિકસેલા ધર્મશાસ્ત્ર'-ગ્રંથોમાં અને તેનાં ય અવતરણોરૂપ સ્મૃતિગ્રંથોમાં જે ઉદાર ધર્મતત્ત્વનું બૌદ્ધિક અને ભાવનાત્મક સંગોપન (જાળવણી) લગાતાર અને સમાન ઉત્કટતા સાથે વિવિધ રીતે થતું આવ્યું છે, તેવું જ સંગોપન ધર્મશાસ્ત્રની એક શાખારૂપ રાજધર્મને નિરૂપતી દંડનીતિ-વિદ્યા(ટૂંકમાં નીતિ’-વિદ્યા)માં અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્રમાં પણ પૂરી ઉત્કટતાથી થયું છે એની ભરી-ભરી ખાતરી કરાવે તેવી કૌટિલ્યની આ રજૂઆતને જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374