Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 328
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૧૧ અનુસરવાનું આંતરિક સામર્થ્ય થોડા પ્રયત્ન, થોડા ધ્યાનયોગે આપી શકે. ખરેખર તો આ આદેશ અપૂર્વ નથી; ભારતનાં અનુભૂતિમૂલક સમગ્ર આધ્યાત્મિક વલણોના નવનીત(માખણ)રૂપ છે – આધ્યાત્મિક વારસાના દોહનરૂપ ઉપનિષદોના પણ સુપચ પુનઃદોહનરૂપ છે ! જીવનની પરસ્પર ઓતપ્રોત ઘટનાઓના, ઈશ્વરલીલા તરીકે ઓળખાવાયેલા જાળ કે સંકુલમાં યુદ્ધનું કર્તવ્ય પણ અલગ ન પાડી શકાય તેવું સહજ અંગ પારદર્શી મનીષીઓને દેખાય છે. સ્વરૂપભેદે, સ્તરભેદ, આકારભેદે યુદ્ધ પણ જગન્નાટકનું પ્રાણભૂત અંગ છે. આધુનિક મનીષા દાદા ધર્માધિકારી અહિંસાનું ભાવાત્મક સ્વરૂપ સમજાવતાં કહે છે કે એ વીરત્વરૂપે જગતમાં પ્રકાશિત થાય છે. એ પ્રમાણે તો યુદ્ધ અને અહિંસા વચ્ચેનું અંતર નિરંતર ઘટતું જાય તેમ છે. બાહુબળશાલી હૃદયવાનું વ્યક્તિ સત્યને સ્પષ્ટ રૂપે અને ગાણિતિક ચોક્સાઈથી જોઈ લઈને, ધીર અને તટસ્થ વૃત્તિ સાથે, જે સામેથી શત્રુ બની બેસે તેની સામે દેશ-કાળાનુસાર પૂરા પ્રતાપથી, તેના મર્યાદાભંગને બને એટલા સંક્ષેપયુક્ત યુદ્ધવ્યાપારથી ઠેકાણે લાવીને, પૂરી જવાબદારીથી યુદ્ધની પરંપરાનિર્દિષ્ટ આચારસંહિતાને અનુસરતાં, શત્રુ શત્રુતામાંથી પરવારે તેવી ક્ષમા પણ આપી જાણે છે. દંડ ઉપાયને અગ્રતાક્રમમાં છેલ્લે સ્થાન મળ્યું હોવા છતાં, જયારે યુદ્ધ કર્તવ્યરૂપે અપનાવવાનું હોય છે, ત્યારે તેના સમગ્ર ક્રિયાકલાપ અને સાધનકલાપ સાથે, શંકામુક્ત પૂરી ઉત્સાહશક્તિથી – પ્રજ્ઞાયુક્ત પ્રાણશક્તિથી – તેનો અમલ કરવાનો છે. એથી અર્થશાસ્ત્રમાં તેને ગ્રંથનાં છેક પાછલા અધિકરણોમાં સ્થાન અપાવા છતાં તેનાં બલિષ્ઠ તેજસ્વી અંગોની અનુભવાશ્રિત રસપ્રદ ચર્ચા સમગ્રતાયુક્ત લાઘવથી કરાઈ છે. ગ્રંથમાંનાં નવમાથી તેરમા સુધીનાં અધિકરણો પૈકી વચ્ચે આવતું અગિયારમું અધિકરણ યુદ્ધસંબંધી નથી (!); તે વખતનાં ગણતંત્રોની ચર્ચા કરતા એક અધ્યાયનું જ બનેલું છે. આ ક્રમવૈચિત્ર્ય વાચકને કંઈક અંશે ગૂંચવે છે. કદાચ યુદ્ધથી શત્રુના ઉચ્છેદની ચર્ચાના પ્રકરણ સાથે નબળાં કે નામનાં ગણતંત્રોના ઉચ્છેદની વાત મેળમાં આવતી ગણી એ સંધવૃત્ત અધિકરણને સામિ એ દસમા અધિકરણની તરત પછી મૂક્યું હોય. ભારતીય ચિંતન પ્રમાણે યુદ્ધવાદ કે યુદ્ધખોરી તો અનિષ્ટ છે જ, પણ યુદ્ધવિરોધવાદ કે શાંતિવાદ (Pacifism) પણ ઇષ્ટ નથી. અહિંસાનો ય પાયો સત્ય હોઈ તટસ્થતા કે વસ્તુલક્ષિતા (objectivity) જ જીવનસાફલ્યની ચાવી છે. પરિસ્થિતિસાપેક્ષ નવી-નવી અનુભૂતિ મુજબ, પોતાનાં કલ્પનાશ્રિત કે ભાવુક એવાં મત કે રુચિને દરેક સ્તરના સત્યના પ્રકાશમાં રૂપાંતર પામવા દેવાની વાત છે. જે-તે દેશકાળની વાસ્તવિક પરિસ્થિતિરૂપ સત્ય પ્રત્યેની સમભાવી સમર્પિતતા જ સરવાળે વ્યક્તિ અને સમષ્ટિ(=સમાજ અને સૃષ્ટિ)ની કાલાનુરૂપ ઉત્ક્રાંતિનું નિમિત્ત બને છે. આ દષ્ટિએ જ અહીં આ યુદ્ધવિષયક ચર્ચા અંગીકારાઈ છે. મંત્ર/પ્રભુ/ઉત્સાહ-શક્તિને આવી અનાસક્તિ સહિતની ઉત્કટ ઉદ્યમશીલતાથી યુદ્ધકર્તવ્યમાં હોમવાની છે. અધિકરણ ક્ર. ૯, ૧૦, ૧૨, ૧૩ આ ચાર યુદ્ધવિષયક અધિકરણો આખી ચર્ચાની સર્વાગિતા આમ સાધે છે : “માસ્ય' (યુદ્ધ કરવાનો નિર્ણય કરી ચૂકેલાએ યુદ્ધ પૂર્વે લેવાનાં પગલાં') એ નવમું અધિકરણ યુદ્ધારંભ કે કૂચપૂર્વેનાં બૌદ્ધિક અને ભૌતિક કર્તવ્યોની અનુભવાશ્રિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374