Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 330
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૧૩ અગાઉ ઉલ્લેખ્યા મુજબ વાત છે વિજિગીષ દ્વારા પૂર્ણ પરાક્રમ અને સત્યધર્મી પ્રતાપ દ્વારા જિતાયેલા શત્રુ-રાષ્ટ્રનાં તંત્રના તેમ જ સર્વ પ્રજાવર્ગોના હૃદયને જીતવાની, હૃદય-સિંહાસન પર બિરાજવાંની. એ નાજુક કામગીરીનો પાયો છે સત્યધર્મ – યા સાચા રાજધર્મનું જ વિજિગીષ દ્વારા થયેલું વિવેકી અનુસરણ. વિજિગીષ અને તેના વિજયી તંત્રવાહકોના, વિજય બાદના સૌમ્ય, સૌહાર્દપૂર્ણ વ્યવહારથી એ સત્યધર્મની ક્રમિક પ્રતીતિ જિતાયેલા રાષ્ટ્રનાં સર્વ અંગોને થાય છે. રઘુવંશના રઘુરાજા પછી ગાદીએ આવેલા અજરાજાએ રાજયગ્રહણ બાદ પ્રજામાં ફેલાવાપાત્ર અનિષ્ટ-શંકાને શમાવવા પૃથ્વી (પ્રજા) પર સદયપણે શાસન કર્યું (સદ્વયં તુમુને) – જેમ નવવિવાહિત વિવેકી પુરુષ પોતાની પરણેતર ઉગ ન પામે તેમ જ એની સાથે સદયપણે (મૃદુતા જાળવીને) રતિસંબંધ વિકસવા દે તેમ. “રઘુવંશ' કાવ્યમાં કાલિદાસે આવું અત્યંત સૂચક નિરૂપણ, જીવનનાં આ મહત્ત્વનાં બંને ક્ષેત્રો પર વેધક પ્રકાશ પડે તેમ કર્યું છે. કૌટિલ્ય પણ વિજિત રાષ્ટ્ર સાથે નવા રાજા અને તેના તંત્રની એકરૂપતા અને એકરસતા સ્થપાય તે માટે “બ્ધપ્રશમનસ્' નામના ટૂંકા પણ અત્યંત હૃદયસ્પર્શી અને વ્યવહારબોધક અધ્યાય(ક્ર. ૧૩.૫)માં અનુભવસારરૂપ રજૂઆત કરી છે. એની વિગતો પ્રથમ વ્યાખ્યાનમાં ગ્રંથપરિચયના વિભાગમાં તો, વાચકની રુચિ ઉત્તેજાય તેમ સંક્ષેપમાં વર્ણવી જ છે, પણ અહીં એની પુરવણી થાય તેમ વધુ વ્યાપક પરિપ્રેક્ષ્યથી કેટલીક વાતો ઉમેરવી યોગ્ય છે. તે પહેલાં ઉક્ત અધ્યાયની પૂર્વેના ચોથા અધ્યાયના ઉત્તરાર્ધમાં (સૂત્ર બાવનમામાં), શત્રુના કિલ્લામાં કે તેની છાવણીમાં અંતિમ વિજય માટેના આક્રમણના નિરૂપણમાં આપેલી એક વિગત પણ જોઈ લેવા જેવી છે, જેથી આપણે સમજવાનો મુખ્ય મુદ્દો હૃદયસ્પર્શી રીતે પુષ્ટ થાય. વાત છે શત્રુસૈન્યના સૈનિકો પૈકી કઈ-કઈ અવસ્થામાં રહેલા સૈનિકો પર આક્રમણ (યુદ્ધવિધિ) ન કરવું તે અંગેની. એ કાળજીભરી યાદી આવી છે : નીચે પડી ગયેલા, પીઠ ફેરવી ગયેલા, શરણે આવેલા (fમપન્ન), છુટ્ટા થઈ ગયેલા વાળવાળા, શસ્ત્ર છોડી ચૂકેલા, ભયથી મુરઝાઈ ગયેલા (વિરૂ૫) અને લડવાનું છોડી ચૂકેલા – આવા સૈનિકોને અભયદાન દેવું. કૌટિલ્ય રજૂ કરેલી આ વાત પરંપરાગત હોવા છતાં કૌટિલ્ય જેવા પ્રબુદ્ધ મનીષી દ્વારા કહેવાવાથી એ વિશેષ મહિમા પામે છે. આ સુચિંતિત યાદી પરિપૂર્ણ ન હોવાનું અને નમૂનારૂપ જ હોવાનું તો સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાશે. મૂળ વાત છે યુદ્ધભૂમિમાં પણ નિરંતર તંતોતંત ઝનૂન-મુક્ત (fવાતq૨) રહેવાની, નર્યા ધર્મયુદ્ધની. એ જ “ધરમ 1 મૂન'રૂપ પ્રતાપી દયાનો રસ, આપણે હવે જોવાની મુખ્ય વિગતોમાં પણ ઊતરી આવતો અનુભવાશે. એ દયાધર્મ જ ભર્યા-ભર્યા માનવજીવનનો શાશ્વત સાર છે એ સહૃદય બૌદ્ધિકોને સમજાયા વગર રહેશે નહિ. જિતાયેલા રાષ્ટ્રનાં હૃદય જીતવા અને સંભવિત વિરોધોને કે વિદ્રોહોને વિફળ કરવા માટે જે ટૂંકા-ટૂંકા ઉપાય-નિર્દેશો ઉક્ત અધ્યાયમાં અપાયા છે તે પાછળ ઊંડો બુદ્ધિયોગ જણાય છે; એમાં નથી ઉપરછલ્લી ભાવુકતા કે નથી વિજિત રાષ્ટ્રનાં તંત્રરૂપ અને પ્રજારૂપ ઘટકોની ગાભરી-ગાભરી નરી સ્વાર્થી ખુશામત – એ ન ભુલાય. એની પાછળ બુદ્ધિપૂત મનોવિજ્ઞાન, લોકસ્વભાવ- જ્ઞાન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374