Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 333
________________ ૩૧૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ હકીકતે સાચો રાજા પોતાને પોતાના પ્રજાજનોથી અલગ અને વિશિષ્ટ ન માનવામાં જ સંતોષ અનુભવે છે. એટલે તો રાજભવન રાજધાનીની વચ્ચે જ હંમેશાં રખાય છે. માત્ર આમપ્રજાને રાજી રાખવાથી નવા જિતાયેલા રાષ્ટ્ર સાથે નિર્વિદન એકરસતા સિદ્ધ થતી નથી. જુદી-જુદી પ્રજાલક્ષી પ્રવૃત્તિઓ કરતા સમાજના વિવિધક્ષેત્રીય બૌદ્ધિકો-સાહસિકોને પણ મુખ્યત્વે બૌદ્ધિક સ્તરે જીતવાનું જરૂરી છે. થયેલું રાજપરિવર્તન આગલા રાજાના અવગુણો અને અપચારોનું શાસન નિવારવા અને સુશાસન સ્થાપવા જ થયેલું છે તે નરદમ હકીકતરૂપ વાત આવા અગ્રણીઓના કાન સુધી ગુંજતી કરવાની પણ જરૂર છે. વિશાળ, પરોક્ષ તંત્રમાં આવો સત્ય-પ્રચાર પણ જરૂરી ગણાય. તેથી મુખ્યત્વે બૌદ્ધિકો તરીકે રજૂ થતાં ગુપ્તચરોએ (ત્રિા:) બૌદ્ધિક વિશ્લેષણ સાથે પૂર્વના અને અત્યારના રાજાના ગુણોનો તફાવત સાચી રીતે આવા બૌદ્ધિકોનાં વર્તુળોમાં ઉપસાવી આપવાનું જરૂરી છે. આવા અગ્રણીઓ પ્રાદેશિક, જે-તે ગામ-નગરના, વિશિષ્ટ જાતિઓના કે વિવિધ સંસ્થાઓ(વેપારી, ધાર્મિક, સાંસ્કૃતિક)ના અધ્યક્ષરૂપ હોઈ શકે. નવા રાજાની ભાગ્યસમૃદ્ધિ, તેનું નવા રાષ્ટ્રની પ્રજાઓ વગેરે પ્રત્યેનું ઊંડું સૌહાર્દ અને તેનું અનેકવિધ રીતે થતું રહેલું સન્માન – આ વાતો સપ્રચારરૂપે કરવાની છે; ખોટી ડિંગોરૂપે નહિ. આવા અગ્રણીઓનાં હૃદય જીતવા એમની સુખ-સમૃદ્ધિની વૃદ્ધિની જોગવાઈઓ, કર લાગામાંથી વિવિધ મુક્તિઓ (ઔચિત્ય પ્રમાણે), રક્ષણવ્યવસ્થા – આ બધું પણ ધ્યાનથી કરવાનું છે. ધાર્મિક-સાંસ્કૃતિક ઔદાર્ય બરોબર પ્રગટ થાય તેમ વિવિધ ધર્મના દેવોનું, વિવિધ સ્વરૂપના આશ્રમોનું ભક્તિ-ધન-માનાદિથી અર્થસભર પૂજન કરવાનું છે. વિદ્યાશૂરો, વાક્યશૂરો (પ્રવચનપટુઓ), ધર્મશૂરો ઇત્યાદિનું પૂજન ભૂમિદાન, દ્રવ્યદાન, કરરાહતો વગેરેથી કરવાનું છે. * સારા શાસનનો ઉદય ગુન્હાખોરીના શમનનું સાચું સાધન છે એ વાત પ્રાચીન મનીષીઓએ બરોબર પારખેલી. એથી જ નવા જિતાયેલા રાજ્યના બધાં બંદીજનોને મુક્ત કરવાની ભવ્ય વાત અહીં પણ છે અને પ્રાચીન-ભારતીય શાસ્ત્રીય કે લલિત સાહિત્યમાં પણ સતત ડોકાય છે. અલબત્ત, આમાં ખૂંખાર કેદીઓના અપવાદ હોઈ શકે; યા તેની સજા હળવી કરાય.) ભારતીય પરિવારભાવના કુટુંબથી આગળ વધારી ગામ, મુલ્ક, સમાજ, રાષ્ટ્રનાં વધુ ને વધુ વિસ્તૃત કુંડાળાં સુધી પ્રસારવાની વિભાવના સંસ્કૃતિપ્રવાહનો ભાગ હોઈ, નવા રાજાના સુરાજયમાં દીન, અનાથ, રોગાદિપીડિતો જેવા ઑથ ઝંખતા વર્ગોને પણ ભરી-ભરી ઑથ શાસને પૂરી પાડી એમને બેઠા કરવાના છે. સુશાસન માત્ર પ્રજાના જ લાભમાં પરિણમીને વિરમતું નથી. પ્રાણીઓ પણ માનવજીવનના અંતરંગ સાથી, સહાયકો અને પરિવારજનોરૂપ છે. તેથી માંસાહારી પ્રજાઓમાં પણ પાલતુ પશુઓ પ્રત્યેના દયાધર્મનો વિકાસ થાય તે અત્યંત ઇષ્ટ ગણાવા લાગ્યું. એટલે પ્રાચીન-ભારતીય સુશાસનોમાં “અમારિ (સામયિક પશુધબંધી)નો રિવાજ પ્રતિષ્ઠિત બન્યો. અહીં હરેક ચાર માસમાં ચાર પૂનમને દિવસે અને અન્ય પંદર દિવસ દરમિયાન રાજયભરમાં ‘અઘાતની આજ્ઞા જાહેર કરવાની છે. બીજી કેટલીક અમાનુષી ક્રૂરતાઓનો પણ કાયમી નિષેધ ફરમાવવાનો છે – સ્ત્રીવધ (વાનિવધ), બાલવધ અને મનુષ્ય-પશુ આદિનું વંધ્યીકરણ (ખસીકરણ) ઇત્યાદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374