Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 332
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા નિષ્ફલીકરણ. પ્રથમ સરલ વર્ગ સાથે સત્યાશ્રિત નિષ્કપટ વ્યવહાર પ્રયોજવાનો છે, બીજા કુટિલ વર્ગ સાથે પ્રમાણસરની કુટિલતાથી કાર્યસિદ્ધિ કરવાની છે. આ બે મુખ્ય પાસાં ઉપરાંત એક ત્રીજું ભાવાત્મક સાંસ્કૃતિક પાસું પણ માત્ર દિશા-દર્શન અર્થે નમૂનારૂપ વિગતોથી ચીંધાયું છે. એના દ્વારા જ રાજનીતિ પ્રજાની સાંસ્કૃતિક ચેતનાના સ્થિર સંવર્ધક માધ્યમરૂપ છે તે વાત પાકી થાય છે. આમપ્રજાને યથાર્થ રીતે જ એકંદરે સત્ય-શિવ-સુંદરની પક્ષપાતી સમજીને અને થોડીક કેળવણીથી એ મૂલ્યોની અભિમુખ થઈને પોતાના રોજિંદા જીવનમાં એમને વણી લેનાર જાણીને વિજિગીષુ રાજા નવવિજિત રાષ્ટ્રની પ્રજાને પણ પોતાની સત્તાની યોગ્યતાની કસોટી સમજીને,જેમ સેવક સ્વામીના હૃદયને સ્વગુણોથી જીતવા ઇચ્છે, તેમ નવી પ્રજાને પોતાના પ્રત્યે અભિમુખ કરવા વાંછે છે અને વિજયને પગલે તે માટે પૂરી મથામણ પણ કરે છે. પૂર્વરાજાના દોષોથી હેબતાઈ ગયેલી પ્રજાને નવા આક્રમણકારી રાજાના આવવાથી તો વધુ શંકા અને ભય હોવાનાં. એ સ્થિતિમાં તેવા રાજાએ સંતપ્ત પ્રજાનો સંતાપ અને ભય દૂર કરવા આગલા રાજાના પ્રખર દોષોને સ્થાને પોતાના ચોખ્ખા અને નિષ્કપટ ગુણો પ્રગટ થાય તેવા વહેવારો પ્રસારવાના છે. અને સાચા વિજિગીષુને તો પ્રજા પાસેથી કંઈ લૂંટવાની તો કલ્પના જ નથી હોતી; ઊલટું, એને તો દુષ્ટશાસનના સંતાપોથી પ્રજાને બચાવવાનો રાજધર્મ બજાવવાની જ લગની હોય છે. આગલા રાજાના કોઈ ગુણો પણ હોય તો તે ગુણો પણ વધુ ઘનિષ્ઠ સ્વરૂપે પ્રજા અનુભવે તેમ કરવાનું છે. ‘રામાયણ’માં રામનું વર્ણન એવું આવે છે કે પ્રાસંગિક પ્રખર યુદ્ધ કરીને તરત બીજે દિવસે તો રામ પ્રજાની સુખશાંતિ જાણવા-વધારવા લોકો વચ્ચે પહોંચી જતા. કાલિદાસે દિલીપ રાજાના ગુણવર્ણનમાં યોગ્ય રીતે જ તેમના ગુણો એક બાજુ ભયોત્પાદક (ભીમ) બતાવ્યા છે, તો બીજી બાજુ પ્રીતિજનક કે રમણીય (ન્તિ ) હોવાનું બતાવ્યું છે. રાજાની પ્રતિભાની આવી દિવ્ય ગુણસમતુલાએ સદીઓ સુધી રાજપદની લોકહૃદયમાં સ્થિર પ્રતિષ્ઠા ઊભી કરેલી છે. ૩૧૫ પૂર્વરાજાના, અનેક પાસાં પરત્વે ગંભીર અપચારો (દુર્વર્તનો) હોઈને જ તેને પરાજિત કરનારા રાજાએ, પોતે સત્તાસૂત્રો સંભાળીને, એક બાજુએ તો પોતાના ધોરણસરના સ્વધર્મ અનુસાર બધાં કામકાજો આરંભવાનાં છે અને પ્રજાની વિવિધ બેહાલી મિટાવવા, યોગ્ય સમયગાળા માટે, લોકોના રોજિંદા જીવન માટે રાહતરૂપ અનુદાનો, વિવિધ પ્રકારની કરમુક્તિઓ, સારી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ વગેરેને ભૂમિ, ધન, સાધન વગેરેનું દાન, અને સત્કાર્યો કરનારનું ધોરણસરનું સન્માન કરીને પ્રજા-ઉત્થાન માટેની પોતાની ઉત્કટ તાલાવેલી દર્શાવતા રહેવાની છે. ખરાબ રાજાને હટાવવામાં સહયોગ આપનાર તેના ભૂતપૂર્વ સેવકોને આમ સ્વામીપક્ષનો ત્યાગ કરી વિજિગીષુ-પક્ષ સાથે સહયોગ કરવા બદલ વિજિગીષુએ પોતે તેમને આપેલાં વચનો પ્રમાણે યથાયોગ્ય બદલો આપવામાં પણ ચૂક કરવાની નથી. વચનભંગ જેવો ગંભીર દોષ સ્વમાની સેવકોમાં ઉત્કટ વિરોધ જન્માવ્યા વિના ન રહે. કોઈ પણ ગરવી પ્રજા સાથેનો રાજાનો આત્મીયભાવ તેમની સ્થાનિક જીવનશૈલી માટેની ઊંડી કદ૨ વડે પ્રગટ થાય છે. એ કદર રાજાના શબ્દોથી નહિ, પણ પ્રજાકીય સ્વભાવગુણો, વેષ, ભાષા, પરંપરાગત આચારો વગેરેને રસપૂર્વક નિભપણે અપનાવવાથી જ નિઃશંકપણે વ્યક્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374