Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૦ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ મહાકાવ્યમાં કહે છે : “ઉતાવળે કોઈ ક્રિયા ન કરવી. અવિવેક (પરિસ્થિતિ કે વસ્તુ વિષેના સાચા દર્શનનો કે બોધનો અભાવ) એ આપત્તિઓનું મોટું ધામ છે. ૪૩” આપણે જોયું છે કે કૌટિલ્ય ત્રિવિધ શક્તિમાં પણ મંત્રશક્તિને પ્રભુશક્તિ અને ઉત્સાહશક્તિથી ચઢિયાતી ગણે છે. ઉતાવળે અવિચારી પગલાં ન ભરતાં પરિસ્થિતિના પૂર્ણ આકલન અર્થે પ્રતીક્ષા કરવી તે જ છે ઉપેક્ષા. રાજનીતિના જુદા-જુદા ગુણકારી કે ગુણરૂપ (લાભકારી) અભિગમોરૂપ પાથ(‘છ ગુણોનું જૂથ')માં રહેલા દાર્શનિક પાસાને પણ સમજવા માટે અગાઉ બીજા વ્યાખ્યાનને અંતે જ એની સવિસ્તર ચર્ચા કરી છે, એથી અહીં એનું પુનરાવર્તન ન કરીએ, પણ થોડી પુરવણી કરીએ. હમણાં જે ધીર’ શબ્દની વાત કરી, તેમાં રહેલા ધરત્વને આ પIિષ્યમાં યોગ્ય સ્થાન વ્યાપક રૂપે મળેલું છે. “કેવળ રત્વ કે કેવળ ધીરત્વ (માત્ર રાજનીતિની બેઠાડુ ચર્ચાઓ) રાજનીતિમાં ન ચાલે” એવા પ્રસિદ્ધ રાજનૈતિક સૂત્રનું જ, જાણે પાડ્યુષ્યની ચર્ચારૂપે સાતમા અધિકરણમાં ભાષ્ય થયું છે. એમાં ‘શમ’ અને ‘વ્યાયામ” બંનેની સમતોલ ગૂંથણી હોવાની વાત તો એ આગલી ચર્ચામાં જોઈ જ છે. આવા “ પાર્થ'નું ધ્યેય બતાવતાં કહેવાયું છે કે તેમાં સરવાળે સ્વરાષ્ટ્ર “ક્ષયની સ્થિતિમાંથી “સ્થાન' (સમતોલ સમધારણ સ્થિતિ)માં આવે, અને તેમાંથી આગળ વધીને “વૃદ્ધિ (સવિશેષ કે સર્વાગી ઉન્નતિ)ની સ્થિતિમાં આવે તે જોવું. એ સમજીએ કે આ કોઈ ધૂળ વેપારી નફાની વૃદ્ધિની વાત નથી, પણ લૌકિક હિતની વાત અને સરવાળે પ્રજાના ઉચ્ચ કલ્યાણનો રસ્તો પણ સાફ થાય તેવી માનવીય કે સાંસ્કૃતિક વાત છે. યુદ્ધની અનુભવાશ્રિત સર્વાગી વિચારણા : - શત્રુ સાથેનું યુદ્ધ એ ‘પાગુષ્ય'માંના “યાન'નો જ પર્યાય છે તે આપણે જોયું. ‘વિગ્રહનું સ્વરૂપ મુખ્યત્વે શત્રુ પ્રત્યેના અપકારરૂપ વલણનું હોય છે, તેમાં ક્રિયાઓ શત્રુનો અપકાર થાય તેવી નાની કે મધ્યમ હોઈ શકે. તો “યાન” તો પૂર્ણ સજ્જતા સાથે શત્રુ પ્રત્યેની કૂચરૂપ, અને અલબત્ત, તેમાંથી પરિણમતા સર્વાગી યુદ્ધરૂપ હોય છે તે પણ આપણે જોયું. એ યુદ્ધ, શત્રુ ઉધઈથી પોલા થઈ ગયેલા વૃક્ષ જેમ ખોખલો થઈ ગયો હોય તો એના ઉચ્છદ માટે હોઈ શકે, અથવા માત્ર શત્રુ નબળો પડે (વાર્શન પામે) તેવી કક્ષાનું (મધ્યમ-પરિમાણવાળું) પણ હોઈ શકે. ભગવદ્ગીતા જેવો પૂર્ણપણે અધ્યાત્મબોધ કરાવતો ગ્રંથ પણ, અર્જુનને નિમિત્ત કરીને મનુષ્યમાત્રને કર્તવ્યરૂપ યુદ્ધનો પણ નિઃશંક અંગીકાર કરાવવા સાકાર થયો છે એ દેખીતી રીતે મહા-આશ્ચર્ય હોવા છતાં, એના પાયામાં જીવનના સાવ ભિન્ન કે વિરુદ્ધ લાગતાં આચરણોની સ્તરભેદે સમાંતર માવજત થઈ શકે તેવો સર્વાગી જીવનબોધ પડેલો છે. અર્જુનને આદેશ કરતું ગીતાનું આ મૂલ્યસમન્વયયુક્ત વાક્ય ગીતાના સમગ્ર સંકુલ બોધને સુગમ-સુકર રીતે પ્રગટ કરે છે : “જવરમુક્ત [થઈ] તું લડ” (યુધ્વસ્વ વિતેશ્વર:). માણસની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે, જરૂરી સજજતા સાધી કોઈ ને કોઈ સ્વરૂપે લડવાનું તો પ્રમાણમાં સહેલું છે, પણ જવર એટલે કે આવેશ, ઉત્તેજના કે દ્વેષ છોડીને લડવાનું તેને પ્રથમ દૃષ્ટિએ અઘરું કે અશક્યવત્ જણાય. છતાં આદેશદાતા ઉચ્ચ ગુરુ પ્રત્યેની અચળ શ્રદ્ધા જરૂર એ આદેશને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374