Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
સિદ્ધિ પણ સધાય છે અને એ ‘અર્થ’ જ ધર્મ અને કામ બંનેની પણ સિદ્ધિ કરીને રાજનીતિને અપૂર્વ સાંસ્કૃતિક ઊર્ધ્વરોહણનું કે દિવ્યતા તરફની ગતિનું નિમિત્ત બનાવી શકે છે. એથી જ પરરાષ્ટ્ર સાથેનાં કાઠાં વેર પણ શક્ય તેટલા નરવા વિકલ્પોથી ઉકેલવાની મથામણ કરી છૂટવાનું ઠરેલપણું આપણને આ ગ્રંથમાંની ચર્ચાઓની અનેક વિગતોમાં દેખાય છે.
३०८
આ કારણે જ પ્રસિદ્ધ ચાર રાજનૈતિક ઉપાયોનો કે અભિગમોનો અગ્રતાક્રમ પણ આ છે : સામ, દાન, ભેદ, દંડ. ચિરંજીવ પરિણામ અને વૈર-નિરસન બંને સાધનારો પાયાનો સાંસ્કૃતિક ઉપાય છે સામ અર્થાત્ શત્રુ સાથે નિખાલસ ચર્ચા અને સમજાવટ; ભલે એને પ્રયોજનાર કે એને વશ કે અનુકૂળ થનાર વર્ગ ઘણો નાનો હોય અને એમાં સફળ થવાનું ખૂબ કઠિન હોય. ‘દાન’ એટલે શત્રુને ધન કે વસ્તુ આપવાં તે. આનો અગ્રતાક્રમ જોતાં એને લાંચ જેવા મેલા ઉપાયનો પર્યાય ન સમજતાં માનવમનની પરખ પર આધારિત એવા, પ્રમાણમાં નરવા ઉપાયપ્રકાર તરીકે જ જોવો જોઈએ. એ ઉપાય માનવમનમાં પડેલા મર્યાદાયુક્ત અને ઠીક-ઠીક નરવા એવા લોભના વિવેકયુક્ત ને દાતાનું સ્વમાન જળવાય તેવા પોષણ પર આધારિત છે. એમાં એવા લોભ-શામક પ્રદાન દ્વારા છેવટે તો શત્રુ-પક્ષ જો કંઈક અંશે સરળપરિણામી હોય તો તેની સમજશક્તિને જગાડવાનો સામરૂપ ઉપાય જ તેના બીજા તબક્કારૂપે અમલી બને છે. લોભ ઉપરાંત કામ, ક્રોધ, ઈર્ષ્યા જેવા કેટલાક માનવચિત્તના વિકારો નિર્દોષ માત્રા કે સ્વરૂપના પણ હોઈ શકે છે. તેથી એનું વિવેકયુક્ત શમન કાર્યસાધક બને છે તે વ્યવહારુ દિષ્ટ આ ઉપાય-યોજનામાં રહેલી છે. એ રીતે આને નિરુપદ્રવી ઉપાય જ ગણવો રહ્યો. તેથી તે બીજા ક્રમે ગણાવાયો છે. એમાં સામા પક્ષની લોભવૃત્તિ દૂર કરાતી નથી એટલો જ સામાન્ય દોષ રહેલો છે. પણ રાજનીતિ એ સીધી સુધારક પ્રવૃત્તિ નથી તે ધ્યાનમાં રાખવું જોઈએ.
પાછલા બે ઉપાયો વત્તે-ઓછે અંશે અનર્થકારક હોઈ ન-છૂટકે અને ઓછામાં ઓછો અનર્થ થાય તે રીતે અપનાવવા ઘટે. સૃષ્ટિમાં શ્રેષ્ઠ વસ્તુ કે વર્તન હંમેશા સુલભ હોય તેમ બનતું નથી, તેથી જ્યાં ઉપાય કરવાનું તો અનિવાર્ય જ હોય, ત્યાં જે-તે દેશ-કાળમાં શક્ય જેવો પણ ઉપાય હોય તે અપનાવવો તે કર્તવ્ય બની રહે છે. ‘ભેદ’ એટલે ભેદન – તોડવાની ક્રિયા. તે ‘ભેદ’ કે ‘ભેદન’ બે પ્રકારના છે ભેદનવિષયના ભેદે. એમાં કાં તો શત્રુના આત્મવિશ્વાસનું ભેદન થાય છે, યા સમગ્ર શત્રુજૂથના સંપનું ભેદન થાય છે. આ બંને રીતે શત્રુની આક્રમકતા ઢીલી પડાય છે યા એના ૫૨ પાણી ફેરવી દેવાય છે. શત્રુ જો કાચો-પોચો, બીકણ કે નમાલો હોય, તો તેને ધમકી દ્વારા યા શત્રુતાના ખરાબ પરિણામની જોરદાર આગાહી દ્વારા તેના જોરને, આત્મવિશ્વાસને તોડવામાં આવે છે. હવે જો શત્રુ અનેક સાથીઓના સંગઠનવાળો, સહયોગના પીઠબળવાળો હોય, પણ એ સાથીઓ જો કાચા-કાનના હોય, તો તે સાથીઓની અલગ-અલગ રીતે, એક-બીજા-વિરુદ્ધ કાન-ભંભેરણી નિપુણતાથી કરાય છે, જેને લીધે પ્રાયઃ તેમનાં સંપ અને સંગઠન તૂટે છે અને મુખ્ય શત્રુના હાથ હેઠા પડે છે. આ ઉપાય મોટા ભાગે તે પ્રયોજનાર (વાપરનાર) વ્યક્તિના ધમધમાટભર્યા પણ મનોવૈજ્ઞાનિક સૂઝવાળા વાણીબળ પર આધારિત છે. એમાં બોલાતાં વચનો સત્ય પર આધારિત હોય કે ન હોય તેની પરવા નથી કરાતી; સામાને માત્ર સાચાં દેખાય એની જોગવાઈ જ મનોવૈજ્ઞાનિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374