Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 324
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૩૦૭ પરદેશનીતિ અનિવાર્ય બની રહે છે. આપણું કર્યું-કારવ્યું અન્ય રાષ્ટ્ર દ્વાર નકામું ન કરી દેવાય તે પણ સતત જોવાનું છે, અને વળી સુસંયોગ ઊભો થાય, તો આપણા રાષ્ટ્રીય પુરુષાર્થને અન્ય રાષ્ટ્રની મૈત્રીભરી ઑથ અને કુમક પણ મળી શકે. - અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રાચીન ભારતીય પરદેશનીતિ ન તો શત્રુપણું વધારવા માટે કે ન તો માત્ર શત્રુને મારી હઠાવવાના ધ્યેયવાળી છે. ચાર યુગની ધારણા પ્રમાણે ભારતીય પરંપરા મહાભારત યુદ્ધના આરંભ સાથે કળિયુગ બેઠો તેમ પ્રરૂપતી હોઈ, દરેક રાષ્ટ્રની ચોપાસ અન્ય રાષ્ટ્રોનાં કૂડકપટનું, શત્રુતાનું ગાઢ જંગલ હોવાનું તો જરૂર સ્વીકારાયું છે, અને તે માટે એક શ્રેષ્ઠ સાધક યોગી જેટલો સાતત્યયુક્ત ધ્યાનયોગ પણ દરેક રાષ્ટ્રના રાજયતંત્રે દાખવવાનો છે એ પણ નક્કી. પરંતુ “મસ્યપુરાણ'માં એક અધ્યાયમાં મળતી “ધર્મવૃષભ'ની કલ્પના મુજબ ચાર પગ ધરાવતો ધર્મવૃષભ કળિયુગમાં છેવટે એક પગ પર પણ ઊભો તો રહે છે જ; મૃત્યુ પામતો નથી ! તાત્પર્ય એ કે કળિયુગમાં ધર્મપાલન ખૂબ કઠિન જરૂર છે, પણ અશક્ય નથી. કાળતત્ત્વસંબંધી શીખધર્મની એક પ્રસિદ્ધ માન્યતા છે કે પરમ શક્તિ “અકાલ' (કાળબંધનથી પર) છે. એમ કહી શકાય કે જાણે આ માન્યતાના જ પડઘા રૂપે ભારતીય રાજનીતિમાં સ્વીકૃત રાજ્યની સાત પ્રકૃતિઓમાં એક “મિત્ર'-પ્રકૃતિની પણ અવધારણા સ્થિર થઈ છે. ભલે અગ્રતાક્રમમાં એ છેલ્લી હોય, પણ ઊજળી રાજનીતિની ખરી કમાણીરૂપ એ પ્રકૃતિ છે. મિત્રરૂપ આ રાજયાંગની ચિરકાલીન જાળવણી જ શાણી, વિજયશીલ રાજનીતિનું મધુરતમ સુફળ છે. ફરી એ અસલ મિત્ર-પ્રકૃતિનાં કૌટિલ્યોક્ત લક્ષણો યાદ કરીએ : પૂર્વજોથી ચાલી આવતી, નિત્ય (સ્થાયી), વશમાં રહે તેવી, દ્વિધામુક્ત, મહાત્ (મહિમાયુક્ત) અને મૈત્રી અર્થે જલ્દી સજ્જ થઈને ઊભી રહે તેવી. સામાન્ય રીતે તો રાજનીતિમાં ‘પર' (અન્ય; અન્ય રાષ્ટ્ર) શબ્દ જ “શત્રુ'નો પર્યાય ગણાય છે એ ન ભુલાય. એ પાર્શ્વભૂમિકામાં આ ‘મિત્ર'ની કલ્પનાની કલમ' કરાઈ છે ! યુગસંદર્ભે દરેક ‘પર' રાષ્ટ્રને શત્રુ તરીકે ગણીને ચેતતા રહેવું તે તો જરૂરી છે જ. પણ આ તો ગાફેલિયતથી બચવા માટેની વાત છે; પોતાના તરફથી તેની પ્રત્યે કૂડકપટ જ આચરતા રહેવાનો કે શત્રુતા દાખવવાનો એ આદેશ નથી. તો બીજી બાજુએ રાજનૈતિક “મિત્ર' પ્રત્યે પણ પોતાના રાષ્ટ્રની સમગ્ર પ્રજાનું નિત્યનું હિત જાળવવાની સ્થાયી જવાબદારીને વરેલા રાજ્યતંત્રે નિત્ય નિરીક્ષક-પરીક્ષક બની રહેવાનો ઉદ્યમ પણ છોડવાનો નથી. માનેલું મિત્રરાજય પણ સાચો કે સ્વકલ્પિત હિત-વિરોધ જણાતાં કે તેનો મુખ્ય રાજયકર્તા બદલાતાં ક્યારે શત્રુ બની બેસે તે કહી શકાય નહિ. એટલે “રાજનીતિમાં કાયમી મિત્રતા હોતી નથી” એવું સૂત્ર પણ રૂઢ થયું. આ દષ્ટિએ ‘મિત્ર’ બાબતે પણ ભાવુકતામાં ખેંચાઈ જવાનું બરોબર નથી; તટસ્થ, સાવધાન બુદ્ધિયોગ જ રાજયતંત્રનું અટલ કર્તવ્ય છે. પાકી ગુપ્ત શત્રુતા આચરતા કહેવાતા ‘મિત્ર'-રાજયને બરોબર ઓળખી લઈને, પ્રસંગે આત્મરક્ષક (defencive) આક્રમણ(થાન)ની કે શીતયુદ્ધ સમાન પ્રચ્છન્ન વૈમનસ્ય(વિપ્રદ)ની નીતિ પણ અપનાવવી જરૂરી થઈ પડે. આ બધાં છતાં, સરવાળે તો સાચી દિશાની સર્વાગી માનવોચિત અર્થસમૃદ્ધિનું નિર્માણ જ કૌટિલ્યને રાજનીતિનું ખરેખરું ધ્યેય દેખાય છે. તેનાથી જ સર્વપ્રજાજનોના ભૌતિક જીવનની ઇષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374