Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 303
________________ ૨૮૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું રહે છે અને એ પુષ્કળ ક્ષય, વ્યય, પ્રવાસ માગીને સમગ્ર રાષ્ટ્રની ચિરસંચિત ત્રિવિધ શક્તિ(મંત્ર/પ્રભુ/ઉત્સાહ-શક્તિ)ને નિચોવી શકે છે. તેથી શાણપણ દાખવી એ મોરચે બને એટલી “મધપુડો ન છંછેડવા'ની નીતિ દાખવવી યોગ્ય છે. એ રીતે સરવાળે બહુફળદાયી, સ્વાધીન અને રચનાત્મક નિત્યકર્મ તો રાષ્ટ્રને આંતરિક રીતે બાધામુક્ત કરતા રહી ચિરંજીવ સમૃદ્ધિની ઉપાસના કરવાનું જ ગણાય. આજે હજુ માનવસમાજનું સ્વરૂપ એવું છે કે એમાં ધિંગી આમપ્રજાના નિરુપદ્રવી કર્મયોગમાં પણ વિવિધ રૂપે બાધાઓ ખડી કરનાર બહુવિધ = ભલે અલ્પસંખ્યક – પરિબળો માથું ઊંચકતાં જ રહે છે. ઠરેલ સર્વાગી જીવનદર્શનમાં સમાવેશ પામતા અને સામાન્ય માનવની બુદ્ધિની પહોંચ બહાર પ્રવર્તતા દૈવતત્ત્વ(કૌટિલ્ય જેને ‘દેવકર્મ' કહે છે તે)ને નમ્રભાવે સ્વીકારીને, આવાં બાધક પરિબળોને પણ દૈવની લીલાનો જ ભાગ ગણીને, એના સર્વાગી ઉપાયરૂપ વિશિષ્ટ કર્મયોગમાં પણ થાક્યા-હાર્યા વિના મચી પડવું તે કોઈ પણ ઠરેલ રાષ્ટ્રનું ને રાજ્યતંત્રનું પ્રકૃતિદત્ત કર્તવ્ય છે; એની જ આ વાત છે. આ બાધક પરિબળો એવાં વસમાં અને અટપટાં છે કે કાં તો આપણે એને આપણી પહોંચ બહારનાં માનીને અવગણીએ, કાં તો એની છૂપી ઘોર વિનાશકતાને ન ઓળખવાને કારણે એને નિરુપદ્રવી કે આપોઆપ શમી જનારાં ગણીને બેઠાં રહીએ. આવા લોકમાનસ વચ્ચે લાંબું જોવાની દર્શનશક્તિવાળું અને હામવાળું જાગૃત, પ્રબુદ્ધ રાજ્યતંત્ર જ આવાં પરિબળો સામે કરવા જ પડે. તેવા અને સફળ થવાની ઊંચી શક્યતાવાળા ઉપાયો માટે કમર કસવાનું એ પણ ધ્યાનમાં રાખવું - “હરિનો માર્ગ છે શરાનો. નહિ કાયરનું કામ જો ને.” કૌટિલ્ય તો સર્વોદ્ધારક વિકાસશીલ માનવસંસ્કૃતિની સ્થાપનાના સાધન તરીકે રાજનીતિને જુએ છે. પશ્ચિમના જગના દારુણ ઇતિહાસો તપાસીએ કે આજની ભારત સહિતની નામની લોકશાહીઓના કારોબારને અછડતો ય તપાસીએ, તો ખ્યાલ આવશે કે જગતમાં મોટા ભાગનાં રાજયમંત્રો કેવો ઘોર પ્રજાદ્રોહ કરતાં આવ્યાં છે. જે મનીષી સાચા દિલના ધબકારથી રાજા વિષે આવું કહી શકે : “પ્રજાના હિતમાં જ રાજાનું હિત છે અને પ્રજાના દુઃખમાં જ એનું દુ:ખ છે”, તે જ રાષ્ટ્રમાં ઠેર-ઠેર જામી પડતાં પ્રજાબાધક, સંસ્કૃતિધ્વંસક પરિબળોને તંતોતંત પારખીને તેની સામેની રાજ્યતંત્રની પ્રતાપી જેહાદનું મહત્ત્વ, પોતે પણ નંદવંશોત્થાપનની કરેલી ઐતિહાસિક સફળ જેહાદના પીઠબળ સાથે ઘૂંટી-ઘૂંટીને અત્યંત આવશ્યક કર્તવ્ય તરીકે બતાવી શકે. ત્રીજા અધિકરણના કાર્યક્ષેત્રના વધુ પ્રતાપપૂર્ણ વિસ્તરણ તરીકે આ ચોથું અધિકરણ આકારાયું છે. પ્રજાની ઘોર છેતરપિંડીરૂપે આજની કહેવાતી લોકશાહીઓએ જગત્ પર ઝીંકેલા કહેવાતા વૈશ્વિકીકરણ” અને “ઉદારીકરણ'ને ધિંગી સચ્ચાઈથી પડકારવાની પ્રેરણા પણ આ અધિકરણમાંથી મળી શકે એમ છે. આ અધિકરણમાં, મહાકવિ માઘે શિશુપાનવધ-મહાકાવ્ય (૨.૧૭૯)માં આકારેલા ‘શાન્ત, પ્રતાપી કર્મ'ને – “કર્મયોગને – આરાધવાની વાત છે. આ અધિકરણના વસ્તુનું માત્ર પંખીદર્શન કરીએ; તેટલાથી ય આ અધિકરણ પાછળની પ્રબુદ્ધ જોરાવરી તરવરી આવશે. ઈશુપિતાએ બોધ આપ્યો છે કે તારા શત્રુને પણ મિત્ર ગણ. તેનો અમલ જાગૃત રાજનીતિમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374