Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 313
________________ ૨૯૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પર આધારિત હોય, તેટલે અંશે માનવના આંતરઘડતરનું અગત્યનું ને પાયાનું કાર્ય ચૂકી જતી ગણાય; એને માનવીય અદબનો પુટ આપવો જ રહ્યો. પાલન બાબત કોઈ જ છૂટછાટ વગરની બતાવાતી રાજાજ્ઞાનું મહત્ત્વ ચોક્કસ તબક્કે કે નિયત સમયાવધિ દરમિયાન અવશ્ય સ્વીકારવા છતાં, ચિરંજીવ સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ તો આચાર્યના “અનુશાસન'(અનુકૂળ આજ્ઞા, સમજાવટભરી આજ્ઞા)નું જ સ્થાયી મહત્ત્વ છે; કારણ કે તેના દ્વારા જ નિયમનોનું પાલન માણસની પ્રતિભામાં વણાઈ જાય છે – એનો સ્વભાવ બની રહી ન્યાયતંત્રનું કામ ખાસ્સે ઘટાડે છે. માનવેતર પરિબળો પણ રાજ્યતંત્રે આકારેલા સર્વપ્રજાલક્ષી વિકાસપથનાં ભંગાણોરૂપ કે દુર્ગમ કંટકઝુંડોરૂપ બની શકે છે તે દૃષ્ટિએ સૃષ્ટિમાંનાં બાધારૂપ સજીવ-નિર્જીવ ઘટકોનો પણ પાકાં રાષ્ટ્રવ્યાપી આયોજનો દ્વારા યથાશક્ય ઉપાય કરવો જોઈએ. મહાઆપદા-પ્રતિકાર (Disaster Management) એ પ્રત્યેક રાજયશાસન સામેનો ધિંગો પ્રતિભા-માપક પડકાર બની રહે છે. એમાં શાસન અને પ્રજા ઉભયની સમર્પણપ્રધાન દિલાવર સહકારશક્તિની પણ ઉત્તમ કસોટી રહેલી છે. જ્ઞાન અને દક્ષતા બંનેનાં શિખરો આંબવા પ્રેરે અને અસાધારણ ધૈર્ય તેમ જ સામુદાયિક દૃઢ બંધુતા માગી લે તેવો આ નિસર્ગદત્ત પડકાર છે. એક ભવ્ય સ્તોત્રમાં ઈશ્વરને એક બાજુએ ભયાનકોમાં રહેલા ભયતત્ત્વરૂપ અને ભીષણ તત્ત્વોના શિરમોરરૂપ (અર્થાત્ ભીષણતમ) કહ્યાં છે, તો સામે પક્ષે પ્રાણીઓની એકમાત્ર ગતિરૂપ અને શ્રેષ્ઠ પાવન સ્વરૂપ ધરાવનાર પણ કહ્યા છે એની સાર્થકતા આવા મહાપડકાર અને પ્રતિકારના સમગ્ર કાંડો દ્વારા જરૂર અનુભવી શકાય. સાથોસાથ એ સ્તોત્રવચનો જ આવા આપતુપ્રતીકારમાં ધૈર્ય અને સામર્થ્ય પૂરે છે. આવી આપત્તિઓને લગતો ૩પનિપાતપ્રતીર: શીર્ષકવાળો ત્રીજો અધ્યાય પણ આ ટકશોધન અધિકરણમાં જ મુકાયો છે. એમાં ઝીલવા-સંઘરવા જેવો પ્રાણવાન્ સંદેશો એ ધ્વનિત થાય છે કે કોઈ પણ જાતનાં આયામ (વિસ્તાર કે પથરાટ) કે સ્વરૂપ ધરાવતા મહાસંકટમાં પણ મનુષ્ય આત્મવિશ્વાસ ટકાવીને પોતાને પ્રકૃતિએ આપેલી જે કાંઈ પુરુષાર્થશક્તિ (બૌદ્ધિક, માનસિક, શારીરિક, ક્રિયાકૌશલરૂપ, આધ્યાત્મિક એમ વિવિધ સ્તરની) હોય, તે નિષ્કામ અને દ્વિધામુક્ત ભાવે, કાં તો કાર્ય સાથું, કાં તો દેહને પડવા દઉં' (‘ાર્ય સાધયામિ વા તેદું પાતયમ વા') એવા નિઃશંક સમર્પણભાવ સાથે વાપરી છૂટવી. ભાસ-કવિ પણ પુરુષાર્થમાત્રને સધિયારો આપતાં કહે છે : “ઉત્સાહી નરો માટે કશું અસાધ્ય ન હોય; યોગ્ય ઉપાય આરંભેલા સર્વ યત્નો ફળ આપે છે.૩૮” કૌટિલ્ય પોતાના સમયમાં રાષ્ટ્રને સારી પેઠે ધમરોળનાર જે મુખ્ય પ્રાકૃતિક ઘટનાઓ કે ઘટકો અનુભવાયેલાં તે બધાંને ધ્યાનમાં લઈને આ અધ્યાયમાં આપત્તિઓ(પનિપાત)ની સમગ્ર ગણના અને ચર્ચા સમાવી છે; અલબત્ત, એને એક નમૂનારૂપ ગણના જ માનવી ઘટે. તુલના અર્થે, એક પ્રસિદ્ધ શ્લોકમાં તિ એવા મહા-આપત્તિવાચક પર્યાય દ્વારા જે આપત્તિઓ ગણાવી છે તે જોઈ જઈએ : “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પોપટ અને આક્રમણખોર પડોશી રાજાઓ – આ છ ઈતિઓ ગણાવાય છે.૩૯ઝ કૌટિલ્યની યાદીમાં આમાંની પ્રથમ ત્રણ જ સમાવેશ પામી છે અને તેમાં અન્ય પાંચ બાબતો પણ ગણાવી છે. આ બતાવે છે કે દેશ-કાળ પ્રમાણે આવી જુદી-જુદી આપત્તિઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374