Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ ૩૦૪ કૌટિલ્ય અર્થશાસ્ત્રઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ધરાવનાર વ્યક્તિ ઢાલથી સજ્જ બની આવાં પ્રાણીઓનો પ્રત્યક્ષ મુકાબલો કરીને હણી પણ શકે. આવા પ્રસંગોએ શક્તિશાળી વ્યક્તિ મદદ માટે ન દોડે તો તેને દંડ કરવાનું વિધાન પણ છે ! (સહયોગી, એકરસ સમાજની કેવી સમૃદ્ધ કલ્પના !) સમયફેરને લીધે આજે તો હિંસક પ્રાણીઓનું અને એમના નૈસર્ગિક નિવાસરૂપ વનોનું રક્ષણ એ ચિંતા અને ચિંતન બંનેનો વિષય બની ગયું છે ! સાપની વસ્તીની રાષ્ટ્રીય આપત્તિ તરીકેની ગણના વિપુલ વનોના સાન્નિધ્યરૂપ કે વસતીઓ માટે કપાયેલી અવડ કે અડવી (virgin) ભૂમિરૂપ વિશિષ્ટ પર્યાવરણીય સંદર્ભ સૂચવે છે. સાપનાં નિવાસસ્થાનો પર વિપુલ પ્રમાણમાં આક્રમણ થતાં તેમનું માનવવસતીઓમાં ઉભરાવું સાવ સહજ ઘટના બની રહે. “ખપ તેનો છોછ નહિ' એ ન્યાયે માનવજીવનના નવા યુગ અને નવા વ્યવહારના સંદર્ભે આ ઘટનાને અનિવાર્ય ગણી કૌટિલ્ય કોઈ પર્યાવરણીય ઊહ-અપોહ કરવાનું ટાળીને માત્ર વ્યવહારુ ઉપાયોની જ વાત કરી છે. ત્યારે પર્યાવરણ-પ્રશ્નો પણ ખાસ ન હતા. ઉપાય તરીકે ગારુડીવર્ગ (નાફુલ્લીવિદ્દા) દ્વારા સર્પનિગ્રહ માટે થતા મંત્રપ્રયોગ કે ઔષધિ પ્રયોગો મુખ્યરૂપે બતાવાયા છે. વિકલ્પ અથર્વવેદ' પર આધારિત અભિચાર-વિદ્યા પણ ખપની બતાવાઈ છે. ગ્રામવાસીઓ દ્વારા ભેગા થઈને સર્પોનો વધ કરવાનો વિકલ્પ પણ સુચવાયો છે ! સામે પક્ષે ધાર્મિક ઉપાય તરીકે નાગ-પૂજાનો ઉપાય પણ સૂચવાયો છે ! સામા છેડાના આવા પરસ્પર વિરુદ્ધ ઉપાયોનો આશ્રય તે વખતની, સંભવતઃ સમસ્યાના આરંભના તબક્કાની ભયગ્રસ્ત, દ્વિધાગ્રસ્ત, અજ્ઞાનગ્રસ્ત દશા સૂચવે છે. આજે સર્પો અને અન્ય જંગલી હિંસક પ્રાણીઓ ખીલેલી તટસ્થ વિજ્ઞાનદષ્ટિથી જુદી-જુદી રીતે, વ્યાપક રૂપે પર્યાવરણને કે ખેતીને ઉપકારક હોવાનું સમજાઈ રહ્યું છે; ભલે લોભાંધ લોકો આ પ્રાણીઓને કેવળ મનમાન્યું ધન કમાવા આજે ચોરીછૂપીથી પણ મારવા પ્રવૃત્ત હોય, પણ તેમનું ગમે તે ઉપાયોથી રક્ષણ કરવું જોઈએ એવો વૈજ્ઞાનિક-સાંસ્કૃતિક વિચાર નિઃશંકપણે સ્થિર થયો છે અને આ પ્રાણીસૃષ્ટિના નાશકો સામે કડક હાથે કામ લેવાની મથામણો પણ આરંભાઈ છે. સાચેસાચી પ્રજાનિષ્ઠ લોકશાહીના અભાવે આવા પાયાની સમુન્નતિના અનેક કાર્યક્રમો ટલ્લે ચઢી રહ્યા છે. એથી લોકસ્તરે જ સંગઠિત પ્રયત્નો દ્વારા સર્વાગી ઉપાયો કરવા જ રહ્યા. સાચું વિજ્ઞાન આજે પ્રાચીન અહિંસાદિ ધર્મમૂલ્યોને વૈજ્ઞાનિક ટેકો પૂરો પાડી રહ્યું છે, ત્યારે પ્રગતિવિરોધી લોભાંધ તત્ત્વોને બરોબર ઉઘાડા પાડીને સામુદાયિક જાગૃતિ, અપ્રમાદ અને સ્વસ્થ ક્રિયાશીલતાથી માનવસંસ્કૃતિની શક્ય ઉત્ક્રાંતિને મૂર્તિ કરવી જ રહી. આવી આપત્તિઓમાં રાજ્યતંત્ર પોતાનું કર્તવ્ય સમજીને, સમજણભરી પ્રજાનિષ્ઠાથી એકંદરે સ્વયંભૂ રીતે ખરેખર પ્રવર્તે એ પ્રાચીન કાળથી ચૂંટાયેલી પરિપાટી આજે વ્યાપકપણે જામી રહેલી સંકીર્ણ સ્વાર્થદષ્ટિના ઊંધા ગણિત સામે ભલે આશ્ચર્યકારક લાગે, પણ તટસ્થ રીતે જોતાં એમાં સર્વાગી બુદ્ધિમાંથી જન્મેલી આત્મોદ્ધારક, સર્વોદ્ધારક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિજયશીલતા છે, જે કોઈને પરાજિત કરીને નભતી નથી. પ્રાચીન ભારતીય રાજા અને તેનું દૃષ્ટિસંપન્ન તંત્ર સર્વભૂતહિતરત ઋષિસંસ્કૃતિનું માનવ-સંતાન છે, અને તેનું પ્રવર્તન જીવમાત્રના એકત્વનો મહોત્સવ જ બની રહે છે. પ્રાચીન કાળથી માંડી આજ સુધી આમ-પ્રજા પર કહેવાતી ગૂઢ કે અગોચર મેલી શક્તિઓની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374