Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 316
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પણ એમના ‘મુદ્રારાક્ષસમ્' નાટકમાં કરેલા એમની કુટિરના વર્ણનમાં આ તથ્યનો બરોબર પડઘો પાડ્યો છે. આથી આ વિવિધ ‘ઉપનિપાત’ના ઉપાયો નિર્દેશતાં, તેમણે લૌકિક ઉપાયો ઉપરાંત પ્રાયઃ કોઈ ને કોઈ ધાર્મિક વૈદિક અનુષ્ઠાન પણ સૂચવ્યાં છે. તેઓ ‘અથર્વવેદ’ના પણ ઊંડા જ્ઞાતા તરીકે, એના પર આધારિત કર્મો-અનુષ્ઠાનોની પણ છૂટથી ભલામણ કરે છે. અગ્નિ-ઉપદ્રવ મુખ્યત્વે ગ્રામો-નગરોના અન્વયે જ નિરૂપાયો જણાય છે. એટલે તેનું મુખ્ય કારણ માનવપ્રમાદ હોવાનું ચીંધ્યું છે. આ વાત અધ્યાય ૨.૩૬માં ‘નાગરિક'(નગરાધ્યક્ષ)નાં કર્તવ્યોની વિચારણાનાં અન્વયે નિરૂપાઈ છે; તે વિગતો તેમણે આ પ્રકરણમાં યાદ જ કરાવી છે. ચુલ્હાઓનાં ખોટાં સ્થાન-આયોજનોને નિવારવા ભલામણ કરાઈ છે. વિકલ્પે તે માટે મહોલ્લાઓમાં જૂથવા૨ ઘનિષ્ઠ સાવચેતી રાખવાની પણ ભલામણ કરી છે. એ અધ્યાય(૨.૩૬)માં આગ ઓલવવા સંબંધી નિયમનો પણ બતાવાયાં છે. આ નિરૂપણ ઘણું પાંખું અને માત્ર નમૂનારૂપ જ જણાય છે. અલબત્ત, ‘તેજીને ટકોરો' પૂરતો છે. અહીં વનાગ્નિ(દાવાનળ)ની સમસ્યા કેમ નહિ ઉલ્લેખાઈ હોય? એમ લાગે છે કે તે સમસ્યા પ્રકૃતિ દ્વારા જ ઊભી થઈને પ્રકૃતિ દ્વારા જ નિરાકરણ પામતી હશે. કાલિદાસ ‘રઘુવંશ'ના બીજા સર્ગમાં દિલીપની ગોસેવાના વર્ણનમાં એમ કહે છે કે જ્યારે રાજા વનમાં ગાય પાછળ ફરતા હતા, ત્યારે વનમાં લાગેલી આગ વરસાદ વગર જ શમી ગઈ૪૧. વળી એ જમાનામાં જંગલો અસાધારણપણે વિશાળ ભૂમિભાગોમાં ફેલાયેલાં હતાં; તેથી માનવ દ્વારા નિવાસી જીવન આરંભાવાના તબક્કે ઠેર-ઠેર વનોમાંથી વાસ અને કૃષિ માટે, હમણાં જોયું તેમ, ખુલ્લી ભૂમિનું સંપાદન કરવાનું કામ એક અગત્યના પુરુષાર્થરૂપ બની ગયું હતું. વિનોબાએ બતાવ્યું છે તેમ ખાસ કરીને એના અન્વયે કાષ્ઠ-ઇંધણથી સધાતા યજ્ઞો એ એક વ્યાપક ધર્મ તરીકે પ્રચલન ૨૯૯ પામ્યા. પ્રાકૃતિક વનાગ્નિઓ પણ આ પરિસ્થિતિમાં પ્રાયઃ ઇષ્ટાપત્તિ(ઉપકારક આપત્તિ)રૂપ ગણાતા હશે. ‘મહાભારત’નો ખાંડવદાહ-પ્રસંગ પણ માનવના આ પ્રખર-રૌદ્ર કર્મનો રોમહર્ષકારી પરિચય કરાવે છે. (માનવઇતિહાસનું આ વનવિનાશરૂપ પ્રકરણ તટસ્થ મૂલ્યાંકન અને કદાચ પુનર્વિચાર પણ માગે છે.) આજે તો વનવિનાશ માનવવિનાશનો પર્યાય બની રહ્યો છે. પર્યાવરણવિદો એક ભરી-ભાદરી જાણકારી એવી આપે છે કે વનો તો ભૂમિરૂપ દેહનું આરોગ્યરક્ષક ફેફસું છે. એવું નોંધાયું છે કે બ્રાઝિલમાં એટલાં બધાં વનો પ્રકૃતિએ સર્જેલાં કે તેનો વૈશ્વિક પર્યાવરણની રક્ષામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો હતો. આજે એમાંનાં મોટા ભાગનાં વનોનો નાદાન માનવે ઉચ્છેદ કર્યો છે ! જળરૂપ ઉપાધિ મુખ્યત્વે અતિવૃષ્ટિથી ઊભરાતાં જળાશયોની સમસ્યારૂપે ઉલ્લેખાઈ છે. માનવ અને તેનાં વાસસ્થાનો વિનાશથી બચે તે રીતે યોગ્ય સમયે જળાશયોથી વ્યાપકરૂપે પ્રજાએ દૂર હટી જવાની સહજ વાત મુકાઈ છે. વળી બચાવ માટે તરવા-તારવાનાં સાધનોની વિપુલતા અને યોગ્ય સ્થાને નિત્ય સજ્જ સ્થિતિમાં તેનું સ્થાપન નભાવવાનો રાજ્યતંત્રીય તેમ જ પ્રજાકીય ખટકો એ મહત્ત્વની બાબતો છે. સામૂહિક બચાવકાર્યમાં સાધનસજ્જ અને ક્ષમતાયુક્ત વ્યક્તિએ સાથ ન આપવો તે પણ જેમ અગ્નિ-ઉપદ્રવમાં તેમ આમાં પણ દંડનીય અપરાધ ગણાયો છે તે ધ્યાનપાત્ર વાત કહેવાય. ગૂઢ કે ધાર્મિક ઉપાય તરીકે નદીપૂજા, ગંગાપૂજા, પર્વતપૂજા, સાગરપૂજાનો અનુરોધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374