________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
આમાં પ્રબુદ્ધ રાજ્યતંત્ર દ્વારા “નાક દબાવો, તો મોઢું ખૂલશે” એ ન્યાય અપનાવાય છે. પ્રજાનું વિવિધ રીતે શોષણ કરીને કે ધનોતપનોત કાઢી જીવનારમાં કોઈ ટકાઉ, નિત્યવિજયી જીવનસત્ત્વ હોતું નથી; તેથી તો મેલી બુદ્ધિના બળે સુખશાંતિરહિત હીણો ધંધો અપનાવે છે. “વાર્યા નહિ તે હાર્યા વળે” એ ન્યાય પણ આમાં પ્રવર્તે છે. અહીં મોટે ભાગે તેમને થતી દેશનિકાલની સુયોગ્ય સજા પણ સમજદાર વ્યક્તિ માટે તો ‘તેજીને ટકોરો’ બની, તેને આજીવિકા અને જીવનનો યશોદાયી રાજમાર્ગ અપનાવવા પ્રેરી શકે. ઉપર વર્ણવેલા તેર પ્રકારોમાં કેટલાક લાંચખોરો છે, કેટલાક મજબૂરોની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની સંપત્તિ ઓળવી લેનાર છે, કેટલાક પૈસા મેળવવા ખાતર આમપ્રજાના સામાજિક જીવનને ખતમ કરનાર કે હત્યા કરનારા છે, તો કેટલાક ખોટી વસ્તુ પ્રજાને માથે મારીને તેની આર્થિક ને વ્યાવહારિક બેહાલી કરનારા છે. આ સિવાય પણ આવા અનેક મલિન આજીવિકાપ્રકા૨ો સમયના વહેવા સાથે હવે તો કહેવાતો ‘ભદ્ર’-સમાજ પણ પેદા કર્યે જ જાય છે. ને આજે તો ‘વાડ ચીભડાં ગળે’ તેમ ખુદ રાજ્યતંત્ર જ, માત્ર ગુપ્ત રીતે જ નહિ, પણ નફટાઈથી, ગરવી રીતે જીવતી રક્ષણપાત્ર ખુદ પ્રજા સામેની સશસ્ત્ર દાદાગીરી દ્વારા છડેચોક પ્રજાને સાવ નિચોવીને જ જીવે છે તે જાનદાર સમાજમાં ન નભે તેવું વરવું મહા-આશ્ચર્ય છે. ધિંગા સંગઠનથી આ અટકાવવામાં પોતે પ્રમાદમાંથી પાછા વળીને દુષ્ટ રાજ્યતંત્રને પાછા ફરવા માટે મજબૂર ક૨વામાં જ પ્રજાનો ટકાવ અને જયવારો બંને છે; નહિતર સરવાળે તો શોષક અને શોષિત એ બધાનો આપઘાત જ સમજો. પછી શું થશે તે તો કદાચ ભગવાન પણ નહિ જાણે જાણવા ઇચ્છશે જ નહિ !
૨૯૨
Jain Education International
-
કૌટિલ્યનું એક સાફ દર્શન એવું છે કે સંસ્કૃતિનો પ્રાથમિક પણ મજબૂત પિંડ બંધાય છે સ્વાધીન મનોદશા સાથે ઉચ્ચ સંયમી જીવનચર્યા અપનાવનાર પ્રજાવત્સલ મહાપુરુષો કે પ્રજાહિતતત્પર અગ્રણીઓ દ્વારા; કારણ કે એમના ધિંગા આચરણબળ દ્વારા પ્રજાચરિત્રને ખિલવવાનું એકંદરે સરળ બને છે, કાયમી સ્વરૂપનું બને છે. એકંદરે પ્રજા અંતરથી તો, વત્સલ, સર્વહિતકારક આત્મસંયમીઓના સહચારની, સામીપ્ટની ભૂખી હોય છે. શ્રેષ્ઠોનું આચરણબળ જોઈ એમનામાં સદાચારની ઉત્કટ ભૂખ જાગે છે. રાજ્યતંત્ર પણ આ સત્ય પર જ ચિરંજીવ સંસ્કૃતિનું વાહક બની શકે. આ વાતને ધ્યાનમાં રાખીને આમાંનો નવમો અધ્યાય આમ આકારાયો છે : સર્વાધિરળરક્ષણમ્ સર્વ અધિકરણો(મહત્ત્વનાં સંગઠનો કે પ્રતિષ્ઠાનો)નું [બદીઓથી] રક્ષણ. અહીં ‘અધિરળ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં છે – રાષ્ટ્રજીવનને નિયમબદ્ધ અને સુસંપન્ન કરવા માટેનો કારોબાર સંભાળતી સંસ્થાઓ, પ્રથાઓ યા તેવાં પ્રતિષ્ઠાનો માટે. એટલે એમાં જીવનોપયોગી સંપત્તિનાં વિવિધ નિર્માણસ્થાનો પણ આવી જાય, એવી સર્વસંપત્તિ યોગ્ય વિધિ, પરિમાણ, દ્રવ્યશુદ્ધિ દ્વારા નિર્માણ થાય તેનાં નિયમનો પણ આવી જાય, ભ્રષ્ટ નીતિરીતિઓ, પ્રમાદ કે અન-આવડત માટેની દંડ-વ્યવસ્થા પણ આવે, આરોપની તપાસના ગાળા માટેની કાચી જેલ(વાર, આજની ‘પોલિસ-કસ્ટડી’)ના અને પાકી જેલ(વધનાર)ના અધિકારીઓના ભ્રષ્ટ વહેવારોનું નિયમન પણ આવી જાય. અગાઉ જણાવ્યા પ્રમાણે તે વખતે રાજ્ય-સંચાલિત જંગલો, ખાણો, ખેતરો, કારખાનાં વગેરે અર્થોત્પાદન-સ્થાનો પણ રહેતાં; તે સ્થાનો ઉપરાંત તેની પેદાશો સંઘરવાના કોઠાર (અન્નાદિ ખાઘોનું સંગ્રહગૃહ), પણ્યાગાર (અન્ય ઉપયોગી ચીજોનું સંગ્રહગૃહ), વન્ય પેદાશોનું સંગ્રહગૃહ (પ્યાR), કોશ (અતિમૂલ્યવાન્
For Personal & Private Use Only
-
www.jainelibrary.org