________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૧૯૭
રાષ્ટ્રસમૃદ્ધિ અને રાષ્ટ્રસુરક્ષા (વિનોબા-નિર્દિષ્ટ defence-measure) એ બંને ય દષ્ટિએ ગામનાં કૃષિયોગ્ય સઘળાં ખેતરો ઉપરાંત શક્યતા મુજબ બિન-ઉપજાઉં, અવડ કે વેરાન ગણાયેલા ભૂ-વિભાગોમાં પણ મહત્તમ કૃષિ-ઉત્પાદન થાય તે માટેનાં સમુચિત રાજયમંત્રીય ધોરણોમાં જરા ય ઢીલ ન થાય તે માટે, ખાસ તો ગામનાં પ્રમાદી કે અસામાજિક માનવઘટકોને યોગ્ય રીતે પડકારે તેવાં કેટલાંક નિયમનો સૂચવાયાં છે. એની પાછળનો મુખ્ય માનવીય ઉદેશ્ય એ છે કે તળ-પ્રજામાં પડેલી ધિંગી-સરળ પરિશ્રમશક્તિને અને કોઠાસૂઝને રાજયતંત્રના નૈતિક ટેકાથી સવિશેષરૂપે પ્રોત્સાહિત કરી જીવંત અને ક્રિયાશીલ રાખવી, અને એ રીતે તે-તે ગામની અને રાષ્ટ્રની સુખાકારી એકસાથે સાધવી. નિયમનનો પાયાનો મુદ્દો એ છે કે દરેક ખેડૂત-હસ્તકની જમીનમાંથી, અનુભવને આધારે સ્થપાયેલાં સ્થાનિક ધોરણો-અંદાજો પ્રમાણે અમુક લઘુતમ ઉત્પાદન તો થવું જ જોઈએ. જો તેનાથી ઓછું ઉત્પાદન થાય તો ખેડૂત ઘટાડા જેટલી ઊપજનો રાજભાગ વધારામાં દંડ તરીકે આપે. અગાઉ કહેલાં કેટલાંક નિયમનો ટૂંકમાં દોહરાવીએ : પોતાની જમીન ન ખેડનાર પાસેથી જમીન જપ્ત કરી ખેડનારને સોંપવી, યા ગામનાં વસવાયાં કે વેપારી દ્વારા ખેડાવવી. તેથી ઊલટું, જો રાજયહસ્તકની વેરાન જમીનને કોઈ ખેડૂત જાતે ઉપજાઉ બનાવે તો તે જમીન જપ્ત ન કરતાં તેને ખેડવા આપી દેવી. “ખેડે તેની જમીન' એ સુવર્ણનિયમ આમાં સહજપણે જળવાય છે ! વળી કોઈ ખેડૂત છતી જમીને સાધનો ખરીદવાની અશક્તિને કારણે ખેતી ન કરી શકતો હોય, તો તેમને ખાવા જેટલું અને બિયારણ તરીકેનું ધાન્ય, પશુઓ અને રોકડ ધનનું ઋણદાન (loan) કરી ખેતીમાં પરોવવો, અને તે અપાયેલ સહાય સગવડે પાછી વાળે. વળી ખેડૂતોને અનુદાન કે કરમુક્તિ પણ એવી કુશળ ગણતરી સાથે આપવાં, કે જેથી સરવાળે રાજ્યકોશમાં વૃદ્ધિ જ થાય; કોશઘાતક અવિચારી ધન-લ્હાણી ન જ કરવી. (આનાથી વિરુદ્ધ રીતે આજની મતભૂખી સરકારોના કોના બાપની દિવાળી ?' એવા અવિચારી ધન-વેડફાટો સાથે સરખામણી સહજપણે થઈ જાય છે!) આ સ્થળે કૌટિલ્ય એક જબરી ચેતવણી ઉચ્ચારી છે કે કોશનો અવિચારી ઉડાઉ ઉપયોગ કરનાર રાજા છેવટે આવાં સ્વયંસમૃદ્ધ ગામો, નગરોને લૂંટવાનો જ – જેવી રીતે આજનાં ‘વૈશ્વિકીકરણ', ‘ઉદારીકરણ'નાં રૂડાં નામોએ “ક્રાંતિ'નાં નગારાં પીટીને, ‘લોકશાહી'ના પાટિયા નીચે કામ કરતી સરકારો, મોટા ભાગની આમ-પ્રજાનાં સ્વાવલંબી જીવન-સાધનરૂપ ઘર-જમીનો સુધ્ધાંને ચાંઉ કરી જતા નવા પ્રજાવિદ્રોહી કાયદાઓના ઓઠે, પર્યાવરણ-વિનાશક, ધનિકપરસ્ત અને રાજકારણીઓનાં ઘર અને ચૂંટણી ફંડો ભરનારા ઔદ્યોગિકીકરણ ખાતર SEZ (Special Economic Zone) જેવા, રાક્ષસી' નહિ પણ આસુરી” કહેવા લાયક “આયોજનોથી રાજયના કોશને ભારે ફટકો પહોંચાડનારા, સંસ્કૃતિનો નાશ કરનારાં ઉધામા પણ બેધડક કરી રહી છે !
સમતોલ વસ્તીની નીતિને પ્રાપવા રાજ્યતંત્રે નવી-નવી વસાહતો ઊભી કરીને ત્યાં રહેવા માટે વિવિધ પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે, આજની સરકારોની જેમ, અમુક સમયાવધિ સુધી કરમુક્તિ પણ આપવી ને ધનસહાય યા ઋણદાન પણ. આ યોજના કાં તો વસાહત શરૂ કર્યા બાદના અમુક સમય સુધી રાખવી, યા જે-તે વ્યક્તિ કે પરિવાર વસવા આવે ત્યારબાદના નક્કી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org