________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૧૫
લચીલાપણું પણ જળવાય છે અને સહજ કે નૈસર્ગિક વાસ્તવિકતાને પણ ન્યાય મળે છે. સાચો શાસ્ત્રકાર, વિશાખદત્તે “મુદ્રારાક્ષસ' નાટકમાં કૌટિલ્યના મુખે જ જે વર્ણન મૂક્યું છે – ઉપાધ્યાયમૂ શિષ્યનને દુ:શીનંતી (ગુરુમાત્રમાં ઘર ઘાલી ગયેલી શિષ્ય કે શિખાઉ સામાન્ય જનો તરફની કડકાઈ કે તોછડાઈ) – તેવો જડ અને માનવ પ્રત્યે કઠિન હૃદયનો ન હોય. માનવ અર્થે શાસ્ત્ર હોય, શાસ્ત્ર અર્થે માનવ નહિ. માનવવત્સલતા કે જીવવત્સલતા સાચા શાસ્ત્રની કસોટી છે. તો આવી ઉચ્ચાવી યોગ્યતાવાળા અધ્યક્ષોને પોતપોતાની કુલ શક્તિની કક્ષા મુજબ અનુરૂપ કામગીરી સોંપવાની ભલામણ છે.
આ અધ્યક્ષોના સમગ્ર કાર્યકાળ દરમિયાન, તેઓના ચાલતા તે-તે કાર્યના સ્થળે કાયમ તેમની કામગીરી અને સમગ્ર હિલચાલ પર દેખરેખ રાખવી જરૂરી છે. અગાઉના અધ્યાય ક્ર. ૨.૭ના નવમા સૂત્રમાં તો સ્પષ્ટ કહ્યું છે કે દરેક અર્થપ્રવૃત્તિના કાર્યક્ષેત્ર(પ્રવાર)માં ગુપ્તચર(પ)ની સ્થાયી ગુપ્ત ગોઠવણી હોવી ઘટે. કૌટિલ્ય તટસ્થ અને વેધક જ્ઞાનશક્તિથી માનવની નાડ પારખીને આ સંદર્ભે કહે છે કે મનુષ્યની ચિત્તવૃત્તિ સદા એકધારી રહેતી નથી, તેથી (વિનિત્યસ્વાત) કશું વિશ્વાસે રેઢું મૂકી ન શકાય. આ જ વાતને આપણે ભાવાત્મક રીતે એમ રજૂ કરી શકીએ કે મનુષ્યની દુવૃત્તિમાંથી જન્મતી દુપ્રવૃત્તિને નિષ્ફળ બનાવવી તે તેની સવૃત્તિઓની વાટ સંકોરવા બરાબર છે, અને બીજાનું બૂરું નહિ, પણ ભલું કરવા દ્વારા સરવાળે મનુષ્ય વધારે સ્થાયી સફળતા અને આત્મસંતોષ બંને પામી શકે છે એવી સમજણનો રસ્તો ખૂલે છે – ખાસ કરીને રાજ્યતંત્ર જયારે ભગવદ્ગીતા-કથિત સજ્જનોનું પરિત્રાણ અને અપકૃત્ય કરનાર દુર્જનનો ઉચ્છેદ કરવામાં એકાગ્ર અને નિપુણ હોય ત્યારે. સર્વકલ્યાણસાધક નૂતન જગત-સંસ્કૃતિનું બીજ પડે છે આદ્ય ઋષિઓ (દ્રષ્ટાઓ)ના અતિમૂલક અહિંસાપ્રધાન ધર્મના નિત્યનૂતન વિશદતર દર્શનથી અને તદનુસારી ગહન આચરણથી, તેમ જ તેમની સેવા રમ્ય ધર્મની બોધક સંગીન વાણી દ્વારા, અને એ બીજને ખાતર-પાણી-પ્રકાશ મળે છે તેને પોષનારા જાગરૂક રાજયતંત્ર દ્વારા તેમ જ તેનો સમર્થ સધિયારો (સાથ) પામી આમપ્રજા દ્વારા આચરાતા વ્યક્તિગત અને સામાજિક કાનૂનોના પાલન સહિતના શ્રદ્ધાપૂર્ણ સદાચાર દ્વારા. રાજ્યની મુખ્ય કામગીરીરૂપ અર્થપ્રવૃત્તિના અધ્યક્ષો પર છેક પાયાની દેખરેખ રહે તે માટે રાજાની દિનચર્યામાં દરરોજ રાજ્યના મુખ્ય હિસાબોની તપાસ, ગુપ્તચરો દ્વારા આણવામાં આવેલાં બયાનનું શ્રવણ, ગુપ્તચરોને નવાં તપાસકાર્યોની સોંપણી ઉપરાંત અધ્યક્ષો સાથેની પણ રૂબરૂ મુલાકાત ગૂંથાયેલી છે તે આ ત્રીજા વ્યાખ્યાનના આરંભે આપણે જોયું છે.
અધ્યક્ષોની કામગીરી અંગે તપાસવા યોગ્ય ભૌતિક પાસાં આ છે: ઉત્પાદન સંબંધે કર્તા, સાધન, દેશ, કાળ, કરવાનું કાર્ય, વાપરેલી સામગ્રી (‘પ્રક્ષેપ' – input), મળેલું ફળ (૩) – output); આ દરેક પાસા પરત્વે ધોરણસર અને અપાયેલા આદેશ પ્રમાણે વ્યવહાર થયો કે કેમ તે તપાસવાનું હોય. | ઉપલા અધિકારીઓના ઇરાદાની શુદ્ધિ જળવાય તે દૃષ્ટિએ તેઓ ન તો પરસ્પર મળી જઈને એટલે કે કોઈ ગુપ્ત મલિન ઇરાદા બાબત સંતલસ કરીને કામ કરે, ન તો પરસ્પર વિરોધ કે સંઘર્ષ દાખવીને કામ કરે તે પણ તપાસનો એક અગત્યનો મુદ્દો છે. જો મળી જઈને કામ કરે તો રાજયનો માલ ખાઈ જાય, જો સંઘર્ષથી વર્તે તો કામને સાવ જ બગાડે, નિષ્ફળ કરે. વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org