Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 270
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૩ આવા ઊંડા હેતુની કલ્પના કરી આ સમજૂતી માત્ર સામાન્ય બુદ્ધિથી જ અહીં પ્રસ્તુત કરી છે. વ્યવહારમાં આવું કેટલે અંશે શક્ય બને તે તો દષ્ટાંત કે સ્વાનુભવ દ્વારા જ નક્કી થઈ શકે. પરંતુ ઉચિત કલ્પનાશક્તિથી અને બૌદ્ધિક અભિગમથી જ પ્રાચીન શાસ્ત્રોને ખપયોગ્ય બનાવવાં રહ્યાં. એટલું ચોક્કસ કે કોઈ પણ એક શાસ્ત્રનું કાર્યક્ષેત્ર અન્ય શાસ્ત્રોનાં કાર્યક્ષેત્રોથી ભલે અલગ હોય, પણ જીવન તો અનેક શાસ્ત્રોનાં સત્યોને ઓતપ્રોત કરીને જ ખીલે છે. કોઈ પણ હોનહાર, દીર્ઘજીવી રાજનીતિ પણ માનવમન અને માનવ-સમાજનાં સાંસ્કૃતિક બંધારણને અને સંદર્ભભેદે જુદી-જુદી રીતે સાકાર થતાં ગતિવિજ્ઞાનને (dynamicsને) નિત્ય સમર્પિત રહીને અને પોતાના ગજા મુજબ તેને ક્રમશઃ વિકસાવીને, નવાં-નવાં સાંસ્કૃતિક પરિમાણોની ઊંચાઈએ પહોંચી શકે છે. આ બધા સંચરતા ગુપ્તચરોનું સૌથી મહત્ત્વનું અને નિત્યનું કાર્યક્ષેત્ર છે આવશ્યકતાનુસાર ઘનિષ્ઠ સાતત્ય સાથે કે અમુક-અમુક ગાળે, રાજયતંત્રના ઉચ્ચતમ અધિકારીઓની આત્યંતર ચર્યા (ગૃહચર્યા) અને બાહ્યચર્યાનાં નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં રહેવાનું. “જે-જે શ્રેષ્ઠો આચરે છે, તેને તે ઇતરજન આચરે છે” એ સર્વસ્વીકૃત સત્ય મુજબ શ્રેષ્ઠો તરીકે ગણાવાતા રાજયાધિકારીઓ પોતાના નિત્યના વાસ્તવિક જીવનના વિચાર-આચારમાં એ શ્રેષ્ઠત્વ કેવુંક જાળવે છે તે તપાસતા રહેવું તે રાજ્યતંત્રની યોગ્યતમ કામગીરીનું સાતત્ય જાળવવા માટે અતિ-આવશ્યક છે. એ પણ ન ભુલાય કે જે વ્યક્તિ પોતે સામુદાયિક સહજીવન માટે પૂરેપૂરી ધગશ ધરાવે છે, એ જ પોતાની જાતને પૂર્ણ સંયમમાં અને નિયમનમાં સ્થિર કરીને પ્રજામાં અને સેવકોમાં પણ તેની શક્તિ અને પહોંચ મુજબનાં સંયમ અને નિયમનો, વૈર્ય અને આગ્રહ એ બંનેની અનુરૂપ મેળવણીથી જરૂર ખીલવી-જાળવી શકે, અને તે દ્વારા વ્યક્તિ અને રાષ્ટ્ર બંનેના કલ્યાણના માર્ગો ધમધમતા કરી શકે. મુખ્ય અધિકારીઓ પરની તપાસ તો માત્ર અગ્રતાક્રમે થતી શરૂઆતમાત્ર છે. એ રીતે નાના-મોટા સર્વ અધિકારીઓ, વ્યાવસાયિકો, સમાજો, વ્યક્તિઓ પર પણ – અલબત્ત, વત્તી-ઓછી માત્રામાં – જાપ્તો રાખવાની જરૂર છે જ. સાચો તબીબ જેમ પોતાના દર્દીના શરીરનાં અંગોપાંગોની દશાની ઝીણવટભરી તપાસ કરીને જ તેનો સફળ ઉપચાર કરવાનું માથે લે, તેમ આ સર્વ વર્ગોની ચર્યાની તપાસ કરતા રહી, તેનાં તારણો મુજબ રાજયતંત્રે પોતાનો સંયમ વધુ દઢ અને પ્રભાવક કરીને જ રાષ્ટ્રશરીરમાં પેઠેલા દોષોના વિધિપૂર્વકના યથાર્થ ઉપાય મૂળમાંથી કરવાના છે. પ્રાચીન ભારતીય રાજ્યનીતિશાસ્ત્રમાં કોઈક તબક્કે પરિપૂર્ણ રાજયંતત્રના ઘટકરૂપે અત્યંત મહત્ત્વના અધિકારીઓ માટે “તીર્થ' શબ્દ ચલણી બન્યો. “અર્થશાસ્ત્રમાં એ શબ્દ આ અધ્યાય(૨.૧૨)ના વીસમા સૂત્રરૂપ શ્લોકમાં મળે છે. એ શબ્દ “મહાભારત'માં પણ મળે છે. જેનાથી તરી જવાય તે તીર્થ. રાષ્ટ્ર કે તેની પ્રજાઓ આવા ઉચ્ચતમ અધિકારીઓના શાસ્ત્રશુદ્ધ વહીવટ અને છિદ્રરહિત નિયમનતંત્ર થકી તરી જાય છે માટે તે અધિકારીઓ તીર્થ. (અગાઉ, કૌટિલ્ય રાષ્ટ્રની ખુદ પ્રજાઓને પણ સૂઝપૂર્વક “તીર્થ' કહ્યાની વાત તો આપણે જોઈ જ છે.) આ અધિકારીઓ શુદ્ધિમાં સ્થિર થતાં જ પોતાને નૈસર્ગિક બક્ષિસરૂપે અને કેળવણીથી લાધેલી પ્રતિભાની સંકુલ સમૃદ્ધિ દ્વારા રાજયતંત્રને જયવંતું કરે છે. એવા તીર્થ”-બિરુદયોગ્ય અધિકારીઓ કયા તે અંગે પણ રાજનીતિ-ચિંતકોમાં ખાસું મંથન ચાલ્યું હશે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374