________________
વ્યાખ્યાન ત્રીજું ? જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૮૧
ઔચિત્ય હૃદયે વસશે. સમાજની કોઈ ને કોઈ વ્યક્તિ પ્રત્યેનો હીણો વાણી-વ્યવહાર ક્યારેક મોટા જાહેર અનર્થ તરફ લઈ જઈ શકે. એ દૃષ્ટિએ વાણીની તોછડાઈ ભારેલા અગ્નિ સમાન ઠરતી હોઈ દંડનીય વર્તન બની જાય છે; ભલે એને લગતી દંડસંહિતાનો લાભ લેવા માટે ફરિયાદ કરનાર નિર્ભય વ્યક્તિઓ સમાજમાં ઓછી હોય. પણ દરેક જાગૃત નાગરિક માટે એવી ફરિયાદ કરવી તે પવિત્ર સામાજિક ફરજ પણ બની રહે છે.
આ દષ્ટિએ વાણીની માત્ર વિશેષ ગંભીર પ્રકારની હીનતાઓને ધ્યાનમાં લઈને એના દંડપાત્ર ત્રણ પ્રકાર ઉક્ત પ્રકરણમાં દર્શાવ્યા છે : “ઉપવાદ' (વ્યક્તિની સામાજિક હિણપત. અહીં મૂળ શબ્દ અપવાદ' હશે ? અર્થદષ્ટિએ એ શબ્દ અહીં અનુરૂપ લાગે છે), કુત્સન' (ગંભીર વ્યક્તિગત દોષારોપણ – બદનક્ષી) અને “અભિભર્સન' (ધમકી). વિચારતાં, આમાંનો દરેક પાછલો પ્રકાર દરેક આગલા પ્રકારથી વધુ ગંભીર દોષરૂપ જણાય છે. આ જ વાતનો પડઘો તેમને માટે થતા તેતે ધનદંડના પ્રમાણ દ્વારા પડે છે.
આ પૈકી પ્રથમ પ્રકારમાં હીણપતના મુખ્ય પાંચ પ્રકાર બતાવ્યા છે તે સમજવા જેવા છે : શરીર, પ્રકૃતિ (સ્વભાવ), શ્રત (ભણતર), વૃત્તિ (આજીવિકા, વ્યવસાય) અને જનપદ(મૂળ વતનરૂપ પ્રદેશ)ની હીણપત વ્યક્તિગત હીણપતરૂપ પ્રથમ પ્રકારને બાદ કરતાં, બાકીની ચાર સામાજિક પ્રકારની હીણપતની ગંભીરતા જયારે હીણપત કરનાર અને તેનો ભોગ બનનાર વ્યક્તિ ભિન્ન વર્ણની હોય, ત્યારે વધારે ગણાય તેમ કૌટિલ્યના સમગ્ર નિરૂપણ પરથી જણાય છે. ચાર વર્ણની પ્રસિદ્ધ ઉચ્ચાવચતાને સ્વીકારી લઈને તેઓ એમ સૂચવે છે કે હીણપત કરનાર વ્યક્તિ જો ઉચ્ચતર વર્ણની હોય, તો તેનો વર્ણ જેમ વધુ ઉચ્ચ તેમ તેને થવાપાત્ર દંડ ઓછો, અને જો હીણપત કરનાર વ્યક્તિ નીચા વર્ણની હોય, તો હીણપત પામનારનો વર્ણ જેમ વધુ ઉચ્ચ તેમ આરોપી વધારે દિંડને પાત્ર. આવા પક્ષપાતી લાગતા કથનને ઉતાવળે ઉતારી ન પાડતાં તેને સમકાલીન પરિસ્થિતિના અન્વયે – સંભવતઃ વર્ષોની ગુણમૂલક સર્વસ્વીકાર્ય સહજ ઉચ્ચાવચતાના અન્વયે – મૂલવવાનું ધૈર્ય રાખવાનું, કૌટિલ્ય જેવી ઠરેલ પ્રતિભાનો ખ્યાલ કરતાં, ઉચિત લાગે છે.
હીન વાણીના ઉપર્યુક્ત મુખ્ય ત્રણ પ્રકારો પૈકીના પ્રથમ બે પ્રકારોમાં હીન વાણી કાં તો સાચી હકીકત રજૂ કરતી હોય, ખોટી વાત રજૂ કરતી હોય કે કટાક્ષપૂર્ણ વાણી(અવળ-વાણી)થી હીણું કહેતી હોય તે પ્રમાણે ક્રમશઃ વધારે દંડને પાત્ર બને છે.
ધમકીરૂપ ત્રીજા પ્રકારમાં ધમકીનો અમલ ન કરાય કે કરાય તે મુજબ અનુક્રમે વધારે દંડ કરવો. વળી જો નમાલો માણસ ધમકી આપ્યા બાદ પોતે તેમ કરવામાં કોપ, મદ કે મોહને વશ હતો તેમ જો ખાતરી કરાવી શકે, તો દંડ ઘટાડવો. તેથી ઊલટું, જે વ્યક્તિ જબરી હોઈ ધમકી અમલી બનાવી શકે તેવી નીવડે, તે વ્યક્તિને (સંભવતઃ દંડ ઉપરાંત) પોતાનો આજીવન જામીન રજૂ કરવાની પણ ફરજ પાડવામાં આવે.
હીન વાણીના એક વધારે પ્રસિદ્ધ પ્રકારની જે નોંધ અધ્યાયના છેલ્લા શ્લોક દ્વારા કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org