Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આવી છે, તે પણ રસપ્રદ અને વિચારણીય છે. માણસ ઘણી વાર “જેનું ખાય, તેનું જ ખોદે એવો વહેવાર કરતો હોય છે. તે સ્થિતિમાં પોતાના વતનરૂપ દેશ કે ગામની નિંદાના દોષ કરતાં પોતાની જાતિ કે પોતાના સંઘ(ધાર્મિક, સામાજિક વગેરે પ્રકારના સંગઠન)ની નિંદારૂપ દોષ અને તેના કરતાં દેવ કે મંદિરની નિંદારૂપ દોષ વધારે દંડને પાત્ર છે. અનેક પ્રકારના ઔચિત્યની દૃષ્ટિએ કૌટિલ્ય પ્રસ્તુત કરેલી આ વાત પણ વિશેષ સમર્થનપાત્ર લાગે છે. જૈન આચારશાસ્ત્રમાં જે પાંચ પ્રકારના સંયમો (‘પંચ-સમિતિઓ) બતાવ્યા છે, તે પૈકીનો એક છે વાણી પરનો સંયમ (‘ભાષાસમિતિ'), તે વાત તુલના ખાતર અહીં ઉલ્લેખવી ઘટે. સંયમ મૂલતઃ મનને ઠેકાણે રાખવાની બાબત છે. પણ બીજાનું મન અવ્યક્ત હોઈ તેનું નિયમન જે-તે વ્યક્તિના વાચિક અને કાયિક વહેવારના નિયમન દ્વારા થઈ શકે. એ દષ્ટિએ આ પ્રકરણની અને આ પછીના અધ્યાયમાં નિરૂપાયેલ પરશરીરહિંસારૂપ કાયિક વર્તનની ન્યાયિક મીમાંસા સાંસ્કૃતિક રીતે પ્રસ્તુત બને છે. પછીના એ અધ્યાયનું પ્રકરણ-નામ છે ઇ૬પાધ્યમ્ (કાયિક હિંસાની કઠોરતા). શીર્ષક સૂક્ષ્મ વાત કહે છે. આમ તો “દંડ’ રાજયની દૃષ્ટિએ તો કર્તવ્યરૂપ છે. આવો કર્તવ્યરૂપદંડ એ હિંસા નહિ, પણ હિંસાને અપ્રતિષ્ઠા આપવાનો હેતુલક્ષી સંયમિત ઉપાય છે. રાગ-દ્વેષ-મોહાદિથી મુક્ત રહીને જ રાજ્યતંત્રો દંડનો અમલ ‘શિક્ષા' (વર્તનની કેળવણી) રૂપે કરવાનો હોય છે. એ સિવાયનો દંડ રાજા અને તેના તંત્રની અપ્રતિષ્ઠામાં પરિણમે છે. તો ઉપર્યુક્ત પ્રકરણ-શીર્ષકમાં સૂચન એ છે કે એક નાગરિક જયારે બીજા નાગરિકના, પોતાની સાથેના સાચા કે માની લીધેલા અપરાધ બદલ મનમાની રીતે ન્યાય તોળવા કે બદલો લેવા તેના તરફ હિંસા આચરે છે, ત્યારે પ્રાય: તેમાં રાગદ્વેષનું કે આવેશનું નિયમન કરાતું ન હોઈને, એ વર્તન હિંસા-પ્રતિહિંસાનું વિષચક્ર ચલાવે છે. માટે તે તો વારવા જેવો અપરાધ છે. તેથી સરવાળે જે-તે અપરાધી વ્યક્તિનું પણ હિત સધાય છે, અને અન્યાયના સાચા, ટકાઉ, ઠરેલ ઉપાયની એની સમજણ પણ જાગે છે. બીજી વ્યક્તિને, એના દ્વારા આચરાયેલા અન્યાય માટે પ્રમાણસર દંડ કરવામાં આવતાં જો “મીયાં-બીબી રાજી” જેવો ઘાટ સંડોવાયેલી ઉભય વ્યક્તિઓ (કે ઉભય પક્ષો) વચ્ચે સર્જાય, તો ત્યાં નથી હોતો કોઈ ફરિયાદી કે નથી હોતો કોઈ આરોપી; માત્ર ઘીના ઠામમાં ઘી સમાઈ જાય છે ! અહીં દ્રાવું શબ્દનો અર્થ “સજા'. કરતાં પણ વધુ તો કારણસર કે અકારણ થતી “કાયિક હિંસા' વધારે પ્રસ્તુત સમજવાનો છે. વ્યક્તિ દોષિત હોય કે નિર્દોષ, પણ દરેક સંજોગમાં વ્યક્તિની કાયા પ્રત્યેની-સામાજિક કે સાંસ્કૃતિક અદબ જાળવવામાં જ શાણપણ અને હિતરક્ષણ છે. અગાઉ જોયેલ “સાહસરૂપ અપરાધ અને દંડપારુષ્ય એ બાહ્ય સ્વરૂપે ભિન્ન અપરાધો હોવા છતાં આંતરિક દોષની દૃષ્ટિએ એકરૂપ ગણાય. . અહીં જે વિશિષ્ટ હિંસન-પ્રકારો વર્ણવ્યા છે, તે પાછળનો ચિંતાવિષય જણાય છે દોષનો (હિંસાનો) ભોગ બનેલી વ્યક્તિને નિમિત્તે જન્મતી વ્યાપક સામાજિક વૈમનસ્ય ભભૂકવાની શક્યતા. નાની-મોટી પ્રત્યેક વ્યક્તિ સમાજરૂપી સુદઢ સાંકળની અનિવાર્ય કડી છે. તેથી એક વ્યક્તિની પણ બેદિલી (તનાવ, trauma) સામાજિક સૌમનસ્ય(પારસ્પરિક સદ્ભાવના)ના સમગ્ર વાતાવરણ પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374