________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૬૧
વિભાવના મુજબ સમાજનો પાયો સમધારણ (normal) વ્યક્તિજીવન છે, અને તેથી સરવાળે સ્વસ્થ વ્યક્તિજીવન આરાધ્ય મનાય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય રાષ્ટ્રવર્ધક મૂલ્ય મનાય છે. વળી જડ ભૌતિક બળ સમાજના નિયામક એકમાત્ર સમર્થ પરિબળ તરીકે પણ સ્વીકારાતું નથી. “બળ કરતાં કળ ચઢે” એ વધુ સૂક્ષ્મ ન્યાયને પારખીને સાચું રાજયતંત્ર અનેક પ્રકારે કળ વાપરીને – અલબત્ત, ચોક્કસ આવશ્યકતા પ્રસંગે ધિંગું બળ પણ પ્રયોજીને -- આવા કહેવાતા બળિયાઓને નિષ્ફળ બનાવી, એમનું વાસ્તવિક અસામર્થ્ય પ્રગટ કરીને, સમાજનાં દેખીતાં દુર્બળોમાં પડેલું જીવનવિધાયક, વિવિધલક્ષી અપાર સામર્થ્ય બહાર આણીને રાષ્ટ્રનું વ્યાપક કલ્યાણ સાધી શકે છે. આજે માત્ર માતેલાં દુષ્ટ રાજયમંત્રોના પીઠબળથી દંભપૂર્વક ફેલાવાતા ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના કહેવાતા સિદ્ધાંતો કે અભિગમો એ તો હકીકતે રાજયતંત્રોએ કાઢેલું સ્વકર્તવ્ય-પાલનનું પૂરેપૂરું દેવાળું જ છે એ સંસ્કૃતિઓના સાચા અભ્યાસી એવા સંવેદનશીલોને લાગ્યા વગર ન જ રહે.
કૌટિલ્યની સમગ્ર રાજધર્મવિભાવના(કલ્પના)માં ન્યાયતંત્ર ખૂબ અગત્યનું જરૂર છે, પણ રાજકર્તવ્યોનો એ અંશમાત્ર છે, અર્થનિર્માણરૂપ મુખ્ય રાષ્ટ્રીય પુરુષાર્થનું પૂરક સાધન છે એ વાત આપણે અગાઉ “અર્થશાસ્ત્ર' શીર્ષકની વિચારણામાં ધ્યાનમાં લીધી છે. અન્ય તંત્રોની જેમ ન્યાયતંત્ર પણ એના સામર્થ્યવાનું વિનીત અધિકારીઓ દ્વારા ચાલે છે અને સ્વયં રાજા પણ આવશ્યકતા મુજબ આત્યંતિક કિસ્સાઓમાં જાતે ન્યાયસ્થાપનાનું કર્તવ્ય બજાવે છે. રાજાની દિનચર્યામાં દિવસના આરંભનો જ એક કાળખંડ લોકોની સીધી ફરિયાદો સાંભળવા માટે નિયત કરાયો છે. સામાન્ય ન્યાયકાર્યોમાં ન્યાયતંત્રના સુપરીક્ષિત અધિકારીઓ દ્વારા થતો કાર્યનિર્વાહ ન્યાયમાં નિષ્ઠા અને કૌશલવાળા મનુષ્યોની વ્યાપક ખિલવટ કરીને બહુમુખી સંકુલ રાજકર્તવ્યોના નિર્વહણ માટે સંકલ્પબદ્ધ રાજાનો કીમતી સમય પણ ફાજલ રાખી શકે છે. રાજાની અધ્યક્ષતામાં રાજસત્તા અનેક ચુનંદા રાષ્ટ્ર-પુરુષોના બરોબરીભર્યા સહયોગ અને નિજ-નિજ પ્રબુદ્ધતાથી વિકેન્દ્રિતપણે સુંદર અને સરળ રીતે પ્રવર્તે છે.
આજે જેને દીવાની (civil) વિવાદો કહીએ છીએ, તેનો ન્યાય તોળનારા અમાત્ય-કક્ષાના અધિકારીઓ માટે “અર્થશાસ્ત્ર'માં “ધર્મસ્થ” એવો ખૂબ અનુરૂપ ગરવો શબ્દ વપરાયો છે, જે અન્ય પ્રાચીન રાજનીતિવિષયક ગ્રંથોથી અલગ પડતો જણાય છે. પ્રાચીનતર ગ્રંથોમાં પ્રવિત્ર એવો ન્યાયાધીશના હોદ્દા માટેનો શબ્દ મળે છે. પ્રત્ એટલે પ્રશ્ન કરનાર અને વિવી એટલે વિવેચન કે સમાલોચના (વિચારણાપૂર્વકનો નિર્ણય) કરનાર – એવા પદગત અર્થો સાથે ન્યાયાધીશના કાર્યનાં બે પાસાં આ શબ્દમાં સમાવિષ્ટ છે. કૌટિલ્ય નાગરિક-કાયદાઓ માટે પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં પ્રવર્તાવેલો ધર્મ' શબ્દ જ અપનાવીને, તે પરથી ન્યાયાધીશ માટે “ધર્મ અર્થે અર્થાત ધર્મ કે ધર્મશાસ્ત્ર મુજબના ફેંસલા માટે સ્થિરાસને બિરાજનાર’ એવા અર્થમાં “ધર્મસ્થ” શબ્દ યોજયો છે. અહીં સરખામણી સૂઝે છે “ઋગ્વદ'માંનાં અગ્નિસૂક્તો વગેરેમાં, “યજ્ઞાગ્નિના તાપ (ઘામ-ધર્મ) વચ્ચે બેસનાર ()' અર્થાત્ દેવોની ઉપાસના અર્થે યજ્ઞવેદીનો તાપ જીરવનાર ઋત્વિજો માટે વપરાતા ધર્મસત્ શબ્દ સાથે. ધર્મસ્થ” શબ્દ ન્યાયતંત્રના અંતિમ ધ્યેયને – ધર્મસ્થાપનાને – ચીંધે છે. ખોટા માર્ગે જઈ અન્ય પ્રત્યે અજ્ઞાન કે મજબૂરીથી અપરાધ આચરનારને તેના અપકૃત્યથી મળેલા સ્થળ પણ વિષમય બનેલા કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org