________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૫૧
ગરવી પ્રતિભાવાળી (કન્ત:પુરે તારા) હોય, તો તેણે રાજ્યતંત્રના ઉચ્ચ અધિકારીઓ(મહામાત્ર)નાં ઘરોમાં નિયમિત આવરો-જાવરો ઊભો કરી દેવો; એમાં જ એનું ગુપ્તચરકર્મ ચાલુ થઈ જાય. આવી સ્ત્રી-ગુપ્તચારિણીઓને પોતાની પ્રતિભાથી અને બુદ્ધિશક્તિથી રાજપુરુષો કે તેમના પરિવાર વિષેની ગુપ્ત માહિતી અને તેમના મનમાં ઊંડે-ઊડે રહેલા આશયો, વિચારો જાણી લાવવાનું અગત્યનું – બળથી નહિ, પણ કળથી જ સધાનારું – કામ સોંપવું જોઈએ. એમને પ્રાયઃ કોઈ ગુપ્ત ઉગ્ર પગલું ભરવાનું કામ સોંપવાનું અનુરૂપ ન ગણાય. એમની સુકુમારતાની જાળવણી જ એમની અગત્યની જાણકારી મેળવવાની સૂક્ષ્મતા અને એકધ્યાનતાનું રક્ષણ કરે છે. હા, સંદેશાની લાવ-લઈજાનું કામ જરૂર એમના માટે યોગ્ય ગણાય. કૌટિલ્ય અહીં પરિવ્રાજિકા ઉપરાંત ઉગ્રપંથી સંપ્રદાયોની શૂદ્ર મુંડનધારિણી સંન્યાસિનીઓ(મુઠ્ઠા: વૃષ:)નો પણ આવો જ ઉપયોગ કરવાની સંપ્રદાય-રાગ-મુક્ત, વ્યવહારુ ને કલ્પનાશીલ કહી શકાય તેવી દીર્ધદષ્ટિ બતાવી છે.
બીજા બે પુરુષ-જાતિના ગુપ્તચરો દેખીતી રીતે સામાજિક દષ્ટિએ અપરાધના છોછ વગરના કે મોતની પરવા વગરના (આજના આત્મઘાતી હુમલાખોરોની બરોબરીના !) મનુષ્યોમાંથી ઊભા કરવાની ભલામણ થયેલી છે. દુનિયા યુક્તી હૈ, સુજાનેવીના વાહિયે એ ન્યાયે રાજનીતિનાં અટપટાં લૌકિક કર્તવ્યો માટે ગ્રંથિમુક્ત, બુદ્ધિનિષ્ઠ, માનસપારખું દષ્ટિ જ ખપની ગણાઈ છે.
આ પૈકીનો એક પ્રકાર એવી પ્રકૃતિનો શૂરો એટલે કે ક્ષાત્રવૃત્તિવાળો કૌતુકજનક જનપદવાસી મનુષ્ય છે, જે શૌર્યકાળે પોતાના પ્રાણની જરા ય પરવા કરતો નથી અને પોતાના નિર્વાહ માટે હાથી કે અન્ય હિંસક પ્રાણી સાથે બાખડવા જેવા તમાશા કરવા માટે પણ થનગને છે. આવી વ્યક્તિને ગુપ્તચર તરીકે “તીક્ષ્ણ' (મારફાડિયો) બિરુદથી ઓળખવામાં આવે છે. પ્રથમ દષ્ટિએ જ પ્રશ્ન થાય કે ફરતા મુક્ત ગુપ્તચર તરીકે આવી વ્યક્તિની પસંદગી કેમ ઇષ્ટ મનાઈ હશે. ઠરેલપણે વિચારતાં એમ લાગે છે કે સમાજમાં તેને માટે અનુરૂપ કોઈ ધોરણસરના સામાન્ય વ્યવસાયના અભાવે, એવી ‘બાબરા ભૂત” જેવી વ્યક્તિ, આમ તો સમાજને પ્રાયઃ ત્રાસરૂપ જ બની શકે. તેને બદલે જવાબદાર રીતે અને આજ્ઞા મુજબ જ વર્તવું પડે તેવી ગુપ્તચર-પદની કામગીરીને નિમિત્તે, નવરાપણાની સ્થિતિમાં સમાજને અને સરવાળે પોતાની જાતને પણ ભારે પડી શકે તેવા આ પ્રકારના મનુષ્યને, આરંભમાં, રાજ્યતંત્રના કુશળઠરેલ તાલીમ-દાતા દ્વારા, તેના પ્રત્યેનો પ્રેમના અને સ્વીકૃતિના માધ્યમથી તેને સમાજવત્સલ બનાવાઈને. ‘તેને સોંપાયેલું ગુપ્તચરકર્મ રાજ્યતંત્રના એકંદર સર્વકલ્યાણપ્રવર્તક કાર્યકલાપના ભાગરૂપ છે' તેવું સમજાવાઈને તે પછી જ ચોક્કસ કામગીરીઓ સોંપાતી હશે. આ રીતે તેની પોતાના પ્રાણ પ્રત્યેની બેપરવાઈને પૌરુષયુક્ત ગુણ તરીકે ખપમાં લગાડી શકાય, અને તેના, સમાજને હાનિકર બને શકે તેવી વૃત્તિ-પ્રવૃત્તિના અતિરેકોને શમાવી શકાય. આમ એકસાથે વ્યષ્ટિ-સમષ્ટિનાં હિતરૂપ બે હેતુઓ સિદ્ધ થાય ! પ્રેમપ્રાપ્તિ અને તજજન્ય સામાજિકતા એ એવું દિવ્ય રસાયણ છે, કે તેનાથી ભલ-ભલા મનોજવરો અને વેષોને શમાવી શકાય. આ છે પ્રબુદ્ધ, લોકલક્ષી રાજનીતિની નિત્યનૂતન સંસ્કૃતિ-સંવર્ધકતા !
ગુપ્તચરકર્મની પોતાની આવશ્યકતાની દૃષ્ટિએ, આવા પ્રકારની વ્યક્તિ, ખાસ કરીને રાષ્ટ્રના વાજબી રાજકીય હિતને અને એકંદરે સમાજને નર્યા ઉપદ્રવરૂપ હોય તેવી, અસાધ્ય રોગી સમાન વ્યક્તિના ગુપ્તવધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org