Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 272
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૫૫ શકે છે. મનુષ્ય બાહ્યપ્રકૃતિવશ થઈ બૂરાઈ તરફ પ્રેરાયા છતાં, તેની મૂળ પ્રકૃતિ તો સારું-સાચું કરવાની જ છે તે વાત આવા જાગૃત તંત્રના જાપ્તા દ્વારા ફળે છે. આપણે માત્ર સૃષ્ટિમાં પ્રવર્તતા શુભતત્ત્વના વાહક બનવા જેટલાં નમ્ર બની રહેવાનું છે. અહીં એક બીજી વસ્તુસ્થિતિ પણ બરોબર સમજી લેવા જેવી છે કે મનુષ્ય સ્વયં પોતાની પ્રજ્ઞાથી શુદ્ધ-સમર્થ બને એ માર્ગ ટૂંકામાં ટૂંકો અને ઉત્તમ હોવા છતાં તે બહુ ઓછી વ્યક્તિઓને સુલભ હોય છે. એક સુભાષિતમાં લોકને માત્ર અનુકરણશીલ (ાતાનુમતિ) કહ્યો છે. એટલે સામાજિક જીવનના ગમતા લાભો પામવાની પ્રબળ ઇચ્છાથી પ્રેરાયેલી વ્યક્તિ તે ઇચ્છા ફળવા માટે જુદાં-જુદાં સ્તરના સામુદાયિક નિયમનોને અનિવાર્ય સમજીને અમુક અંશે, બીજાઓનું જોઈને પણ તે પાળવા જાતે રાજી થાય છે, અથવા તો વિવિધ પ્રકારની સામાજિક કે રાજકીય શિક્ષાઓના હળવા કે સહી શકાય તેવા ભયથી (માટુર એટલે કે હળવા ડરના મિશ્રણવાળી આમન્યાથી) પણ ધીમે-ધીમે તેને પાળતો થઈ જાય છે. તેનાથી તેને સાંસારિક લાભ તો થાય જ છે, પણ વધારામાં તેના આંતરવ્યક્તિત્વનો પણ વિકાસ થવા લાગે છે. એક તબક્કે, એ કદાચ પોતાના મોહના અને પ્રમાદના કોચલામાંથી નીકળવાની ભૂમિકાએ પણ પહોંચી શકે, અને પછી બાહ્ય ડર વિના પણ સ્વેચ્છાથી અને પાકી સમજથી નિયમનોને સ્વભાવમાં જ વણી લઈ સાચો સામાજિક (સમાજભક્ત) પણ બની શકે અને એવા નિયમનતંત્રના નિયમન-પ્રવર્તક સેવક તરીકે સેવા આપવા પણ તત્પર બની શકે. અહીં એ વાત તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે કે તંત્રકૃત બાહ્ય નિયમનો પણ મનુષ્યને વિચારવાની, અનુતાપ (પશ્ચાત્તાપ) કરવાની, સુધરવાની તક આપે તેવાં મધ્યમમાર્ગી અને માનવમાત્રના પાયાના આત્મગૌરવને ઊની આંચ ન આવવા દે તેવાં હોવા ઘટે. કેવળ નર્યા અવિચારથી સમાજને તત્કાલ અતિગંભીર હાનિ પહોંચાડવા તોળાયેલાં અપવાદરૂપ દુષ્ટ તત્ત્વો માટે જ પ્રાયઃ ગુપ્તપણે અજમાવવાનાં (ૌનિદ્રિ) આત્યંતિક નિયમનો (વિવિધ પ્રકારના ગુપ્તવધ) અપવાદરૂપે કદાચ ઉચિત ગણાય. સામાન્ય મનુષ્ય તો કાં તો પહેલેથી જ સમજીને આત્મસંયમપૂર્વક નિયમનો પાળે, કે પહેલાં માત્ર ભયથી નિયમનોને વશ વર્તી ક્રમશઃ એમાંથી આત્મસંયમનું મહત્ત્વ સમજતો થઈને છેવટે સ્વેચ્છાથી સહજ પાલન કરતો થઈ શકે. એ રીતે ઉત્તમ રાજાની નિશ્રામાં “તીર્થરૂપ ઉચ્ચાધિકારીઓએ રાગદ્વેષ વિના સામાજિક ઔચિત્યને સમજીને પ્રવર્તાવેલું, દેખીતી રીતે કડક એવું નિયમનતંત્ર સરવાળે સામુદાયિક એકરસતા, સંવાદિતા અને સ્વયંભૂ સંસ્કૃતિને પ્રસારીને રાષ્ટ્રની સમગ્ર પ્રતિભાને આત્મસંરક્ષક અને સ્વાધીન બનાવી શકે છે. (કદાચ તેમાંથી “અરાજક એટલે શાસક વગરના સ્વયંશાસિત પ્રબુદ્ધ સમાજનું દિવાસ્વપ્ન પણ મૂર્ત થઈ શકે !) ગુપ્તચરતંત્રમાં સર્વદા અને સર્વત્ર ગુપ્તતાનો મહિમા હોઈને, અગાઉ બતાવેલું તેમ ગુપ્તચરો અન્યોન્યને પણ ગુપ્તચર તરીકે ન ઓળખે (જેથી મળેલી ખરી બાતમીની વિકૃત રજૂઆતોની સંતલસ ન કરી શકે, તે તથા ગુપ્તચરનો સંદેશો લાગતા-વળગતા ઉપરીને વ્યક્તિગતરૂપે જ – મૂળ ગુપ્તચરે કે ગુપ્તચર-સાંકળની અંતિમ કડીરૂપ ગુપ્તચરે લીધેલી રૂબરૂ મુલાકાત દ્વારા – અથવા ગુપ્તચરોની ગુપ્તલિપિમાં વાહક ગુપ્તચર દ્વારા યથાસ્થાન પહોંચે તે જરૂરી છે. અધ્યાય ૧.૧૨ના છેવટના સાત શ્લોકો પોતાના રાજય દ્વારા પરરાજ્યોમાં નિયુક્ત થયેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374