________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
બહુરાષ્ટ્રીય ધંધામંડળીઓ અને તેનાં જ વાજાં વગાડનારાં વિશ્વ-વ્યાપાર-સંગઠન, વિશ્વબેંક, ‘ગેટ'કરાર વગેરેના લોકહિતનાશક ને સરવાળે તો આત્મઘાતી, બેવકૂફીભર્યા, લોહિયાળ અતિરેકોના જમાનામાં તો કૌટિલ્યની આ લોકચિંતા અને સાથે સૃષ્ટિચિંતા પણ કેટલી બધી સાચી છે !) આવો અધિક-ઉત્પાદન-કારી અધિકારી એવું વૃદ્ધિ સહિતનું સર્વ ઉત્પાદન રાજ્યને ચરણે ધરી દે તો પણ એનો અપરાધ નાના પાયે – ઓછું લોકશોષણ, સૃષ્ટિદોહન કરનારો હોય તો એને માત્ર ઠપકા દ્વારા રોકવો; પણ જો પ્રજા વગેરેનું દારુણ શોષણ ઇત્યાદિ ગંભીર દોષ હોય તો અપરાધ પ્રમાણે અનુરૂપ ઊંચો દંડ અવશ્ય કરવો. રાજ્યતંત્રનો સમગ્ર ખટાટોપ છેવટે તો કૌટિલ્યે જેને માટે તીર્થ (તારનાર) એવો ઊંચો શબ્દ વાપર્યો છે તેવી આમ-પ્રજાના રાષ્ટ્રહિતકર ઉત્થાન અર્થે છે એ પાયાની વાત કદી ન ભુલાવી જોઈએ. (આ સ્થિતિમાં ‘નેનો’-કાર જેવી વાતોને રાજ્યતંત્ર પોતાની ફરજ નેવે મૂકીને પોંખે અને લોક-શોષણ ભરપટ્ટ થાય તેમ લાલ જાજમ બિછાવે એવું તો શે બની શકે?) ભારતવર્ષે એની અસલ પરંપરામાં ધર્મ કે અધ્યાત્મ સાથે રાજનીતિનો અભેદ સાધ્યો છે.
—
ઉપર જે ધર્મ અને રાજનીતિના ઓતપ્રોતપણાની વાત કહી, તેને જ અનુરૂપ કહી શકાય એવી એક બીજી પણ ધ્યાનપાત્ર ચર્ચા આ નવમા અધ્યાયમાં જોવા મળે છે – તે છે આમ-પ્રજાના ધન-વ્યવહારની વ્યાપક સામાજિક જાણકારી અંગેની. આ મુદ્દો સાંસ્કારિક કે સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતો હોઈને કૌટિલ્યે એક વધારાની ભલામણ તરીકે જ નિર્દેશ્યો જણાય છે; રાજ્ય એમાં કોઈ તંત્રગત પગલાં ભરે એવું કૌટિલ્યને અભિપ્રેત નથી. પણ રાજ્યે સરવાળે વ્યક્તિ અને સમાજના જીવનની પરિશુદ્ધિ માટેનું અનુકૂળ રાષ્ટ્રીય માળખું તો ઊભું કરવાનું જ છે એવી કૌટિલ્યની પાકી સમજ આ મુદ્દો રજૂ કરવા પાછળ જણાય છે. આ અધ્યાયમાં આમ તો રાજ્યનિયુક્ત અધ્યક્ષોની જ અર્થશુદ્ધિની વાત છે. પણ સાથે-સાથે જાગૃત સમાજશાસ્ત્રી તરીકે કૌટિલ્ય રાજ્યને માત્ર પરોક્ષ રીતે આવી સામાજિક કામગીરીમાં પણ – કદાચ સ્વૈચ્છિક સામાજિક મંડળો દ્વારા – નિમિત્ત થવા પ્રેરે છે. આગળ જોયા પ્રમાણેની સમાહર્તાની કામગીરીમાં રાષ્ટ્રના ઘ૨-૨ના સર્વેક્ષણમાં પણ આ જીવંત તપાસ સાંકળી લેવાયેલી જ છે એ પણ ન ભુલાય.
Jain Education International
૨૧૭
પાયાનો મુદ્દો છે પ્રજાનો પોતાના ધન સાથેના વ્યવહારનો. જો એ વ્યવહાર નરવો કે સમતોલ હોય, તો તેમાંથી જ આવતા રાજ્યતંત્રના કર્મચારીઓના અર્થવ્યવહારો પણ નરવા રહેવાની મોટી સંભાવના રહે છે. ધનનો માલિક એકલો હોય કે પરિવારવાળો; પણ ધન વેડફવા માટે નહિ, પણ પ્રત્યેક પ્રાણના પૂરતા પોષણ માટે છે. વળી સમાજના વ્યાપક સહકાર વિના વ્યક્તિ પોતે કમાયેલ ધન પણ ન કમાઈ શકત. એથી મનુષ્ય ધનનો સામાજિક રખેવાળ (ટ્રસ્ટી) જ છે; વેડફનારો માલિક નહિ. એ દૃષ્ટિએ ધન સાથેના ત્રણ જાતના વહેવારો કરનાર વ્યક્તિ અટકાવવા પાત્ર બતાવાઈ છે : બાપદાદાથી ચાલ્યું આવતું બધું ધન અન્યાયથી એકલી જ હડપ કરી જનાર વ્યક્તિ તે ‘મૂલહર’. બીજી છે પોતે જેટલું ચાલુ ધન કમાય, તેમાંથી સહજ થતી બચત ન કરતાં બધી કમાણી આવ્યા ભેગી વાપરી નાખનાર. તેને ‘તાદાત્વિક’ કહી છે. ચાલુ જીવનની જ પરવા કરનાર તે તાદાત્વિક. (પશ્ચિમમાં ને તેમાં યે અમેરિકામાં અમેરિકનો તો આવી રીતે જીવવામાં માને છે ! ૨૦૦૮માં શરૂ થયેલી મહામંદીનું મૂળ આ ટેવમાં જ
For Personal & Private Use Only
www.jainelibrary.org