________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
૨૩૯
નિત્યપરીક્ષક બનાવી લાંબે ગાળે અપૂર્વ ગૌરવ અપાવે છે. અલબત્ત, રાજા અને રાજપુરુષોના અંગત રાગદ્વેષ પોષવાનું સાધન બનાવ્યા વિના તેને માન્ય ધોરણો મુજબ મોકળાશથી કામ કરતું રહેવા દેવું તે પણ અતિ આવશ્યક છે એ વાત પણ આ અંગેનાં નિરૂપણોમાં ગર્ભિત જણાય છે.
કૌટિલ્યની આ વિષયની ચર્ચાઓમાંથી તેમ જ પ્રાચીન ભારતીય રાજનીતિના અન્ય ગ્રંથોમાંનાં નિરૂપણોને આધારે, ગુપ્તચરનાં અત્યંત આવશ્યક લક્ષણોનું ચિત્ર પણ બરોબર ઊપસી આવે છે. આ તંત્રમાં અત્યંત વિશાળ પાયે અસંખ્ય ગુપ્તચરોને ભરતી કરવામાં આવે છે એ વસ્તુસ્થિતિ નભે છે તળપ્રજાઓમાં વ્યાપકપણે પડેલી સ્વયંભૂ અને રાજ્યતંત્રના ન્યાયી વ્યવહારોથી ખૂબ પોષણ અને સધિયારો પામેલી, સમાજ અને સમગ્ર રાષ્ટ્ર તરફની અતૂટ વફાદારી પર. સાચું જ બોલવું, કોઈનું બૂરું કરવું નહિ, સમર્થ સ્વામીની આજ્ઞા ઉત્તમ રીતે પાળવી, ‘લાખો મરજો, પણ લાખોનો પાલનહાર મરશો મા એવી જ્ઞાનપૂર્ણ દઢ રાજભક્તિ સેવી જાણવી, જે કામ કરવાનું હોય એ કામ તંતોતંત વિગતે જાણીસમજી લઈને, એ પાર પાડવા માટે પોતાનામાં ખૂટતું કૌશલ પણ નવેસર આપસૂઝથી કે બીજાની મદદથી કેળવી લઈને તે કામ ઉત્તમ રીતે જ કરવું – આવા ધિંગા ગુણોની સમૃદ્ધિ, જુદી-જુદી, પણ નરવી પોતપોતાની આગવી કોમી જીવનપદ્ધતિવાળી તળ પ્રજાઓમાં અચૂક હોય છે – જેમ વનસ્પતિઓમાં આગવાં શ્રેષ્ઠ વર્ગો, આકારો, સ્પર્શી, સુગંધો, સ્વાદો અને દિવ્ય પોષણશક્તિ સ્વયંભૂ હોય છે. અલબત્ત, માનવસ્વભાવ મુજબ ક્યારેક આમાંની છૂટીછવાયી વ્યક્તિઓનો પગ ઉપર્યુક્ત સચ્ચાઈના રસ્તેથી ખડી પડે એવું બને. પણ ‘તેજીને ટકોરો' એ ન્યાયે બીજા દ્વારા ટપારાવાથી કે વાજબી શિક્ષા પામવાથી ને કદીક પોતાના જ ખટકાને લીધે, આવાં સ્કૂલનો જલ્દી ઉકેલાઈ જતાં હોય છે. નિરક્ષર પ્રજાઓ હાડથી અશિક્ષિત નહિ, સુશિક્ષિત અને નવું-નવું શીખવા તત્પર હોય છે. એક વાર એમની શક્તિને પારખીને, એને થોડી નાથીને એમને કોઈ કામગીરીમાં વિશ્વાસથી જોતરવામાં આવે તો કામ ઉત્તમ રીતે પાર પાડે તેવી એ હોય છે. અલબત્ત, વફાદારી નિભાવવા ગુપ્તચરે કામ, ક્રોધ, લોભ, ભય જેવા વિનાશક આવેગોને પ્રયત્નથી સતત વશમાં રાખવા પડે છે. વળી વિપુલ શારીરિક કે માનસિક ફલેશ જીરવવાની શક્તિ પણ ગુપ્તચર્યાના અટપટાં કર્તવ્યો પાર પાડવા માટે જરૂરી બની રહે છે. અવાર-નવાર ભૂખ-તરસ, માનઅપમાન, દિવસ-રાત જોયા વગર તેણે પોતાનું કર્તવ્ય પાર પાડવું પડે છે. કાર્યની ચોક્કસ ઘડી ચૂકવાનું ગુપ્તચરને પાલવી ન શકે. મુખ્યત્વે રાષ્ટ્રનાં દુષ્ટ તત્ત્વોને નાથવા અંગેની જ કાર્યવાહીઓ ગુપ્તચરે કરવાની હોઈ અવાર-નવાર તેણે પ્રાણના જોખમે પણ કામ કરવાનું હોય છે. આવાં કાર્યોમાં તત્પરતાથી જોડાનાર તળ મનુષ્યની જન્મજાત બેઠી સચ્ચાઈ અને નિષ્ઠા જ તેમને આ બધા કષ્ટ વચ્ચે અકથ્ય આત્મબળ આપે છે. તેને લીધે જ રાજયતંત્રને આ પાયાની કામગીરીમાં જબરું પીઠબળ મળી રહે છે.
અહીં ગુપ્તચરની ખૂબ જ ચાવીરૂપ મહત્ત્વની અને સતત ઝળુંબતાં શક્ય બધાં સ્મલનસ્થાનોથી મુક્ત રાખવા લાયક કામગીરીને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જોઈએ કે ઉપર કહી તેવી આમપ્રજાની એકંદાર વિશ્વાસ્થતા એક વાત છે, પણ જે-તે ગુપ્તચરની તે-તે કાર્યક્ષણે તંતોતંત વફાદારીની અચૂક જાળવણી બીજી વાત છે; કારણ : ભલભલા મનુષ્યનું ચિત્ત ક્વચિત્ અંદરથી, ક્વચિત્ બાહ્ય કારણોથી બદલાઈ શકે છે. મનુસ્મૃતિ'નું પેલું વચન ફરી સ્મરીએ : “ચોખ્ખો મનુષ્ય ખરેખર દુર્લભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org