Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 212
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૫ વ્યાવસાયિકમાં પણ મુલ્ક પ્રત્યેની સાંસ્કૃતિક અદબ અને પ્રજાનિષ્ઠા અવશ્ય હોય. વળી બીજી બાજુએ જોઈએ તો જે જરૂરિયાતો પાયાની કે અનિવાર્ય સિદ્ધ થઈ હોય, તે પ્રજા-સંખ્યા મુજબ વિપુલ માત્રામાં પેદા થાય તેવું વ્યાપક અને કાળજીભર્યું આયોજન પણ હોવું જોઈએ. આયોજકોના કેવળ બુદ્ધિદોષને કારણે ખોટી અછતો અને તેને પગલે ઘોર નફાખોરી ન જ ઊભી થવી જોઈએ. વળી ઉત્પાદનની સ્થાનિકતાનો પણ જડ આગ્રહ કૌટિલ્યમાં જરા પણ નથી. પરદેશ સાથે અને સ્વરાષ્ટ્રના વિવિધ મુલ્કો વચ્ચે રાષ્ટ્રોપયોગી માલની આયાત-નિકાસનો, વેપારી સાહસથી સાધ્ય સંબંધ તો પ્રાચીન ભારતમાં ખૂબ વિકસિતરૂપે સાંસ્કૃતિક અનુરૂપતા સાથે બંધાતો રહ્યો હતો એ તો પ્રાચીન ભારતીય વિપુલ સાહિત્ય અને લોકપરંપરાઓ પણ રંગીન રીતે બતાવે છે. આ માટે અર્થશાસ્ત્રનું નાનકડું રાષ્ટ્રીય પુરવઠા-અધિકારી (પુષ્પાધ્યક્ષ) અંગેનું પ્રકરણ (અધ્યાય ક. ૨.૨૬) પણ જોવા જેવું છે. કોઈ પણ માલની અછત પેદા ન થાય, સંગ્રહખોરી ન થાય અને સર્વપોષક ભાવનિયમન જળવાય તેવી રાષ્ટ્રીય નીતિ તેણે પ્રવર્તાવવાની છે. “વાર્તા”-વિદ્યામાં વેપાર(વા )નો સમાવેશ, સાત રાજયમંત્રીય આવક–સ્રોતોમાં વણિપથની પણ ગણના, વેપારી સાર્થ પ્રત્યેનાં રાજયકર્તવ્યોના ઉલ્લેખો, જનપદમાં પણ નાના કે મધ્યમ નગરોને મળેલું સમુચિત સ્થાન, શુ ધ્યક્ષ: (અ.ક્ર.૨.) અને સુ વ્યવહાર: (અ.ક્ર. ૨.૨૨) એવાં, વેપારી માર્ગવેરા (જી)સંબંધી બે વિસ્તૃત પ્રકરણો, સુનામીનપૌતવમ્ (અ.ક્ર. ૨.૨૬) પ્રકરણમાં તોલ-માપનાં સુવિકસિત કડક રાષ્ટ્રીય નિયમનોની વાત – આ બધાં પર સ્ટેજ નજર નાખતાં પણ સમજાય છે કે વિવેકપૂર્વક વિકસિત એવા ગરવા વેપાર, આયોજનબદ્ધ ઉદ્યોગો, વિદેશો સાથે ઠરેલ છતાં ઊંચા ગજાની હિંમતથી સધાતા વેપારી સંબંધો – એ બધાંને પણ સમુચિત સ્થાન કૌટિલ્યની કલ્પનાના અર્થતંત્રમાં છે જ છે. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે “જનપદ' એટલે કે આખા રાષ્ટ્રમાંનાં સર્વ ગામોનગરોનું એક આ લક્ષણ કૌટિલ્ય બતાવ્યું છે : સાર-ચિત્રવિદુપN:, અર્થાત્ એમાં સર્વત્ર જીવનજરૂરિયાતની ચીજો વિપુલ પ્રમાણમાં તો હોય, પણ તે ય ઉત્તમ ગુણવત્તાવાળી (સર) અને વૈવિધ્યસભર હોય. આટલામાં તો કૌટિલ્ય ઘણું-ઘણું સૂચવી દીધું છે. આજે આપણી કહેવાતી લોકશાહી સરકારો ક્યાં ઊભી છે ?) અર્થતંત્રના સમગ્ર સ્વરૂપ અંગે આવી સમતોલ વિચારસરણી સમજી લીધા પછી, કૃષિપ્રધાન તળ જનપદના ગ્રામપ્રદેશનું કૃષિવિષયક આયોજન પણ કેવું નિયમબદ્ધ અને એકંદરે માનવજીવનને સમૃદ્ધ અને સુખ-શાંતિ-સંતોષથી ભર્યું ભર્યું કરનાર હોઈ શકે તેની ઝલક મેળવવા અગાઉ ફરી-ફરી ઉલ્લેખેલું અધ્યાય ક. ૨.૨માં મળતું “વનપનિવેશ:' એ પ્રકરણ તપાસવા જેવું છે. એની સમજવા લાયક વિગતો જોઈએ : ગામ સોથી માંડી પાંચસો જેટલાં કુળોનું બનેલું હોય. કોઈ પણ ગામ અન્યોન્યના સહયોગ સહિતના પ્રત્યેક કુળના જિંદાદિલીભર્યા પુરુષાર્થ પર વિકાસકાર્યોના સમગ્ર ચક્રને બરાબર પૂરું કરી શકતું હોય છે. એ દષ્ટિએ વસ્તીપ્રમાણ સમતોલ, સર્વાગી અને સહયોગી સંબંધોને અનુકૂળ હોય તે ખૂબ ઇચ્છનીય છે. વસ્તી વધારે પાંખી હોય કે વધારે ગીચ હોય તે બંને સ્થિતિ હાનિકારક હોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374