________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
પશુપાલનની પ્રવૃત્તિ કરીને માનવજીવનને નૈસર્ગિક રાહે સર્વાંગી રીતે પોષવાનું છે. એ જ મનોવૃત્તિથી કૌટિલ્યે કૃષિ માટે અયોગ્ય ગણાયેલી જમીનોની પણ પૂરેપૂરી નૈસર્ગિક સુષુપ્ત શક્તિને બહાર આણવાની ઉપાય-પરંપરાના ભાગ તરીકે ‘ભૂમિછિંદ્રાવિધાનમ્’(ભૂમિચ્છિદ્ર એટલે ભૂમિમાં પડેલા કાણા સાથે સરખાવી શકાય તેવી સાવ બિનઉપજાઉ જમીન અને અપિધાન એટલે આચ્છાદન; એથી સમગ્ર અર્થ : બિનઉપજાઉ જમીનને ગોચર, વન આદિથી હરિયાળાં વસ્ત્ર પહેરાવવાં તે) નામના અધ્યાય ક્ર. ૨.૨માં કેટલુંક નમૂનારૂપ માર્ગદર્શન રજૂ કર્યું છે. વાત્સલ્યસભર પશુપોષણ અર્થે ગોચરો એટલે ગાય વગેરે પાલતુ પશુઓ ફરીને ઘાસ વગેરે વાગોળી શકે તેવા ઘાસ-ઢાંક્યા પ્રદેશો તૈયાર કરવા તે એક કુશળ કર્મ. બીજું સંસ્કૃતિ-સંવર્ધક કામ છે વધુમાં વધુ ‘ગોરુત’-માપનાં (ગાયોનું ‘રુત’ એટલે કે તેમનો ભાંભરવાનો અવાજ પહોંચે તેટલા માપનાં આશરે બે હજાર ધનુષુ એટલે કે આઠ હજાર ફૂટ કે તેટલા હાથ જેટલાં લાંબાં), વેદાધ્યયન અને સોમયજ્ઞોને યોગ્ય એવાં તપસ્વીભોગ્ય તપોવનો ખિલવવાનું. વળી તેટલા જ માપનું, એક પ્રવેશદ્વારવાળું, ચોપાસ ખાઈથી રક્ષાયેલું, જેમાં વિવિધ વૃક્ષો-ઝાડીઓ મીઠાં ફળ આપતાં રહેતાં હોય તેવું, કાંટાળાં ન હોય તેવાં વૃક્ષોથી જ ભરેલું, છીછરાં જળાશયોવાળું, મૃગ અને પાલતુ પશુઓ સંયમમાં રહેતાં હોય તેવું, જેમાંનાં હિંસૢ પશુઓનાં દાઢ ને નખ ભાંગી નાખ્યાં હોય તેવું, શિકારયોગ્ય હાથી-હાથણી-મદનિયાંવાળું મૃગવન (પ્રાણીવન) રાજાના વિહાર અર્થે આકારવું-ઉછેરવું. તેની પડખે યા અન્ય અનુકૂળ ભૂમિમાં સર્વ પ્રાણીઓને અભય આપતું ‘અભયારણ્ય’ સ્થાપવું. (‘અભિજ્ઞાન-શાકુન્તલ' નાટકમાં આવાં પડખે આવેલાં બે ભિન્ન વનોનો ચોખ્ખો ઉલ્લેખ છે.) આ થયા ભૂ-પ્રદેશોના સાંસ્કૃતિક ઉપયોગો. તે સાધીને બાકીની આવી જમીનોમાં રાજ્યતંત્રને અને તે દ્વારા સરવાળે પ્રજાજીવનને સંપન્ન કરે તેવાં દ્રવ્યવનો અને નાગવનો (નાગ એટલે કે હાથીઓ વિપુલ સંખ્યામાં ઉત્તમ રીતે ઊછરે તેવાં વનો) વિકસાવવાં. હાથીઓ તે કાળે સૈન્યના વિજયદાયી અંગ તરીકે બાણભટ્ટ કહે છે તેમ ‘ફરતા કિલ્લાઓ’ તરીકે ગણાતા તે વાત અગાઉ કહી જ છે. (અગાઉ આપણે નોંધ્યું હતું કે ગ્રંથમાં ક્યાંય વનાધ્યક્ષનો ઉલ્લેખ નથી, પણ અહીં તેની વિસ્તૃત કામગીરીનો ઉલ્લેખ તો ખૂબ રસપ્રદ વિગતે છે જ !) હાથીઓના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ અધ્યાયમાં નાગવનોના અનેક પ્રકાર, હાથીઓની સંખ્યાગણતરીની રીતો, તેની વિગતવાર નોંધણી, વિશેષજ્ઞોની સલાહ મુજબ સૈન્ય-યોગ્ય હાથીઓનું ગ્રહણ ઇત્યાદિ અનુભવસિદ્ધ વ્યવહારુ વાતો નિરૂપી છે. પ્રકૃતિ પ્રત્યેનો સંપૂર્ણ વિનયધર્મ અને જતનધર્મ જાળવતું, સંસ્કૃતિના મોભરૂપ સાધક-શ્રેષ્ઠોને સવિશેષપણે પોષતું, એકંદરે સર્વ પ્રાણીઓ અને મનુષ્યોની ભારે અદબ જાળવતું અને તો યે ‘મહત્તમ કુલ સ્વદેશી ઉત્પાદન' (Gross Domestic Production G.D.P.) કરતું અને તે ય સંપૂર્ણ પ્રદૂષણરહિત, ‘કાર્બન-ક્રેડિટ'ના દંભી રાજકારણ વગરનું કેવું માનવીય ચિરંતન (sustainable) અર્થતંત્ર ! અને તેનું વિદેશ સાથેનું માથાદીઠ રાષ્ટ્રીય દેવું કેટલું ? આવા રાષ્ટ્રને દેવું કરવાની નવરાશ હોય તો તે ગણવાની નવરાશ કાઢવી પડે ને !
૨૦૦
1
-
ઉપર બતાવ્યું તેમ, કૃષિ-પશુપાલન સાથે આ પ્રકારે બિન-ઉપજાઉ ભૂમિને પણ મનુષ્યના નિસર્ગાનુકૂળ સમર્પિત પુરુષાર્થથી સમૃદ્ધ આચ્છાદન મળતાં, મનુષ્ય-સંસ્કૃતિને પુનઃપ્રાપ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org