________________
૨૦૪
કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
સંજોગોમાં શ્રદ્ધેય પ્રતિમાની જેમ જાળવી રાખવાનું જ સૂઝે છે; રોજના કારોબારમાં ખર્ચવાનું કે ઉડાવી મારવાનું નહિ. તેથી ઊલટું, માત્ર બળજોરીથી આંચકી લીધેલી, બીજાના પરિશ્રમના ફળરૂપ સંપત્તિ દ્વારા નિર્મિત કોશ સમાજમાં માત્ર પારકામાં જ નહિ, પોતાની જાતમાં પણ અવિશ્વાસ (!), કપટ, ભયજન્ય હિંસા અને કાયમી અશાંતિનું જ નિમિત્ત બને છે. આજે વ્યાપક બનેલા ત્રાસવાદના મૂળમાં આવી અન્યાયોપાર્જિત સંપત્તિ જ કારણરૂપ છે; એને “લક્ષ્મી' કહી શકાય નહિ. વળી “જેવો રાજા તેવી પ્રજા” (યથા રીના તથા પ્રજ્ઞા) એ અનુભવસાર મુજબ, જો રાજા જ પોતાનો કોશ અન્યાય અને જુલ્મથી ભરવાનું રાખે, તો પ્રજા પણ એવું જ કરતી થઈ જશે. તેવો કહેવાતો સમાજ નથી હોતો સલામત, નથી હોતો ખુશાલ, નથી હોતો ટકાઉં. - અહીં ‘પૂર્વજો દ્વારા ધર્મથી અર્જિત (પ્રાપ્ત)' કોશને માન્ય એથી ગયો છે કે હાલના રાજાનો જ એ વંશ છે (અથવા ક્વચિત્ અન્ય સ્વસમાન અને મૈત્રીપૂર્ણ વંશ); તેથી નવા રાજા માટે, પોતે તે પૂર્વજોના સંસ્કારવારસાને પણ ઝીલવાની પ્રતિજ્ઞારૂપે આવા કોશનો વારસો સ્વીકારવો એ હકથી થ વિશેષ તો એને સાચવવા-વધારવાના કર્તવ્યના સ્વીકારરૂપ બની જાય છે. વળી એ કોશ તો રાજાનો અંગત વારસો નથી, પણ પ્રજાહિતને સમર્પિત નિધિ છે, થાપણ છે. રાષ્ટ્ર પરની કટોકટીમાં પણ સમૃદ્ધ કોશ જ એને પાર કરવાનું સાધન હોઈને રાજયતંત્રને પ્રતિક્ષણ એના અસ્તિત્વની આવશ્યકતા રહે છે.
કોશ કોઈ પણ કારણોસર જો વારસામાં ન મળ્યો હોય, તો રાજાએ પોતે ગાદી પર આવતાં જ તે ઊભો કરવો પડે એ વાત પણ સમજાય તેવી છે. પૂર્વજો પાસેથી વારસામાં મેળવેલા કોશ કરતાં આવો સ્વ-અજિત કોશ ચઢિયાતો ગણાય – એવું પણ હંમેશા હોતું નથી; કારણ કે સ્વઅર્જિત કોશ પણ એકલા રાજાના પરાક્રમનું નહિ, પણ સમગ્ર રાજયતંત્રની ગુણવત્તા અને કાર્યદક્ષતાનું ફળ હોય છે. ખરો મહિમા મનુષ્યની નિર્મળ અને પ્રતાપવંતી પ્રતિભાનો છે. એવી પ્રતિભા હશે તો પૂર્વજોથી પ્રાપ્ત કોશ સાચવવા-વધારવામાં અને જરૂર પડ્યે પૂરી હિંમત અને વિવેકતાથી તે પૂરેપૂરો વાપરી છૂટવામાં પણ એનો પૂરેપૂરો પરચો મળવાનો જ છે.
પ્રથમ લક્ષણમાંના “કોશ ધર્મથી ઊભો કરેલો હોવો જોઈએ' એવા આગ્રહને પણ સમતોલ રીતે મૂલવવાની જરૂર છે. જે ધારણ કરે, જીવનને પૂર્ણપણે ટકાવે તે ધર્મ – એવી વ્યાખ્યા જો સમજાઈ જાય તો બુદ્ધિનિષ્ઠ વ્યક્તિ ધર્મને વ્યવહારુપણાનો જ પર્યાય માની સાંસારિક કાર્યક્ષેત્રે તેને સફળતાનો સાચો માપદંડ જ માનશે. ધર્મ સરવાળે મિત્રો જન્માવે છે, અધર્મ શત્રુઓ. તેથી રાજયતંત્રના અંગરૂપ કોશ એકંદરે ધર્મથી જ સંચિત થયેલો હોય તે રાજયતંત્ર અને રાષ્ટ્ર બંનેનાં સ્થિર અસ્તિત્વ અને સુખશાંતિ અર્થે અને એના પીઠબળે શક્ય એવા નિત્યનૂતન વિકાસ અર્થે નિઃશંક રીતે ઇચ્છનીય છે. સમર્પિત રાજા અને રાજ્યતંત્રને માટે કોશ ધનપરસ્તીનું ફળ હોય તે ય ઇષ્ટ નથી કે વધુ ને વધુ ધનસંચયનું સાધન પણ નથી. એ તો છે રાષ્ટ્રની સર્વહિતકર વિજયિતા અને કલ્યાણનું પવિત્ર સાધન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org