________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
અને વેશ્યાપોષકો પાસેથી, પશુઓની બાબતમાં કુલ પશુમાંથી નિયત કરેલા વિવિધ દ૨ મુજબ ઉછેરાયેલા પશુઓના ભાગ મેળવવા અને વેશ્યાપોષકો પાસેથી વેશ્યા યુવતીઓ પૈકીની રાજસેવાક્ષમ શ્રેષ્ઠ રૂપ અને યૌવન ધરાવતી વેશ્યાઓ રાજમહેલ માટે મેળવી આડકતરી કોશવૃદ્ધિ કરવી. (વેશ્યાસંસ્થા તત્ત્વતઃ સામાજિક બદીરૂપ હોવા છતાં, રાજ્યતંત્ર સામાજિક નૈતિકતા બાબત સુધારક બની બેસે તે તેના પોતાના ચોક્કસપણે ભિન્ન સ્વરૂપના કાર્યક્ષેત્રની દૃષ્ટિએ તેને માટે અનધિકાર ચેષ્ટારૂપ બની રહે અને ક્યારેક અનર્થને ઊલટો વધારનાર બની રહે. તેવો સુધારો સંતોની વિશુદ્ધ પ્રેરણા અને વ્યાપક સામાજિક જાગૃતિ દ્વારા જ થઈ શકે. રાજ્યતંત્રે તો સમાજમાં વત્તે-ઓછે અંશે રૂઢ બની ગયેલી બદી વધુ અનર્થ ન કરે તેની અને જો તેની સામે કોઈ સામાજિક જાગૃત આંદોલન ઊઠે તો તેને માટે સુરક્ષા અને અનુકૂળતાઓ પૂરી પાડવાની જ ફરજ રહે. રાજ્યતંત્રનો નૈતિક અતિ-ઉત્સાહ પણ આજના તાલિબાનો જેવો મહા-અનર્થ સર્જી શકે !)
૨૧૦
આપત્તિકાળે પણ આવા ભાગવૃદ્ધિપ્રયોગો એક જ વાર કરવા; વારંવાર નિહ.
એક શક્ય ઉપાય એ છે કે આમ-પ્રજા પાસેથી રાજ્યે કરવાના કોઈ પ્રજાકીય કાર્યનું નામ પાડીને તે માટે દાન માગવાં. પ્રજાને પાણી ચઢાવવા રાજ્યના ગુપ્તચરો ખૂબ મોટી રકમ આપવાની જાહેરાત (દેખાવ-પૂરતી) કરે. છાત્રવેષધારી (ાટિવ્ઝ) ગુપ્તચરો ઓછું દાન આપનારની નિંદા કરે. વળી ધનિકો પાસેથી તેમની સંપત્તિના પ્રમાણમાં દાનધન માગે. પ્રેરણા અર્થે દાનના પ્રમાણમાં દાતાઓને વિવિધ માન-ચાંદ વગેરે આપવાની પણ જાહેરાત કરવી. તે ધોરણો મુજબ યા સ્વેચ્છાએ જે આપે, તેના પ્રમાણમાં પદવી, છત્ર, સાફો, આભૂષણ વગેરે માનાર્થે આપવાં.
આપણે જોયેલું કે ધર્મતત્ત્વમાં પાકી અને ઊંડી શ્રદ્ધા ધરાવતા કૌટિલ્ય પણ અંધશ્રદ્ધા કે અર્ધદગ્ધ/ઉપરછલ્લી શ્રદ્ધા પર નભતી લૌકિક ધર્મભાવનાનું ઊંચું તાત્ત્વિક મૂલ્ય ન આંકતા હોઈ, તેવી ધર્મભાવનાનો રાજકીય વાજબી હેતુની સિદ્ધિ અર્થે, કશા નૈતિક ખટકા વિના ઉપયોગ કરવામાં કોઈ દોષ જોતા નથી. એમના આવા અભિગમમાં ક્યાંય સાચી ધર્મભાવનાનો પ્રજામાંથી ઉચ્છેદ થાય તેવી યુક્તિ-પ્રયુક્તિઓ તો નથી જ હોતી. કૌટિલ્ય ચિત્ત-વિજ્ઞાની તરીકે એટલું બરાબર સમજેલા છે કે લૌકિક રૂઢિગત કહેવાતા ‘ધર્માચારો'માં અજ્ઞાનજન્ય કલ્પનાનું, ભય વગેરે રૂપ ઉત્તેજનાઓનું કે ઉપરછલ્લી ભાવુકતાનું તત્ત્વ મુખ્ય હોય છે. એટલે એવી ધર્મભાવનાને ઉત્તેજીને ધન ભેગું કરવાનું પણ સરળ બની જાય છે. રાજપુરુષો કૃત્રિમ યુક્તિઓથી ક્યાંક મહિમાયુક્ત વૃક્ષ, ક્યાંક સ્થાનક વગેરે ખડું કરીને યા દેવતા-પ્રકોપનાં બાહ્ય લક્ષણો ઊભાં કરીને લોકોને, કાં તો ભક્તિથી, કાં તો ભયમાંથી રક્ષણ મેળવવા ધનદાન કરવા માસૂિક રીતે તૈયાર કરી દે છે. એ રીતે પણ કોશને અમુક અંશે ભરી શકાય છે.
વળી, આજે જેમ સરકારો ધર્મસ્થાનોના સંચિત વિપુલ ધન પર રાષ્ટ્રહિતની દૃષ્ટિએ નજર રાખતી હોય છે અને રાષ્ટ્રીય કટોકટીમાં એના પર નિયંત્રણો લાવી એમાંનો પૈસો છૂટો કરાવવાના ઉપાયો કરે છે, તેમ અહીં પણ રાધધાનીનાં અને જનપદનાં દેવમંદિરોમાંના સંચિત ધનને મંદિરખાતાના રાજ્યાધિકારી દ્વારા એકજથ્થુ કરવાનો આદેશ, કોશની અને રાષ્ટ્ર પરની કટોકટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org