________________
૧૬૬
કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
પ્રવર્તાવી શકે તેનું સત્યદર્શન-આધારિત અને તેથી સાકાર થઈ શકે તેવું આ એક સ્વપ્ન છે. પથભ્રષ્ટ, ત્રસ્ત સર્વ પ્રજાઓ અને રાજ્યતંત્રો ધારે તો એમાંથી સાચા ઉદ્યમનો રાજપથ પામી શકે એમ છે. ગ્રંથનું આ વિધાન નિરંતર વિકાસશીલ સાંસ્કૃતિક રાજનીતિનાં દ્વાર ખોલે એવું છે. આમ તો કૌટિલ્ય પોતાની કોઈ અસાધારણતાનો દાવો નથી કરતા કે ગ્રંથમાં તે-તે વિષયોનાં નિરૂપણોમાં પૂર્વપરંપરાઓનો અનાદર પણ નથી કરતા; તો પણ સહજપણે કેળવાયેલી પોતાની સર્વક્ષેત્રીય મૌલિક દૃષ્ટિ, આખા ગ્રંથમાં, અનેક સ્થળોએ અનેક વિષમ પૂર્વપક્ષોની આદરભરી રજૂઆત કરીને પણ પોતાના ઠરેલ મત દ્વારા રજૂ કરતા રહે છે. એ દ્વારા તેઓ આશાસ્પદ માનવીય રાજનીતિ માટેની પોતાની શાંત ઉદ્યમશીલતા પણ દર્શાવે છે. અન્ય આધારો પરથી, અગાઉ આપણે જોયું છે તેમ, તેઓએ રાજનીતિને જીવનની કાયમી કારકિર્દી તરીકે પસંદ નહોતી જ કરી. પોતે નિષ્ઠાથી અને નિત્ય-અનુષ્ઠાનથી શ્રોત્રિય બ્રાહ્મણ તરીકે જ જીવતા હતા. સાવ અપરિગ્રહી જીવનશૈલી હતી. તેમ છતાં દેશ-કાળ પ્રમાણે જેમાં પોતાને લોકસેવાધર્મ બજાવવો આવશ્યક લાગ્યો, ત્યાં હૃદય, બુદ્ધિ અને દેહના પૂરા સમર્પણ સાથે ઉત્કટ કર્મયોગ યજ્ઞભાવનાથી આચરી બતાવ્યો. બરોબર તપાસવામાં આવે તો જગના ઇતિહાસોમાં જે પુરુષોએ કૌટિલ્યની જેમ નરી કર્તવ્યભાવનાથી, બિનવ્યાવસાયિક રીતે, પણ પૂરી સર્વાગી સજ્જતા સાથે, રાજનૈતિક ક્રાંતિધર્મ પ્રાસંગિક રીતે બજાવી જાણ્યો છે, તેઓએ જ સંસ્કૃતિની પાયાની સેવા કરી છે. બાકીનાઓએ તો રાજનીતિથી પોતાના સાંકડા સ્વાર્થો અર્થે પ્રજાઓને ઇંધણરૂપે જ વાપરી છે.
આ સમગ્ર દૃષ્ટિ રાખીને હવે રાષ્ટ્રજીવનના તે-તે ક્ષેત્રમાંની કૌટિલીય અર્થશાસ્ત્ર'માં નિરૂપાયેલી કાર્યવાહીઓનું સાંસ્કૃતિક પરીક્ષણ કરીએ.
(૧) કાયદો-વ્યવસ્થા જાળવનારું રાષ્ટ્રવ્યાપી વહીવટી તંત્ર અંગ્રેજીમાં એક વિચારણીય વચન છે : “To know all is to forgive all” (અર્થાત્ સર્વ કોઈ વિષે સમગ્રપણે વ્યાપક જ્ઞાન મેળવતાં સર્વ પ્રત્યેનો ક્ષમાભાવ પ્રગટે છે), જીવમાત્ર પ્રત્યેનો, બાહ્ય નિમિત્તથી નિરપેક્ષ એવો સહજ પ્રેમાદર તે દરેકની ચાલુ હાલત અને તેમનાં મૂળ સ્વરૂપ માટેની જિજ્ઞાસા જગાડે છે, અને તે સમભાવયુક્ત જિજ્ઞાસા સંતોષાતાં જ આપોઆપ સર્વ સદોષનિર્દોષ જીવો પ્રત્યે સમભાવ, પ્રેમ અને કરુણા જાગે છે. એ જ્ઞાન મુજબ સદોષનું નિયમન અને નિર્દોષને પરિપોષણપૂર્વક પ્રોત્સાહન (પરિત્રાણાય સાધૂનાં વિનાશાય રે સુતા...ભ. ગીતા ૪.૮ મુજબ) પણ, સમભાવમાંથી કે સભાવમાંથી ચળ્યા વગર, અવશ્ય આચરી શકાય છે. આમ એકંદરે, બીજા વ્યાખ્યાનમાં ઉલ્લેખેલી લોકપૂજકતાને જ સમર્થ રાજ્યતંત્ર, પોતાનું પ્રવાહપ્રાપ્ત નિયમનકાર્ય આચરતાં નિભાવે છે.
રાજ્યતંત્રનું પાયાનું પ્રથમ કર્તવ્ય છે પ્રજાનું અન્યોન્યથી રક્ષણ અને સમસ્ત પ્રજાનું આંતરિક અસામાજિક તત્ત્વોથી તેમ જ બાહ્ય આક્રમણોથી રક્ષણ. આમાંનું શારીરિક રક્ષણ તો રક્ષકદળ (સૈન્ય) દ્વારા થઈ શકે, પણ પારસ્પરિક શોષણ કે પીડનથી રક્ષણ કાર્યસાધક કાયદાઓની નિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org