________________
૧૮૮
કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
ક્રિયાઓ નિત્ય પ્રવર્તાવવા જેટલું સાબદું, ઉદ્યમી અને પ્રતિભાશીલ નથી હોતું, તે જ, પ્રજાઓને પોતાની ભેંકાર ગરીબીમાંથી પેદા થતા દારુણ ખાલીપાના ઘડીભરના મારણરૂપે ગુન્હાઓમાં, તેમની અનિચ્છાએ પણ ધકેલે છે. બેકારી જ અનર્ગળ (રોકાય નહિ તેવાં) પાપોનું મૂળ છે.
આજે દેશ-વિદેશમાં જેલીની જે હાલત છે, તેની સાથે ઉપર્યુક્ત પરંપરાને સરખાવવા જેવી છે. ગુન્હાખોરી વધી રહી નથી, પણ વધારાઈ રહી છે એમ જ કહેવું પડે; કારણ કે સજાઓનું (શિક્ષાનું નહિ) સડેલું તંત્ર વધુ ને વધુ મરણિયું થઈને આક્રમક બની રહ્યું છે. તેથી પોતા દ્વારા જ નક્કી કરાયેલા નિયમો તોડીને, તંત્ર દ્વારા જેલોમાં સમાઈ શકે તે કરતાં અનેકગણા વધારે કેદીઓને ઠાંસીને દુર્દશામાં સબડવા દેવામાં આવે છે – અમેરિકામાં પણ ! ખુદ જેલોમાં જ ભ્રષ્ટાચારની સહાયથી ખૂંખાર ગુન્હા ફાલી રહ્યા છે. બીજી બાજુ રાજનૈતિક દંભને કારણે રાજકીય કેદીઓને જેલમાં મહેલની સાહ્યબી છે. મનોવિજ્ઞાન-યુગમાં તો જેલોનું તંત્ર વધુ પ્રબુદ્ધ બનવું જોઈએ; તે ક્યારે થશે ?
આ રીતે નાગરિકે રાષ્ટ્રના ધબકતા હૃદયરૂપ દુર્ગને પ્રાણવંત રાખી રાષ્ટ્રની બહુમુખી વૃદ્ધિની એક મહત્ત્વની કડી બનીને ધન્ય બનવાનું છે.
પરસ્પર-પૂરક આ પ્રથમ બે વિભાગો દ્વારા દેખીતી રીતે તો આપણે અનુક્રમે જનપદ અને દુર્ગરૂપ બે વ્યાપક રાજઘટકોના બનેલા રાષ્ટ્રશરીરના વ્યાપક સુવ્યવસ્થાતંત્રની કે સામાન્ય વહીવટની જ – મનુષ્યના વ્યવહારોના પ્રાથમિક નિયમનની – વાત કરી છે ! હકીકતે, આ તંત્રનું કામ સમગ્ર રાષ્ટ્રના સર્વાગી વિકાસમાં અંગભૂત એવાં બાકીનાં સર્વ તંત્રોને, તંત્રવાહકોને અને રાષ્ટ્રના હૃદયરૂપ આમપ્રજાને માટે એક કાર્યાનુકૂળ, આત્મવિશ્વાસસ્થાપક પાયાની સુવ્યવસ્થા અને કાયદાની વ્યાપક આમન્યા સ્થાપવાનું છે. રાષ્ટ્રનાં અન્ય તંત્રોનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ આ પ્રાથમિક લાગતા તંત્રનું પણ છે. એક મહાયંત્રનો એક પણ પૂર્ણો નકામો કે ઓછા મહત્ત્વનો હોતો નથી. આજના સચિવાલયમાં કે કોઈ પણ મોટા તંત્રમાં આવો વિભાગ G.A.D. (General Administration Department) યા અન્ય નામે, કોઈ ને કોઈ રૂપે હોય છે જરૂર. એને મળતો જ સર્વસહાયક એક અન્ય વિભાગ ભવનસંકુલ ધરાવતી મોટી સંસ્થાઓમાં Estate Department (સ્થાવર સંસ્થાસંકુલની ભૌતિક સુવ્યવસ્થા જાળવતો વિભાગ) નામે હોય છે. આવા વિભાગોને અન્ય સર્વ વિભાગો સાથે એકરાંગ થઈને કામ કરવાની ર્તિદાયક તક મળે છે. આમ તો બધાં જ તંત્રોને પારસ્પરિક એકરાગતા જાળવીને સાફલ્યો પર કળશ ચઢાવવાની ફરજ પણ સાંપડે છે, તક પણ.
આજે જેને આપત્તિ-પ્રતીકારકાર્ય (Disaster Management) કહે છે, તે પણ હકીકતે સમાહર્તા અને નાગરિકનું સહયોગયોગ્ય સંયુક્ત કર્તવ્ય બની જાય – ભલે એ માટે કાર્યકુશળ નિષ્ણાતોનું કાયમી જૂથ એમની રાહબરી નીચે કાર્યાન્વિત કરાય.
એ રીતે પ્રજામાં રાષ્ટ્રદ્રોહી તત્ત્વોને ગુપ્તચરતંત્રની મદદથી શોધી કાઢવાનું નિત્યનું કર્તવ્ય પ્રજાને અને રાષ્ટ્રશરીરને ઉચ્ચારી રીતે ખોરવી નાખનાર ઘોર વિદ્રોહોને ઊગતા જ ડામવા માટે ખૂબ જરૂરી હોઈ તે પણ આ બન્ને તંત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ પામે છે. બાકીના તે-તે તંત્ર સંબંધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org