________________
૧૭૪
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
અપાતા પ્રવેશ-પરવાનાના લાગા; સુરા-ઉદ્યોગ, કતલખાન, સૂતર-ઉદ્યોગ, તેલ-ઘી-ખાંડ-ગોળના ઉદ્યોગો પૈકી રાજયકૃત ઉદ્યોગોની આવક કે અન્યકૃત ઉદ્યોગોના લાગા; સૌવર્ણિક(સુવર્ણાધ્યક્ષ)ના તંત્ર દ્વારા ખાનગી રાહે થતી સોનાની લે-વેચ, વસ્તુનિર્માણ ઇત્યાદિના નિયમ મુજબના લાગા કે રાજયનાં તેવાં ઉત્પાદન-એકમોની આવક; રાજયનિર્મિત બજારોની આવક, વેશ્યાસંસ્થાનાં નિયમનો, ધૂતસંસ્થાનાં નિયમનો, ઘરવેરા, કારીગરો-કસબીઓના સંઘ પાસેથી લેવાતા લાગા, દેવમંદિરોના અધ્યક્ષો દ્વારા ઉઘરાવાતા લાગા, દુર્ગપ્રવેશનો કર (?!), દુર્ગમાં પ્રવેશ ઇચ્છતા અજાણ્યા પરદેશીઓ પાસેથી લેવાતા વિવિધ કર ઇત્યાદિ. આ થયો સમૃદ્ધિનો એક મધપુડો; એવા સાત મધપુડામાંથી રાજયને આવક મળે ! આ મહાધનરાશિનો દષ્ટિસંપન્ન, સંયમપ્રધાન ઉપયોગ થાય તો રાષ્ટ્રભરમાં સાંસ્કૃતિક નવનિર્માણો ચાલ્યા કરે.
જનપદના અર્થસ્રોતો આ છે : રાજયસંચાલિત ખેતી, ભાગ (આવકના નિયત ભાગરૂપ મહેસૂલ), બલિ (પ્રાસંગિક કર – cess) (?), વેપારીઓએ આપવાના લાગા (વેચાણવેરો?), નદીપાલ (સરહદની નદીઓ ઓળંગવાના લાગા), બાકીની નદીઓ નાવોથી પાર કરવાના નક્કી દર (કે કર), રાજયની પોતાની નૌકાઓનાં ભાડાં, બંદર (પટ્ટન) પરના લાગા, ગોચરોના નક્કી દર, માર્ગવરો, માપણી(survey)ના દર, ચોર પકડવા માટેનો રાજ્યકર.
‘ખાણ' (નિ)નો વ્યાપક અર્થ કરી તેમાં સમુદ્રતળનો પણ સમાવેશ થાય છે. એ દષ્ટિએ ખાણમાંથી થતી અર્થપ્રાપ્તિના આવા પ્રકારો નિર્દેશ્યા છે : સોનું, ચાંદી, વજ કે મણિ જેવાં રત્ન, મોતી, પરવાળાં, શંખ, લોહ (લોઢું, તાંબુ, જસત વગેરે હલકી ધાતુઓ), મીઠું (સિંધાલૂણ વગેરે પ્રસ્તરરૂપ મીઠું; દરિયાઈ મીઠું પણ ખરું ?), ભૂમિ-પ્રસ્તરજ-રસ (પ્રવાહી)જન્ય કાચી ધાતુઓ (ores). પ્રાચીન ભારતીય ધાતુવિદ્યા ઘણી વિકસિત હતી તે તો જાણીતી વાત છે. સમુદ્રની તો “રત્નાકર' (રત્નભંડાર) તરીકે જ પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધિ હતી.
બંધ, સરોવર, વાવ-કૂવા જેવાં કૃત્રિમ જળાશયો માટે “સેતુ' (‘બંધ') શબ્દ પ્રાધાન્યને આધારે સમુદાય ઓળખાતાં હોય છે” (પ્રાધાન્યન પદ્દેશા મર્યાન્તિ) એ ન્યાયે રૂઢ થયો ગણાય – કારણ કે આવાં જળાશયોમાં “સેતુ’ મુખ્યતા ધરાવે છે. આ બધા સીંચાઈ(પિયત)નાં સ્રોતો છે. એના દ્વારા મુખ્યત્વે કૃષિના સુકુમાર અંગરૂપ બાગાયતની ખિલવટ થાય છે. તેમાં અર્થપ્રાપ્તિના વિવિધ સ્રોતો આ હોય છે : પુષ્પ-ફળની વાડી (વોટ), શાકભાજીની વાડી (પા), ક્યારાની અર્થાત્ પિયતની ખેતી (ડાંગર, શેરડી ઇ.) અને મૂળની વાવણીથી થતી ખેતી (મૂવીપ) અર્થાત્ કંદમૂળની ખેતી. માંસાહારમાંથી બહાર નીકળતા જઈ દુષ્પાહાર, અન્નાહાર તરફ અને ત્યાંથી આગળ વધી ચોખા-શેરડીના વૈભવી આહાર ઉપરાંત શાક-ભાજી-ફળના આરોગ્યરક્ષક આહાર તરફની કૂચ આ માનવનિર્મિત જળાશયોના સંગમાં આરંભાઈ લાગે છે. વાવ-કૂવા-તળાવના નિર્માણને પ્રાચીન સમયમાં પુણ્ય-કર્મ ગણવામાં આવતું – પૂર્ત એ દ્વિવિધ પુણ્યો પૈકીના પૂર્વ કર્મ તરીકે. હકીકતમાં બંધોનું નિર્માણ એ સમયમાં વધુ પડતા પ્રમાણમાં પ્રજાહિત જોખમાય તેવા સ્થાપિત હિતો અર્થે ન થતું હોઈ એમાંથી જન્મતાં પર્યાવરણીય અને અન્ય જોખમો વિરલ જ હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org