________________
૪૬
કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
વિજિગીષએ અંતિમ લડાઈનો પાકો દાવ લગાવવાનો છે. આટલું કહીને પછી અહીં કાળજીથી કહેવાયું છે કે શત્રુ-રાજાના દુર્ગની બહાર જે જનપદ (ગ્રામ-નગરમય તળ રાષ્ટ્ર) છે, તેમાંની આમ-પ્રજાને યુદ્ધના વિનાશથી મુક્ત રાખવાની છે. યુદ્ધનો સપાટો જ્યાં-જ્યાં ફેલાવાની શક્યતા હોય, તેટલા મુલ્કની પ્રજા જો ચાહે, તો તેને સલામત સ્થાને વસાવવાની છે અને જે જાતે બીજે જવા માગે, તેને તેમ કરવા દેવાનું છે. પ્રજાને વસાવવામાં પણ આર્થિક વગેરે ટેકો ને વેરામુક્તિ સુધ્ધાં આપવાનાં છે! ખરેખર, માનવતાપૂર્ણ, ધિંગો, કૌતુકપોષક, કાર્યકલાપ ! અનુકૂળ લાગે તો આવી સ્થાનાંતર-પાત્ર વસ્તીને અલાયદી ભૂમિમાં છુટ્ટી-છુટ્ટી કે એકજથ્થ પણ વસાવી શકાય. આમ કરવાનું એક જ કારણ છે કે જે રાજયને જીતવાનું છે, એ રાજ્ય સુખ-શાંતિ ભોગવતી પ્રજાવાળું થાય એ ઇષ્ટ છે. છેવટે પ્રજાને અતંત્ર કે કુતંત્રમાંથી બચાવીને સ-તંત્રથી સંતોષવાનો હેતુ આવી વિધિસરની રાજકીય કામગીરી પાછળ હોય છે. .
ઘેરો ઘાલીને પ્રત્યક્ષ યુદ્ધ પણ કરવાનું અને યુક્તિઓથી શત્રુપક્ષને પીઠનો દ્વારા થકવવાનો પણ ખરો. શત્રુપક્ષને અસહાય બનાવવા કાં તો લણવાલાયક પાકનો, કાં તો નવી વાવણી (મુષ્ટિ)નો નાશ કરવાનો. દુર્ગમાં પુરવઠો કે સૈનિકી કુમક જતાં હોય, તો તે રોકવાનાં. દહનશીલ અનેક સંયોજનદ્રવ્યો કે રાસાયણિક દ્રવ્યો પશુ-પક્ષીઓ, બાણ-પ્રયોગો વગેરે દ્વારા દુર્ગમાં બહારથી કે અંદર સ્થાપવામાં આવેલા પોતાના ગુપ્તચરો દ્વારા ફેંકીને આગ લગાડવાના વિકલ્પ અજમાવાય. છતાં સ્પષ્ટ કહેવાયું છે કે પરાક્રમને અવકાશ હોય ત્યાં સુધી આગ જેવા અતિનાશક પ્રયોગો ન કરવા, જેથી છેવટે સાવ ક્ષીણ રાજય જ હાથમાં આવવાનો પ્રસંગ ન આવે. લાંબો ઘેરો ઘાલવાનું ત્યારે જ કરવું કે જ્યારે શત્રુપક્ષને અનેક રાજનૈતિક કે ભૌતિક પ્રતિકૂળતાઓ હોય.
શત્રુપક્ષ સાથે સીધો મુકાબલો કરી શકાય તે માટે અનેક જાસૂસી કપટપ્રયોગો દ્વારા શત્રુરાજાને સૈન્ય સાથે કિલ્લામાંથી બહાર નીકળવા લલચાવવાનો છે. તે માટે મિત્ર-રાજાનો કે માસY(કુમક મોકલનાર રાજા)નો સ્વાંગ સજી, દૂત મોકલી વિવિધ રીતે શત્રુને ભરમાવવો. ઘેરો ઉઠાવી લીધાનો દેખાવ કરી, વનમાં છુપાઈ, બહાર નીકળેલા શત્રુ પર જોરદાર હુમલો કરવાનું પણ ગોઠવી શકાય ! સંધિ કરવાનો દેખાવ કરીને પણ આક્રમણની તક ઝડપી લેવાય.
આ અધ્યાયને છેડે, શત્રુ સાથેના સીધા યુદ્ધમાં પણ ધર્મયુદ્ધનાં નિયમનો પાળવાનું કહેવાયું છે. પડી ગયેલા, ડરી ગયેલા, શરણે આવેલા, શસ્ત્ર ત્યજી ચૂકેલા, છુટ્ટા વાળવાળા, પીઠ ફેરવી ગયેલા – આવી લાચાર સ્થિતિમાં ફસાયેલા સૈનિક પર ઘા ન કરવો. કેવું ગંભીર ઔચિત્ય !
અધ્યાય-અંતે રજૂ થયેલી ચાર પ્રકારના પૃથ્વી-વિજયની વાત કૌતુક જન્માવે છે. એનો સાર એ લાગે છે કે પરદેશનીતિ એ રાજત્વની પરમોચ્ચ અને સાચી કસોટી છે. ખરા વિજિગીષએ પોતાની એવી રાજકીય મુદ્રા પોતાના પ્રતાપી અને ઉદાર રાજકર્મોના અણથક આચરણથી – એક પ્રકારના રાજકીય મહાયજ્ઞકર્મથી – ઉપસાવવાની છે, કે જેથી કાં તો પૂર્ણપણે અસ્તિત્વ ધરાવતા સમગ્ર રાજમંડલનો પોતે અધિરાજ કે સમ્રાટુ બને, અથવા વિસ્તૃત રાજમંડલના અભાવના સંજોગમાં, લાગતા-વળગતાં પડોશી રાષ્ટ્રોમાંનાં શત્રુરાષ્ટ્રો અને મિત્રરાષ્ટ્રોને પરાક્રમ અને પ્રતિભા બંનેથી જીતીને નિરંતર પોતાની આમન્યામાં રાખે. આ માર્મિક ટૂંકી ચર્ચા ત્રણ પ્રકારના આક્રમકો પૈકી અસુરવિજયી કે લોભવિજયી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org