________________
કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
એક છે). આ એકત્વની ઉત્તાન (ટટ્ટાર, સીધી-સટ) વિભાવનાને અનુસરીને જ કૌટિલ્યે ‘અર્થશાસ્ત્ર'માં પ્રજા પ્રત્યેનું ખરું નાયકત્વ (કોઈ યાત્રાસંધના સંઘવી સમું વત્સલ નેતૃત્વસામર્થ્ય) ધરાવતા કોઈ પણ કક્ષાના રાજાને માટે વિનિીપુ (વિજયાકાંક્ષી) એ મૂળ વિશેષણપદને રાજાનો લાક્ષણિક પર્યાય જ બનાવી દીધો છે. ગ્રંથમાં રાજાનો ઉલ્લેખ એ પદ થકી કરવામાં કૌટિલ્ય વિશેષ ઉમળકો અનુભવતા જણાય છે. ‘‘વ્યક્તિ જેનામાં શ્રદ્ધા ધરાવે તેવો જ તે બની જાય છે’’ એ ન્યાયે રાજાની ઉચ્ચાવચ પ્રતિભા વચ્ચે પણ એનામાં નિત્ય રહેલી નિરહંકાર પણ સ્થિર ઉત્સાહ કે મગરૂરી ધરાવતી વિજયાકાંક્ષા એ એની પ્રાણભૂત કે અનિવાર્ય લાક્ષણિકતા બની રહે છે. વળી એ રહસ્ય પણ ન ભૂલવું જોઈએ કે એ વિજયાકાંક્ષા જેટલી બાહ્ય શત્રુને લક્ષે છે, તેનાથી અનેકગણી રીતે આંતિરક શત્રુરૂપ દોષમાત્રને એના ઉપરના વિજયને લક્ષે છે. અહીં ‘વિજય’ એ પરપરાજયનો પર્યાય ન બનતાં સર્વ-સમાવેશક આત્મવત્તાનો, સર્વ દોષોને પડકારીને તે-તે વ્યક્તિના અસલ મહિમાને જગાડે તેવા નૈસર્ગિક આત્મપ્રભુત્વનો પર્યાય બની રહે છે. તેમાં સંભવતો બાહ્ય શત્રુ પરનો સ્થૂલ જય પણ છેવટે એવા શત્રુના દોષક્ષયને લક્ષે છે. આવો રાજા ગાયત્રીમંત્રમાંના આદેશને માથે ચઢાવી ‘પ્રેરક દેવના (સવિતુ: વૈવસ્ય) વરણયોગ્ય તેજ'નું નિત્ય ધ્યાન ધરી પોતાની ક્ષણ-ક્ષણની બુદ્ધિને દિવ્ય પ્રેરણાથી ભરતો રહે છે. જગત્માં એ જ ઓળખાય છે ‘રાજપ્રતાપ’ તરીકે. આવી દિવ્યતાની સરણીએ ચઢેલો કોઈ પણ રાજા પ્રકૃતિના બહુવિધ પ્રસાદનું (કૃપાનું) પાત્ર બની રહે છે.
૧૧૬
આ દૃષ્ટિએ જ કૌટિલ્યે ગ્રંથનું બારમું અધિકરણ आबलीयसम् બળની બાબતમાં શત્રુપક્ષથી હીન (અવત્તીયસ્) એવા ‘ચંડ-મહાસેન’ (પ્રદ્યોત) સામે ‘વત્સરાજ' ઉદયન જેવા રાજાએ શત્રુનો પરાજય કેમ કરવો તેના ચિંતન અંગે જ ખાસ આકાર્યું છે. સૌથી પ્રથમ એ ધ્યાનમાં રાખવું કે અવલીયમ્ એટલે ‘અસમર્થ’ એવું સમીકરણ કરવું યોગ્ય નથી. અહીં વત શબ્દ પ્રતિભાના એક ચોક્કસ અને સીમિત પાસારૂપ અર્થ જ ધરાવે છે. વત્ત એ ઉપનિષત્કથિત ‘પંચકોશ’નિર્દેશક વર્ગીકરણની દૃષ્ટિએ બીજા ‘પ્રાણમય કોશ'નો પર્યાય કહી શકાય. આયુર્વેદ વત્તને ‘વ્યાયામથી જેનું અનુમાન થઈ શકે તેવી શ૨ી૨શક્તિ' તરીકે સમજાવે છે. ઉથલઘડા કરવાની કે ક્લેશ ખમવાની શરીરની શક્તિ તે બલ. બલ એના સ્થાને જીવનનો આવશ્યક ભાગ તો છે જ છે. પણ એ સર્વ સામર્થ્યના સ૨વાળારૂપ તો નથી જ. જ્યાં સુધી બલ કરતાં ઉચ્ચતર પણ સૂક્ષ્મતર એવી અન્ય શક્તિઓની બરાબર પિછાણ ન થાય, ત્યાં સુધી જ, માત્ર બાલબુદ્ધિ બળનો જ મહિમા કરે છે. આવી બાલબુદ્ધિને ઢંઢોળવા જ રાજનીતિનું એક સૂત્ર પ્રચલિત થયું : “જેની બુદ્ધિ, તેનું બળ'' (બુદ્ધિર્મસ્ય વજં તસ્ય). એ દૃષ્ટિએ જ સ્ત્રી માટે પ્રચલિત બનેલું ‘અવતા' વિશેષણ પણ, ખરેખર તો માત્ર પારિભાષિક એટલે કે સ્ત્રીની નિસર્ગ-નિર્મિત શારીરિક રચનાના તટસ્થ વર્ણન તરીકે જ સમજવાનું છે
અસમર્થતાના કે હીનતાના પર્યાય તરીકે નહિ જ નહિ. એ શબ્દ ખરેખર તો વ્યંજનાથી પોતાના ખરા અર્થને આમ ઉપસ્થિત કરે છે : ‘જેનો મહિમા બળ થકી નહિ, પણ અન્ય સૂક્ષ્મ સ્વરૂપે પ્રગટ થાય છે, તે અવત્તા”. એટલે સુદીર્ઘ પરંપરા તો સ્ત્રીને યથાર્થ રીતે શક્તિના અવતાર તરીકે જ ઓળખાવે છે એ ન ભુલાય. આવો બલ-તત્ત્વ-વિવેક ખૂબ જરૂરી લાગે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org
-
Jain Education International
-