________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
અંગો જેમ એનો સ્વાધીન કે મુખ્ય ઉપયોગ સામાન્ય રીતે ટાળવો ઘટે. પરિસ્થિતિવશ ક્યારેક કોઈ અસાધારણ વફાદારીવાળું મિત્રરાજ્ય ખરેખર અસાધારણ રીતે ઉપકારક થઈ પણ શકે. આ અંગના સ્વીકારનું મહત્ત્વ દાર્શનિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ અગાઉ નિર્દેશ્યું જ છે. જે-તે સમયના રાજકીયસાંસ્કૃતિક માહોલ મુજબ આનો રચનાત્મક ઉપયોગ થઈ શકે. બાકી આજે કહેવાતા મિત્ર-રાજ્યો સાથેના સારા રાજકીય સંબંધોના આડંબર નીચે કાં તો દાદાગીરી પર જીવતું રાષ્ટ્ર એવા રાષ્ટ્રને ગુલામ બનાવી દે છે, કાં તો એમાં બે રાષ્ટ્રોના વડાઓ વચ્ચે વ્યક્તિગત આર્થિક લાભને તાકીને કોઈ સોદાનો કડદો થાય જે બંને રાષ્ટ્રોને પોતાને તો અપાર હાનિ જ કરે છે.
-
કૌટિલ્યને એકંદરે સ્વનિર્ભર અને સાબદું છતાં અન્ય રાષ્ટ્રો બાબત ખુલ્લી રચનાત્મક મનોવૃત્તિ ધરાવતું રાષ્ટ્ર ઇષ્ટ છે એ વાત રાજ્યાંગોના આંતરસ્વરૂપ અંગેની આ ચર્ચામાંથી સ્પષ્ટપણે
તારવી શકાય. છેવટે આવા રાજ્યને ઇષ્ટ છે છેવાડામાં છેવાડાની વ્યક્તિનો પણ સ્વાધીન વિકાસ. તેમને મન રાષ્ટ્રનો નાગરિક રાષ્ટ્રરૂપી મહાયંત્રનો કોઈ પરાધીન પૂર્વે નથી, પણ રાષ્ટ્રજીવનનો સન્માનનીય ભાગીદાર છે; બલ્કે આરાધ્ય ‘તીર્થ’ છે. એનું બહુવિધ કડક નિયમન પણ એ વ્યક્તિ અને રાષ્ટ્ર બંનેના પરમ હિત સાથે સુસંગત હોય તેવી રીતે થાય છે. પોતાનો વરવો એકાધિકાર એ રાજ્યતંત્રનું આરાધ્ય તત્ત્વ નથી, બલ્કે સમાજ અને સૃષ્ટિ એ બંનેની મહત્તમ શ્રીનું સર્વકલ્યાણકર ઉત્થાપન (જગાડવાનું કામ) એનું ઈશદીધું સ્થિર કર્તવ્ય છે.
રાજમંડલ :
ગર્ભિત ઉચ્ચ મહિમા ધરાવતી કૌટિલ્ય-પ્રતિપાદિત રાજમંડલ-સંબંધી વિભાવના જોતાં ઉપર્યુક્ત રાજ્યાંગો પોતે પૂર્ણ બને છે રાજમંડલ સાથેના વિધાયક સંબંધથી અને એ રાજ્યાંગો અંગેની ચર્ચા પૂર્ણતા પ્રાપ્ત કરે છે રાજમંડલ અંગેની ચર્ચા દ્વારા. યાતાયાતનાં મર્યાદિત સાધનો છતાં, તે કાળમાં ભૌતિક વિસ્તારની દૃષ્ટિએ નહિ, પણ ભાવના અને ક્ષમતાની દૃષ્ટિએ તો વૈશ્વિકતા, માર્ગો અને સાધનોની પહોંચ પ્રમાણેના સુવિશાળ મુલ્કના ઘેરાવામાં ફેલાયેલી રહેતી. ખુદ કૌટિલ્યને પણ આ રાજમંડલની કલ્પના ઠીક-ઠીક પ્રાચીન પૂર્વપરંપરા પાસેથી મળી હતી. કૌટિલ્યે આ કલ્પનાને કોઈ એક રાષ્ટ્રની સાવધતાની કે આત્મરક્ષાની દૃષ્ટિએ જ નથી અપનાવી, પણ એક ન્યાયસ્થાપક કે કલ્યાણસ્થાપક મહામુલ્કી નૈતિક અધિરાજ્યના આદર્શની દૃષ્ટિએ પણ વધાવી છે. ‘મહાભારત’માં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનું વિસ્તૃત નિરૂપણ કરતાં તે કાળમાં પ્રવૃત્ત વિષમયુગના સંદર્ભે છૂટાં-છૂટાં અનેક રાજ્યોને એક સમ્રાટ્ કે અધિરાજની આમન્યા તળે લાવવાની આવશ્યકતા અંગેની તેજસ્વી ચર્ચા પણ ગૂંથવામાં આવી છે. એ જ યુગધર્મની દૃષ્ટિએ કૌટિલ્યે આ રાજમંડલ પરના અધિરાજત્વના આદર્શને પણ પોતાની ચર્ચામાં નાનકડું, પણ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અલબત્ત, એનો પ્રાથમિક હેતુ કોઈ પણ રાષ્ટ્રને સાવધ પરદેશનીતિ (ઞાવાપ સાવચેતીની ‘વાવણી') અપનાવવાની આવશ્યકતા ચીંધવાનો તો છે જ.
Jain Education International
૧૨૭
રાજાના હેતુલક્ષી પર્યાય તરીકે પ્રવર્તાવાયેલ ‘વિજિગીષુ' શબ્દ સાપેક્ષ શબ્દ છે. ‘કોના ઉપર કે શેના ઉપર વિજય ?' · એ પ્રશ્નના ઉત્તર વિના ‘વિજિગીષુ’પણું ન સંભવે. એ પ્રશ્નનો ઉત્તર
–
For Personal & Private Use Only
www.jainelibrary.org