________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
આખી દિનચર્યાની યોજના પાછળની કૌટિલ્યની દૃષ્ટિ વિષે થોડા મુદ્દા સ્પષ્ટ કરી લઈએ. પ્રથમ તો એ વાત ધ્યાન ખેંચે છે કે રાજાની અંગત સુખશાંતિ જળવાય તેવી જોગવાઈ પણ આમાં બરોબર છે; ને સાથે રાજકાજ પણ તંતોતંત સધાતાં રહે તેની પણ સર્વાંગી જોગવાઈ આમાં જોવા મળે છે. વળી જે કામો કુલ વધુ સમયની ફાળવણી માગે છે, તે કામોનાં બધાં મહત્ત્વનાં પાસાંઓ આવરાઈ જાય તેમ દિવસ-રાતમાં વહેંચાયેલા જુદા-જુદા પ્રહરોમાં કાળજીભરી જોગવાઈ કરાઈ છે. વળી કોઈ પણ કામની તાકીદ(ઉતાવળ)ના પ્રમાણમાં દિનચર્યામાં તેને યોગ્ય ક્રમ અપાયો છે. કેટલાંક કામો માટે દિવસ કે રાત્રિનો અમુક કાળખંડ જ વધુ અનુકૂળ ગણાયો હોય, તો તે પ્રમાણે આયોજન કરાયું છે. આમાં સંગીત, આરોગ્ય, જ્યોતિ, દૈનિક ધર્માચાર, શાસ્રાધ્યયન જેવાં રાજાનાં અંગત વિશેષ સાંસ્કૃતિક પાસાંઓ પણ ગૂંથાયેલાં છે. ‘સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો' તે વાત પણ બરાબર ધ્યાનમાં રખાઈ છે. કાલિદાસે જેની નોંધ વિક્ર્મોર્વશીય નાટકમાં લીધી છે તેવો રાજાને મોકળા થવા માટેનો સ્વૈરવિહાર પણ એક વિભાગમાં સ્થાન પામ્યો છે.
આ આખી દિનચર્યા ચુસ્ત અને જડ ન બની રહે તે માટે એ પણ સ્પષ્ટ કરાયું છે કે આ દિનચર્યા એક સામાન્ય રીતે સૂઝતા નમૂનારૂપ જ સમજવી. તેથી રાજા પોતાનાં વિવેક અને અનુકૂળતા મુજબ આમાં કાયમી કે પ્રાસંગિક ઘટતા ફેરફાર કરી શકે છે. છેવટે તો સર્વાંગી કાર્યસિદ્ધિનું ધ્યેય જ અગત્યનું છે. જો અગાઉ વર્ણવેલો શીલજન્ય ગુણગણ હોય, ઇન્દ્રિયજય સધાયો હોય અને વળી ઉક્ત ચાર વિદ્યાઓનો યોગ હોય, તો એમાંથી કઈ જાતનું સવૃત્ત કે કેવી દિનચર્યા ખિલવી શકાય અને તેને ક્યારે કેવી રીતે બદલી શકાય તેનું સતત નિઃશંક ભાન થતું જ રહે.
૧૫૩
હવે પહેલાં તો દિવસ-રાતના આઠ-આઠ વિભાગોનું કાર્યવિભાજન જોઈએ. સામાન્ય બુદ્ધિથી આ સમયપત્રક અંગે એવું સમજી શકીએ કે દિવસ સવારે છ વાગ્યાથી શરૂ થતો ગણવો અને રાત્રિ સાંજે છ વાગ્યાથી (સંધ્યાથી) ગણવી. આ રીતે નીચેનું સમયપત્રક સમજવું.
દિવસનું કાર્યવિભાજન (દોઢ-દોઢ કલાકના વિભાગ મુજબ) :
(૧) રક્ષણવ્યવસ્થાના અને આવક-જાવકના અહેવાલોનું શ્રવણ
(૨) નગરજનોનાં અને જનપદવાસીઓનાં કાર્યો / મુશ્કેલીઓ અંગે રૂબરૂ મુલાકાતો સ્નાન-ભોજન-સ્વાધ્યાય
(૩)
(૪)
રોકડ નાણાંનો (મહેસૂલ વગેરેનો) સ્વીકાર અને વિવિધ કાર્યના અધ્યક્ષો(નિયામકો)નાં કામકાજની તપાસ કે નવા અધ્યક્ષોની નિમણૂક (– જે અધ્યક્ષોનાં કાર્યોની ચર્ચા બીજા અધ્યક્ષપ્રા અધિકરણમાં છે.)
(૫) મંત્રીગણ સાથે પત્રની આપ-લેથી મંત્રણા અને ગુપ્તચરોએ આણેલી ગુપ્ત માહિતીનો સ્વીકાર
(૬) સ્વૈરવિહાર અથવા જરૂર પડ્યે મંત્રણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org