________________
૧૩૦
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
( પાળ્ય) . એમાં કૌટિલ્ય સામે, આ સમસ્ત રાજમંડલ વચ્ચે વિજિગીષ કેમ રક્ષિત બની રહે તે જ મુખ્ય વિષય છે. તે અધિકરણના સમાપનમાં (૭.૮.૪૪માં) આવતા સુંદર શ્લોકની વાત ફરી જોઈએ : “જે વિજિગીષ આમ્ ષષ્યને અર્થાત્ છ રાજનીતિઓને એકબીજામાં પ્રવેશનારી સતત સમજે છે, તે પોતાની બુદ્ધિરૂપી બેડીઓથી બંધાયેલા જાતજાતના રાજાઓ સાથે મનગમતી રીતે રમે છે. ૨૯આ છે કૌટિલ્યનું સ્વપ્નિલ રાજનૈતિક ક્ષિતિજ ! (કૌટિલ્યને આ રમત સરવાળે પ્રભુની લીલા જેવી ભવ્ય જ અભિપ્રેત હોય એ ન ભુલાય.) षाड्गुण्य :
જેમ કોઈ રમત એને લગતાં ક્ષેત્ર, સાધનો અને રમતની પ્રક્રિયા એમ ત્રણ પાસાંથી બનેલી હોય છે, તેમ “ષાગુર્ય'રૂપ રાજરમત પણ એ ત્રણ પાસાંની બનેલી છે. ભૂમિગત વસ્તુ-ઓછું નજીકપણું ધરાવતા અનેક રાષ્ટ્રોને સમાવતો મોટો મુલ્ક અર્થાત તેમાંનાં રાષ્ટ્રો યા વિશાળ રાજમંડલ એ તેનું ક્રીડાક્ષેત્ર છે. એ રાજમંડલમાંના સામાન્ય રૂપે બાર પ્રકારમાં સમાવાયેલા રાજાઓ અને એ રાજાઓનાં સહાયક પાંચ-પાંચ મતરિક રાજયોગો (‘પ્રકૃતિઓ'), એટલે કે એકંદરે ૬0 પ્રકારની પ્રકૃતિઓ તે રમતનાં સાધનો છે. અને રમતની પ્રક્રિયા ષાગુણ્યરૂપ – છ પ્રકારના રાજનૈતિક અભિગમો(‘ગુણો')રૂપ હોય છે. આમ થાળુણ્ય પ્રવર્તે છે રાજમંડલ અને તેમની પોતપોતાની પ્રકૃતિઓ વચ્ચે.
પાડ્યુષ્યનાં ઘટકોનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈએ : “સંધિ' એટલે સામેના રાજય સાથે ચોક્કસ કરાર દ્વારા કરાયેલો મૈત્રીનો સંબંધ. ‘વિગ્રહ એટલે આડાઈ કરતા.સામાં રાજય પર વિવિધ રીતે અપકાર કે આડાઈ કરતા રહેવું તે. “આસન' એટલે ચઢિયાતા સજ્જ શત્રુ પ્રત્યે સમજણપૂર્વક ઉપેક્ષા (મધ્યસ્થતા, તટસ્થતા દ્વારા તેની તપાસ) અપનાવીને પોતાની સજ્જતા વધારવાની મથામણ. “યાન' એટલે પોતાની પૂરી સજ્જતાની ખાતરી કરી, યુદ્ધની અનિવાર્યતા ચકાસી, શત્રુ પ્રત્યે વિધિપૂર્વક સસૈન્ય પ્રયાણ. “સંશ્રય' એટલે વસમા કે ઉગ્ર શત્રુની અપેક્ષાએ પોતાની નબળાઈ પારખી લઈને પોતાની સુરક્ષા અર્થે શક્તિશાળી મિત્રરાજા કે તટસ્થ રાજાનો રાજકીય આશ્રય લેવો તે, અથવા પોતાના બંધ દુર્ગનો આશ્રય લેવો તે. ‘તૈધીભાવ' એટલે એક શત્રુ સાથે વિગ્રહ (અપકાર) નિભાવવા અન્ય અનુકૂળ રાજા સાથે ચોક્કસ સ્વરૂપની મૈત્રીનો કરાર (સંધિ) કરવો તે.
અગાઉ બતાવ્યા પ્રમાણે, આ ષાગ્રુણ્ય વ્યાપકપણે જોતાં રાજનીતિમાં શમ અને વ્યાયામના શાણા અભિગમોના વારાફરતી કરાતા અંગીકારરૂપ છે. આ છ ગુણોમાં બબ્બે નીતિનાં ત્રણ જૂથ તરી આવે છે. એ દરેક જૂથમાં એક શમપ્રધાન છે તો અન્ય વ્યાયામપ્રધાન – ભલે શમ અને વ્યાયામનાં બાહ્ય આકારો અને ઉત્કટતા બદલાય. પ્રથમ જૂથમાં સંધિ શમપ્રધાન છે, વિગ્રહ વ્યાયામપ્રધાન. બીજા જૂથમાં આસન શમપ્રધાન છે, તો યાન ઉત્કટપણે વ્યાયામપ્રધાન. ત્રીજા જૂથમાં સંશ્રય શમપ્રધાન છે, તો કૈધીભાવ, અંશે શમનો યોગ રાખીને પણ સરવાળે વ્યાયામપ્રધાન છે.
આટલી પ્રારંભિક ચર્ચામાંથી મહત્ત્વનું કારણ એ નીકળે છે કે આ આખી રાજનીતિ ન તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org