________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
અગાઉ જોયેલું તેમ બળિયા શત્રુ સામે પ્રતિકારના શક્ય ત્રણ તબક્કા હોય છે : (૧) આક્રમણની પૂર્વેનો તબક્કો, (૨) આક્રમણની શરૂઆતની પ્રક્રિયાઓનો તબક્કો, (૩) આક્રમક દુર્બળ રાજાને દુર્ગનો ઘેરો ઘાલી હંફાવતો હોય એ અંતિમ તબક્કો.
આ ત્રણ તબક્કા પ્રમાણે ‘ખપ તેનો છોછ નહિ' એ ન્યાયે આત્મરક્ષણ માટે ચાર ઉપાયો પૈકીના આકરા ઉપાયોરૂપ ભેદ અને દંડનો પ્રયોગ પણ કરી છૂટવાનું છે. શત્રુ પર જરૂરી પગલાં ભરી જાણનાર ગુપ્તચરો દ્વારા શત્રુપક્ષનાં વિવિધ રાજ્યાંગોના અધ્યક્ષો કે મોકાના અધિકારીઓને ફોડવા, તેમનામાં પરસ્પર અવિશ્વાસ ઊભો કરવો, તેમને કેદ કરવા કે છેવટે તેમનો ગુપ્તવધ કરવો એવા તબક્કા પણ આવી શકે. ખુદ શત્રુ-રાજાનો વધ કરવાની નોબત પણ આવી શકે.
અગાઉ ખાસ ધ્યાન દોરેલું તેમ આખા મુલ્કી રાજમંડલને ખાસ તો તેમાંના સમજદાર સમર્થ રાજાઓને આખા મુલ્કના રાજનૈતિક સ્વાસ્થ્ય માટે, શક્ય મહા-અનર્થો સામે પાળ બાંધી લેવા માટે પણ જુદી-જુદી રીતે ઢંઢોળવા અને તેમાંથી જન્મતા સંગઠિત રાજનૈતિક કે સૈનિકી સામર્થ્યથી, માઝા મૂકી ચૂકેલા શત્રુને સીધો કરવો એવા પુરુષાર્થની પ્રેરણા આપનું મળ્યુતપ્રોત્સાહનમ્ નામનું એક માર્મિક પ્રકરણ પણ આમાં મુકાયું છે. ચીલા-ચાલુ ઉપાયો વચ્ચે પોતાને ઇષ્ટ લાગતા એકાદ ઉપાયની વાત પણ ધીમે રહીને મૂકી દેવાની કૌટિલ્યની નમ્ર રજૂઆતશૈલી છે તે આપણે જાણીએ છીએ.
૧૧૯
1
આમ નિર્બળ ગણાનારે પણ પોતાનો આત્મરક્ષણનો પૂરો પ્રયત્ન કરી છૂટવામાં માત્ર સાંકડા સ્વાર્થને જાળવવાની જ મથામણ નથી હોતી, પણ દુષ્ટને પડકારીને, વશ કરીને મુલ્કની રાજનૈતિક સમતુલા કે માનવીય મર્યાદા જાળવવાની સર્વકલ્યાણકર મથામણ પણ જળવાય છે. સૃષ્ટિ ઉલાળધરાળ સરખા કરીને જ “વધ્યું-ઘટ્યું તેનું કરે બરાબર, સૌની લે સંભાળ”. આ છે નિર્વતને વલ રામની વાતનો ખરો મર્મ, પોતાને નિર્બળ માનનારે અને પોતાને બળિયો માનનારે પોતપોતાની ભ્રાંતિમાંથી બહાર આવીને સ્વરૂપમાં સ્થિર થવાનું છે અને છેવટે તો મૈત્રી તેમ જ સહયોગ દ્વારા જ પોતાના અસ્તિત્વને સાર્થક કરી જાણવાનું છે.
Jain Education International
(૯) સપ્ત-પ્રકૃતિ, રાજમંડલ અને ષાદ્ગુણ્યની દાર્શનિક ભૂમિકા
ભારતીય રાજનીતિમાં રૂઢ બનેલાં ઉપર્યુક્ત ત્રણ સૌથી પાયાનાં માળખાં દાર્શનિક દૃષ્ટિએ પણ તપાસવાં જેવાં છે. આ એક પ્રકારનાં રાજનૈતિક સ્પંદનશીલ શરીરો છે, જેનાં અંગોને જીવંતતા બક્ષે છે તે પાછળના માનવીય હેતુઓ. તેની સમજણ રસપ્રદ બની રહેશે.
સપ્ત-પ્રકૃતિ :
‘પ્રકૃતિ’ એટલે મૂળ દ્રવ્ય, ઉપાદાન-સામગ્રી કે ઘટકો; તેને ‘અંગો' પણ કહી શકાય. કોઈ રાષ્ટ્ર કે રાજ્યતંત્ર જેમના વ્યાપાર થકી પોતાનું સમગ્ર સંકુલ કર્તવ્ય પાર પાડે તે અંગો તે પ્રકૃતિઓ.
For Personal & Private Use Only
www.jainelibrary.org