________________
૯૪
કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
આ છ “ગુણો' થકી શમ-વ્યાયામ કઈ રીતે અમલી બને તે બરોબર સમજીએ. આ છે નીતિઓ દ્વારા વારાફરતી શમ અને વ્યાયામ બંનેની ગૂંથણી થતી હોય છે. એટલે કે આમાંની કેટલીક નીતિઓ શમપ્રધાન છે, કેટલીક વ્યાયામ-પ્રધાન. આનો અર્થ એ કે આ પરદેશ-નીતિ નર્યા વ્યાયામરૂપ એટલે કે નર્યા ઉધામાઓ કે ઉથલધડાની બનેલી, કે મારફાડરૂપ જ નથી. એમાં કળ દ્વારા કામ ચાલે, તો બળ વાપરવામાં આવતું નથી – ટાઢે પાણીએ ખસ કાઢવા પ્રયત્ન કરાય છે. હમણાં ભગવદ્ગીતામાંથી ચીંધી બતાવેલાં ધૃતિ અને ઉત્સાહ બંનેને જરૂર મુજબ શાણપણથી પાળુણ્યરૂપે કામે લગાડાય છે. આ છમાંની દરેક બન્નેની જોડીમાંની એક-એક નીતિ શમરૂપ, એકએક વ્યાયામરૂપ છે – કેવી સમતુલા ! ત્રણ જોડીમાંની આ ત્રણ પહેલી-પહેલી નીતિમાં – સંધિ, આસન અને સંશ્રયમાં – શમ છે. જોડીઓમાંની બાકી (બીજી-બીજી) ત્રણમાં – વિગ્રહ, યાન અને વૈધીભાવમાં – વ્યાયામ છે. આવું જાડી રીતે જરૂર કહી શકાય. એટલું ખરું કે રાજનીતિના શમમાં બુદ્ધિબળજન્ય યુક્તિજાળનો તો સમાવેશ જરૂર થાય છે. રાજનીતિ સંભાળનારને સ્વરાષ્ટ્રના વિપુલ પ્રજાસમૂહોનાં જીવનવિધાયક પાયાનાં હિતો રક્ષવામાં ચૂક કરવાનું પાલવે નહિ, છાજે નહિ તે બરાબર સમજીએ તો આ રાજનૈતિક શમના ગાળામાં પણ કોઈનો સીધો નાશ ન કરતાં એની ગાફેલિયત માટે એને ઉલ્લુ બનાવીને આપણા રાષ્ટ્રને હાનિ કરતો અટકાવવામાં કે એના વકરેલા ખાસ દોષોને, અર્થાત્ એનાં “છિદ્રો'(weak points)ને પકડી પાડીને એના દ્વારા જ એને ભેરવવામાં કે ભેખડે ભરાવવામાં એકંદરે કુદરતી ન્યાય જ છે; એ એકંદરે ધિંગી જીવન-રમત તરીકે ખપે એમ છે. વળી એનાથી સરવાળે તો શત્રુપક્ષને પણ દોષશુદ્ધિ માટે લાંબા ગાળે સાબદા રહેવાનું સૂઝે એ ઘણું શક્ય છે. જાગવું અને જગાડતા રહેવું એ જ ન્યાયી કે ધિંગું સહજીવન છે ને ! પાગુણ્ય વિષે અત્યારે આટલું ઇંગિત પૂરતું છે.
આ શમ અને વ્યાયામની વાતનું મહત્ત્વ ચીંધવા આજના જગતની સ્થિતિ પર એક નજર નાખવા જેવી છે. જયારે રાજનીતિનું અસલ લોકપરક સમર્પિત સ્વરૂપ (dedication) ભૂલી જવાય છે અને
જ્યારે રાજનીતિ માત્ર મારફાડથી પરાણે સત્તા પર ચઢી બેઠેલા કહેવાતા રાજપુરુષોના પોતાના સર્વવિનાશક અહમને અને ધનપરાયણતાને અનેકગણાં ઘૂંટવાની ગાડી રમત જ બની જાય છે, ત્યારે નર્યા વ્યાયામનો જ કેટલો બધો અતિરેક થાય છે તેનો વિશ્વ-રાજકારણમાંનો તરત નજરે ચઢે તેવો દાખલો છે કહેવાતા “વૈશ્વિક' () રાજકારણનો. અમેરિકન માંધાતાઓને હવે જગતના બધા ય દેશોના જાતે બની બેઠેલા “મોટા ભાઈ'(Big Brother)નો ભાગ ભજવવાનો ભારે ચસ્કો લાગ્યો છે. કુદરતે દીધેલી અખૂટ ભૌતિક સમૃદ્ધિ, યુરપમાંથી આવીને પગદંડો જમાવી બેઠેલી ને નર્યા સ્વકેન્દ્રી સાહસો અને મહત્ત્વાકાંક્ષામાં રચીપચી રહેનારી પ્રજાઓ દ્વારા ખિલવાયેલી અટપટી યંત્રવિદ્યા અને શસ્ત્રાસ્ત્રવિદ્યા, સ્વગૌરવ બાબત સમાન રીતે સાબદી વિવિધ આગંતુક સાહસી પ્રજાઓમાં જામેલી નમૂનેદાર ભૌતિકવાદી આંતરિક-લોકશાહીના તાલમાં બેફામ રીતે ફાલેલી મુક્ત મૂડીવાદી અર્થવ્યવસ્થા અને પ્રમુખમાં સત્તાનું અસાધારણ કેન્દ્રીકરણ થાય તેવું અળવીતરું રાજબંધારણ – આ બધાં, નવાજૂની કર્યા વિના ન રહે તેવાં પરસ્પરપૂરક પરિબળોને કારણે “આધુનિક વિશ્વના પ્રારંભકાળમાં જ અમેરિકાનું આ સંયુક્ત રાજ્ય, કહેવાતી સર્વાગી આધુનિક સમૃદ્ધિના અજોડ ધામ તરીકે નિર્વિવાદપણે આખા જગતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org