________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
જગત્માં પ્રવર્તતાં મુખ્ય પરિબળોને નિશ્ચયપૂર્વક સમજીને, જીવનની પરિસ્થિતિઓની વિવિધ વિષમતાઓ વચ્ચે મનુષ્ય પોતાનાં મન અને બુદ્ધિને સમતામાં રાખી શકે તે માટે આ વર્ણન છે. ગ્રંથકારનો મુખ્ય હેતુ તો રાજાને કે રાજપુરુષોને રાજયકાર્યની દરેક પરિસ્થિતિમાં સાબદા અને લચીલા રહી કેમ પોતાના સત્ત્વને ટકાવવું અને કર્તવ્યનો તે-તે ક્ષણે નિશ્ચય કરવો તે બતાવવાનો છે.
એ વર્ણન તેનું બરાબર પૃથક્કરણ (analysis) કરીને આમ સમજાવી શકાય :
દરેક જીવ જીવનમાં ‘સુખ-શાંતિ' શોધે છે. ‘સુખ-શાંતિ’ અર્થ માટે એવો જ બે પદોના સમાસરૂપ, પણ વધુ ઊંડા અર્થવાળો ‘યોગ-ક્ષેમ' શબ્દ સંસ્કૃતમાં ચલણી બન્યો. પ્રથમ વ્યાખ્યાનમાં બતાવ્યા મુજબ, સામાન્ય રીતે ‘યોગ’નો અર્થ ‘અપ્રાપ્તની પ્રાપ્તિ’ અને ‘ક્ષેમ’નો અર્થ ‘પ્રાપ્તનું પૂરેપૂરું રક્ષણ' એવો કરવામાં આવે છે. પણ કૌટિલ્ય, અન્ય કોઈ પણ કુશળ શાસ્ત્રકારની જેમ, કોઈ પણ પ્રચલિત શબ્દનો વધુ સૂક્ષ્મ કે હાર્દ પ્રગટ કરનારો અર્થ કરે છે. તે મુજબ તેઓ ‘યોગ'નો અર્થ, નહિ મળેલાની ગમે તે રીતે થયેલી પ્રાપ્તિ નહિ, પણ આયોજિત કર્મની સિદ્ધિરૂપે કે તેના ફળરૂપે થયેલી પ્રાપ્તિ – એવો અનર્થનિવા૨ક અર્થ કરે છે. તેથી ચોરને થયેલી ધનની પ્રાપ્તિ ‘યોગ’ રૂપ નહિ ઠરે. તે જ રીતે મળેલાની માત્ર સાચવણી કે સુરક્ષા એમની દૃષ્ટિએ ‘ક્ષેમ' નથી, પણ વસ્તુઓની સાચવણીના અંતિમ ફળરૂપ ઉપભોગ તે ‘ક્ષેમ' છે. સંઘરાખોરે ખૂબ સુરક્ષા-વ્યવસ્થાથી રક્ષિત ધન-માલ તે ‘ક્ષેમ' નથી, પણ એનો પૂરા જીવનરસ સાથે, પૂરી કળાથી, હ્રદયપૂર્વક સ્વજનો-અતિથિઓમાં વહેંચીને કરેલો ઉપભોગ તે સાચો ‘ક્ષેમ’ છે. આ વ્યાખ્યા કેટલી બધી સૂક્ષ્મ અને અનર્થનિવા૨ક છે ! પૈસો, માલ કે સેવાશક્તિ અત્યારના કે ભવિષ્યના ઉપભોગમાં પરિણમવાનાં ન હોય તો તે ક્ષેમ નથી. ઉપભોગ પોતાના માટે, સ્વજનો માટે કે આમ-જન (૬તિથિ) માટે પણ હોઈ શકે. આમ સરવાળે ધન કે લક્ષ્મી રસપૂર્ણ, જીવનપોષક ઉપભોગ માટે કે ખરેખરી જરૂરિયાત(need)ની પરિપૂર્તિ માટે છે; જીવનનાશક લોભ (greed) પોષવા નહિ એ વાત અહીં ઉપસાવાઈ છે. અહીં ‘ક્ષેમ’ના અર્થમાં ઉપભોગ કરતાં પણ એ ઉપભોગને અનુકૂળ આંતર-બાહ્ય શાંતિ મુખ્યતત્ત્વ છે. આવો છે સ્વસ્થ સંસારીનો ખરેખરો યોગક્ષેમ.
તો હવે આવો યોગક્ષેમ સિદ્ધ કરવા શું કરવું જોઈએ તે પ્રશ્ન થાય. તેનો ઉત્તર કૌટિલ્યે આમ આપ્યો છે : યોગ એટલે કે કર્મસિદ્ધિ માટે જરૂરી છે વ્યાયામ (પરિશ્રમ). કર્મનો સંકલ્પ કરીએ, તેનું મનમાં કે કાગળ ઉપર, બરાબર આયોજન પણ કરીએ, ને પછી બેસી જ રહીએ કે શીઘ્રતા ને દક્ષતા વિના જેમ-તેમ કરીએ તો ‘જીયાતી પુલાવ' જ ખાવા મળે – જેનાથી પેટ ન ભરાય. આ પરિશ્રમ માટે અહીં બહુ સમજણપૂર્વક ‘વ્યાયામ’ શબ્દ પ્રયોજ્યો છે. એ દ્વારા એ માર્મિક વાત પણ સૂચવાઈ છે કે ફળ મેળવવા એટલે કે નિર્વાહ અર્થે જે દિલદાર મહેનત કરીએ, તે જ અસલ ‘વ્યાયામ' છે; બેઠાડુ જીવનનાં દુષ્પરિણામોથી બચવા ભયના માર્યા હાંફળાં-ફાંફળાં થઈને કસરતો, દોડ, યોગાસનો વગેરે કરીએ એ મુખ્ય વ્યાયામ નથી.
૯૧
આ વ્યાયામ (એટલે કે ક્રિયા) અનિષ્ટ એવો કર્મબંધ કરે તેવો પણ હોઈ શકે. તેથી તે નિવારવાના ઉપાયો પણ ચિંતવવા જોઈએ – એ વળી વિચારપાત્ર અન્ય જ્ઞાનશાખા છે. એનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org