________________
વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
ઉચિત જ છે. કૌટિલ્યને પણ ઊંડે ઊંડે તો તે ગમે પણ ખરી. સજ્જનો એમની સજ્જનતાને, નવાં સામાજિક-માનવીય પરિમાણો સિદ્ધ થાય તેવી અપૂર્વ કક્ષાએ સુવિકસિત કરીને પરંપરાગત અર્ધજંગલી રાજનીતિને નામશેષ કરી દે તે કૌટિલ્યને પણ અંતરતમથી તો ઇષ્ટ જ લાગે છે. એટલે સિદ્ધ ધર્મપુરુષો કલ્યાણક૨ ધર્મના પ્રસ્થાપન અર્થે પોતાની આવી ટીકા કરે તે કૌટિલ્યને તો અંતરતમથી આવકાર્ય કે ઇષ્ટ જ લાગે. તેઓ તો અર્ધજંગાલિયતવાળા માનવ-સમાજમાં, પોતાનાથી ન ટાળી શકાય તેવા કર્તવ્યમાં, પરિમિત સમય પૂરતા માત્ર નિમિત્તરૂપ જ બન્યા. અહિંસાનું વિધિસર અને અધિકારપૂર્વક ઊંડું ખેડાણ કરનારી જૈન પરંપરા તો કૌટિલ્યના શાસ્ત્રને મિથ્યાશાસ્ત્ર કહે તે સર્વથા ઉચિત, અપેક્ષિત અને માનવજાત માટે આશાની કાંતિ લાવનારું જ ગણી શકાય. અલબત્ત, ‘નંદીસૂત્ર’ની ઉપર્યુક્ત યાદીમાં ‘ભારત’ અને ‘રામાયણ’ પણ સમાવિષ્ટ હોઈ એ અવતરણની અધિકૃતતા કંઈક અંશે સંદેહપાત્ર તો બને જ છે. હવે, સ્નેહ અને સખ્યના પ્રબળ ધા૨ક અને પુરસ્કર્તા એવા બાણભટ્ટ પણ કૌટિલ્યના શાસ્ત્ર માટે અણગમો બતાવે તો તે માટે તેઓ અધિકારી છે, અને તેમ છતાં કૌટિલ્યનો આંતર-મહિમા સમજવાનો માર્ગ, ગીતાપ્રતિપાદિત સમત્વ ધારણ કરીએ, તો ખુલ્લો જ રહે છે.
ખરેખર તો, કૌટિલ્ય પોતે પણ આવા ધર્મપુરુષાર્થના પરમ અનુમોદક અને સાધક પણ હતા એ બતાવનારાં ગ્રંથગત અનેક ચોક્કસ પ્રમાણો રજૂ કરીને ઉપર નિર્દેશેલા બુદ્ધિભેદને શમાવવાનો આ બીજા વ્યાખ્યાનરૂપે નમ્ર પ્રયત્ન છે. ત્રીજા વ્યાખ્યાનનો વિષય પણ જુદી રીતે એ જ દિશાનો પ્રયત્ન છે. પ્રસિદ્ધ બાઈબલ-વચનને પ્રમાણીને કોઈ વિશે લૂખો-સૂકો ન્યાય ન તોળતાં, દરેકનું પરિસ્થિતિ-સાપેક્ષ મૂલ્યાંકન કરવાની સહૃદયતા દાખવીએ.
જો પશ્ચિમના પ્રાચીન-અર્વાચીન રાજનીતિ-મીમાંસકો પ્લેટો, ઍરિસ્ટોટલ, મૅકિયાવેલી વગેરેના ગ્રંથસ્થ વિચારોનું તટસ્થ અધ્યયન કરીએ તો તેની તુલનામાં ભારતની દીર્ઘકાલીન સ્થાયી સાંસ્કૃતિક ભૂમિકાનું પીઠબળ પામેલા કૌટિલ્યનાં જીવન, ચિંતન અને નેતૃત્વ વ્યક્તિ અને સમાજનાં કસાયેલાં જીવનમૂલ્યો સાથે સુસંકલિત અને બેજવાબદાર બાંધછોડ વગરનાં જરૂર જણાઈ આવશે. તેમનામાં સાધનશુદ્ધિની સભાનતા રાજનીતિ-ક્ષેત્રે પણ દેશકાળની મર્યાદામાં-જરૂર જોવા મળે છે. આપણે હવે પછી અનેક મુદ્દાઓ દ્વારા એ જોઈશું કે તેમણે પરંપરાપ્રાપ્ત રાજનૈતિક વિચારઆચારને વધુ માનવીય બનાવવાનું મનીષી-કાર્ય જરૂર કર્યું છે.
૬૫
-
અહીં ‘ઈશાવાસ્ય’-ઉપનિષદ્દ્ન અત્યંત મહત્ત્વનું સર્વગ્રાહી માર્ગદર્શન સંભારવું ખૂબ ઉપકારક બની રહેશે. તેમાંનો નવમો મંત્ર છે : જેઓ અવિદ્યાને ઉપાસે છે, તેઓ ગાઢ અંધારામાં પ્રવેશે છે. પણ જેઓ વિદ્યામાં જ રચ્યાપચ્યા રહે છે, તે તો જાણે તેનાથી પણ વધુ ગાઢ અંધારામાં પ્રવેશે છે.૧૦” પછી અગિયારમા મંત્રમાં કહે છે : જે વિદ્યા અને અવિઘા એ બંનેની જોડીને એકસાથે ઓળખે છે, તે અવિદ્યાથી મૃત્યુને તરીને વિદ્યાથી અમૃત પામે છે.૧૧૪
Jain Education International
કૌટિલ્યનાં જીવન અને વિચારજાળને સમજવા માટેનો સાચો માપદંડ અહીં મળે છે. વાસ્તવવાદ અને પરમાર્થવાદ (આદર્શવાદ) એ બે ય છેડા એકાંગી છે. બંનેનો સમન્વય સમગ્રદર્શી ધીરતાથી કરવો
For Personal & Private Use Only
www.jainelibrary.org