________________
કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
(ગુજરાત) સાથે સંકળાયેલી વિદ્યા છે – ગુજરાતનાં મુખ્ય સાધનો એવાં ખેતી, પશુપાલન અને વેપારનો વિચાર અને અમલ શીખવતી વિદ્યા. સમાજની પ્રવૃત્તિઓનું વિસ્તરણ થતાં તેમાં હુન્નરો અને ધીરધારની પ્રવૃત્તિઓ પણ સમાવેશ પામી. “ત્રયી' એટલે ઋગ્વદ, સામવેદ, યજુર્વેદ સંબંધી વિદ્યાઓ; તદુપરાંત જ્ઞાન-ક્રિયાત્મક સમગ્ર વેદવિદ્યામાં અને તે અંગેનાં કૌશલોની તાલીમમાં શિક્ષાઆદિ છ વેદાંગો અને પાછળથી ચોથા વેદ તરીકે માન્યતા પામેલો અથર્વવેદ (તેનાં કર્મોના કૌશલ સહિત), “પંચમવેદ' કે “ઇતિહાસવેદ' તરીકે ગણના પામેલ મહાભારત-રામાયણ અને પ્રાચીન પુરાણો પણ ‘ત્રયી'ના બૃહત્ ક્ષેત્રમાં સમાયાં. વેદાંગો પૈકીના કલ્પ-વેદાંગમાં શ્રૌતગૃહ્ય/ધર્મ/શુલ્વસૂત્રોના સમાવેશથી વેદવિદ્યા એ યજ્ઞધર્મપ્રરૂપક વિદ્યા ઉપરાંત સમાજવિધાયક વિદ્યા (પ્રબુદ્ધ સમાજવિદ્યા) પણ બની રહી. વર્ણાશ્રમધર્મ એ વેદવિદ્યાના લોકોપકારક સાર તરીકે ઊપસી આવ્યો. આમ ત્રયીની કેળવણી રાજા માટે સમાજશાસ્ત્રની કેળવણી બની રહી.
આન્વીક્ષિક-વિદ્યા “અન્વીક્ષા પર નિર્ભર ચિંતનવિદ્યા છે. “અન્વીક્ષા' (અનુ+ઈક્ષા)નો અર્થ છે પાછળથી થતું (મન) જ્ઞાન (રૂંક્ષા)'. કોની પાછળ થતું? પ્રત્યક્ષ જગતના જ્ઞાનની પાછળ થતું. ઇન્દ્રિયપ્રત્યક્ષ જગતના અનુભવને આધારે ખીલેલાં અનુમાન, શબ્દ જેવાં પરોક્ષગ્રાહી પ્રમાણોથી જેમાં જગત-તત્ત્વસંબંધી ચિંતન-તારણ સધાય તે આન્વીક્ષિકી-વિદ્યા. તેને દર્શનવિદ્યા કે તત્ત્વવિદ્યા પણ કહે છે.
કદાચ કાળ પાક્યો નહિ હોય એટલે કૌટિલ્ય-પૂર્વે રાજાના ઘડતરમાં આ વિદ્યાની પાયાની આવશ્યકતાની વાત કોઈ રાજધર્મચિંતકના ધ્યાનમાં આવી જ નહોતી. રાજનીતિનો ગાઢ પ્રાયોગિક અનુભવ નર્યા પ્રાસંગિક ધર્મ તરીકે હોરનાર કોઈ એવા ધર્મ-કર્મશૂરની કાળદેવતા રાહ જોઈ રહ્યા હશે, કે જે પ્રખર બુદ્ધિબળ ઉપરાંત પૂરી સમતાથી ગુપચૂપ રીતે પોતાના રાજકીય કાર્યકલાપને પણ હૃદયબળ અને આત્મબળનું રક્ષાકવચ આપે. એ રાહ જોવાનું કૌટિલ્યમાં ફળ્યું. કૌટિલ્ય પોતાના જન્મજાત સંસ્કાર તથા કાર્યાનુભવથી વિશદ બનેલી પોતાની પારદર્શી, નવનવોન્મેષ ધરાવતી પ્રતિભાથી દંડધારકો માટે પણ આન્વીક્ષિકીની સવિશેષ આવશ્યકતા પારખી લીધી – એ વિદ્યાને ઉપનિષત્પરંપરામાં અપાયેલા “પરા(શ્રેષ્ઠ) વિદ્યા” એવા બિરુદનો મહિમા નાણી લીધો. બરાબર સમજીએ તો આ એક ક્રાન્તદર્શન હતું – રાજનીતિવિદ્યાને માનવીય અને ધર્મરક્ષિત રચનાત્મક વળાંક આપનારી મંગલ મહાઘોષણા હતી. આમ તો “રાજર્ષિ (રાજારૂપી ઋષિ)ની કલ્પના ઘણી પ્રાચીન હતી, પણ રાજનીતિવિદ્યાની પરંપરામાં એનું અવતરણ નહોતું થયું. ગ્રીક-પંરપરામાં જેમ તત્ત્વચિંતક પ્લેટોએ પોતાના The Republic ગ્રંથમાં તત્ત્વનિષ્ઠ રાજા (Philosopher King)ની કલ્પના પુરસ્કારી, તેમ લગભગ એ જ સમયમાં ભારતવર્ષમાં કૌટિલ્યને પણ એવું જ સૌભાગ્યવંતું દર્શન થયું. ગ્રંથમાં આ ચોથી વિદ્યા ભારપૂર્વક ઉમેરી “ચાર જ વિદ્યાઓ છે – એમ કૌટિલ્ય કહે છે” એમ ઘોષિત કર્યું. રાજાના રાજર્ષિપણાના સ્વરૂપની ઝલક આપતો અધ્યાય ૨.૭ રષિવૃત્તનું એ જ શીર્ષકે મૂકવા ઉપરાંત આખા ગ્રંથમાં જુદાં-જુદાં સ્થળોએ થઈને આવા ઉચ્ચ રાજત્વનું સ્વરૂપ કૌટિલ્ય ઉત્તમ રીતે ઘૂંટી આપ્યું છે – જેનો વિચાર ત્રીજા વ્યાખ્યાન સમયે બરાબર કરાશે.
વિદ્યાસંખ્યા અંગે આવો પોતાનો મત કેમ બંધાયો તે બતાવતાં સુદઢ કારણો કૌટિલ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org